gu_ta/translate/figs-litany/01.md

14 KiB

વર્ણન

લિટની (વિનંતીઓની શ્રેણી, સમાન વાતનું પુનરાવર્તન) એ ભાષણની એક આકૃતિ છે જેમાં વસ્તુના વિવિધ ઘટકો ખૂબ સમાન નિવેદનોની શ્રેણીમાં સૂચિબદ્ધ છે. વક્તા આમ કરે છે એ સૂચવવા માટે કે તે જે કહે છે તેને વ્યાપક અને અપવાદો વિના સમજવું જોઈએ.

કારણ આ ભાષાંતરનો પ્રશ્ન છે

ઘણી ભાષાઓમાં લીટનીસનો ઉપયોગ થતો નથી, અને તેના દ્વારા વાંચકો ગૂંચવણમાં મૂકાઈ શકે છે. તેઓ અચરજ અનુભવે કે શા માટે વક્તા એક સમાન બાબતને ફરી અને ફરી કહેતા હોય તેમ લાગે છે.

બાઇબલમાંથી ઉદાહરણો

જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ ત્યાંથી મારો હાથ તેમને પકડી લાવશે. અને જો તેઓ આકાશમાં ચઢી જાય, તોપણ ત્યાંથી હું તેઓને નીચે ઉતારીશ. જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. અને મારી નજર આગળથી તેઓ સમુદ્રને તળિયે સંતાઈ જાય, તોપણ ત્યાં હું સર્પને આજ્ઞા કરીશ, એટલે તે તેઓને કરડશે. વળી જો તેઓ પોતાના શત્રુઓની આગળ ગુલામગીરીમાં જાય તોપણ ત્યાં હું તરવારને આજ્ઞા કરીશ, ને તે તેઓનો સંહાર કરશે. હું હિતને માટે તો નહિ, પણ આપત્તિને માટે મારી ર્દષ્ટિ તેઓ પર રાખી રહીશ.”

 (આમોસ ૯:૨-૪ યુ.એલ.ટી.)

આ ફકરામાં યહોવા ઇઝરાયેલના લોકોને કહી રહ્યા છે કે જ્યારે તે તેમને શિક્ષા કરશે, તેઓમાંથી કોઈ બચી શકશે નહિ.

પણ તારા ભાઈના સંકટ સમયેતેના હાલ તું જોઈ ન રહે, ને યહૂદાના વંશજોના વિનાશને સમયે તું તેમને જોઈને ખુશી ન થા; અને સંકટને સમયે અભિમાનથી ન બોલ.મારા લોકોની આપત્તિને દિવસે તેઓના દરવાજામાં ન પેસ; હા, તેઓની આપત્તિને દિવસે તેઓની વિપત્તિ ન નિહાળ, ને તેમની આપત્તિને દિવસે તેમની સંપત્તિ પર [હાથ] ન નાખ. તેના લોકોમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન રહે. અને તેના લોકોમાંના જેઓ બચી રહેલા હોય તમને સંકટ સમયે [શત્રુઓના હાથમાં] સોંપી ન દે. (ઓબાધ્યા ૧:૧૨–૧૪)

આ ફકરામાં યહોવા અદોમના લોકોને કહી રહ્યા છે કે જ્યારે યહૂદિયા બાબીલોનીયો દ્વારા જીતાઈ રહ્યું હતું ત્યારે તેઓએ યહૂદિયાના લોકોને મદદ કરવી જોઈતી હતી.

ભાષાંતર વ્યૂહરચના

જેમ યુ.એલ.ટી. માં છે તેમ જો લીટનીને સમજવામાં આવે, તો જેમ લીટની છે તેમ જ તેનું ભાષાંતર કરો. જો તે સમજાઈ હોય નહિ , તો નીચે મુજબની એક અથવા વધારે વ્યૂહરચનાનો ઉપયોગ કરો.

(૧) ઘણીવાર બાઇબલમાં લિટનીની શરૂઆતમાં અથવા અંતમાં એક સામાન્ય નિવેદન હશે જે તેના એકંદર અર્થનો નીચોડ તારવે છે. તમે તે નિવેદનની ગોઠવણ એવી રીતે કરી શકો છો જે બતાવશે કે તે એક સારાંશ નિવેદન છે જે લિટનીનો અર્થ આપે છે.

(૨) તમે લિટનીના દરેક વાક્યને એક અલગ લાઇન પર મૂકી શકો છો. ઉપરાંત, જો લિટનીમાં દરેક વાક્યમાં બે ભાગ હોય, તમે લિટનીની ગોઠવણ કરી શકો છો જેથી કરીને દરેક વાક્યના સમાન ભાગો એક સમાનતામાં આવે. આ અથવા અન્ય કોઈપણ પ્રકારની ગોઠવણનો ઉપયોગ કરો જે બતાવશે કે દરેક વાક્ય સમાન અર્થને મજબૂત કરી રહ્યું છે.

(૩) તમે વાક્યોની શરૂઆતમાં “અને,” “પરંતુ,” અને “અથવા” જેવા શબ્દોને દૂર કરી શકો છો જેથી તે સ્પષ્ટ થશે કે લિટનીના બધા ઘટક ભાગોને એક પંક્તિમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

ભાષાંતર વ્યૂહરચનાના ઉદાહરણોનું લાગુકરણ

(૧) (૩) સાથે જોડાઈને:

ઘણીવાર બાઇબલમાં લિટનીની શરૂઆતમાં અથવા અંતમાં એક સામાન્ય નિવેદન હશે જે તેના એકંદર અર્થનો નીચોડ તારવે છે. તમે તે નિવેદનની ગોઠવણ એવી રીતે કરી શકો છો જે બતાવશે કે તે એક સારાંશ નિવેદન છે જે લિટનીનો અર્થ આપે છે;

તમે વાક્યોની શરૂઆતમાં “અને,” “પરંતુ,” અને “અથવા” જેવા શબ્દોને દૂર કરી શકો છો જેથી તે સ્પષ્ટ થશે કે લિટનીના બધા ઘટક ભાગોને એક પંક્તિમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

જ્યારે અજાણ્યાઓ તેમની સંપત્તિ લઈ ગયા ત્યારે તમે ઇઝરાયેલીઓને મદદ કરવા કંઈ કર્યું નથી. તેઓએ યહુદિયાનાં બધાં શહેરો જીતી લીધાં અને યરૂશાલેમને પણ લૂંટી લીધું. અને તમે એ વિદેશીઓ જેટલા જ ખરાબ હતા, કારણ કે તમે મદદ કરવા માટે કંઈ કર્યું નથી:

જે દિવસે પરદેશીઓ તેની સંપત લઈ ગયા, ને બીજા દેશના લોકો તેના

દરવાજાઓની અંદર પેસી ગયા, ને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી, તે દિવસે તું આઘો

ઊભો રહ્યો, હા, તું જાણે તેઓમાંનો જ એક હોય તેમ [તેં કર્યું.]પણ તારા ભાઈના સંકટ

સમયેતેના હાલ તું જોઈ ન રહે, ને યહૂદાના વંશજોના વિનાશને સમયે તું તેમને

જોઈને ખુશી ન થા; અને સંકટને સમયે અભિમાનથી ન બોલ.મારા લોકોની આપત્તિને

દિવસે તેઓના દરવાજામાં ન પેસ; હા, તેઓની આપત્તિને દિવસે તેઓની વિપત્તિ ન

નિહાળ, ને તેમની આપત્તિને દિવસે તેમની સંપત્તિ પર [હાથ] ન નાખ. તેના

લોકોમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન

રહે. અને તેના લોકોમાંના જેઓ બચી રહેલા હોય તમને સંકટ સમયે શત્રુઓના

હાથમાં સોંપી ન દે. (ઓબાધ્યા ૧:૧૨–૧૪)

ઉપરોક્ત ઉદાહરણમાં, કલમ ૧૧ લિટનીનો સારાંશ અને અર્થ પૂરો પાડે છે જે કલમો ૧૨-૧૪માં આવે છે.

(૧) (૨) સાથે જોડાઈને::

ઘણીવાર બાઇબલમાં લિટનીની શરૂઆતમાં અથવા અંતમાં એક સામાન્ય નિવેદન હશે જે તેના એકંદર અર્થનો નીચોડ તારવે છે. તમે તે નિવેદનની ગોઠવણ એવી રીતે કરી શકો છો જે બતાવશે કે તે એક સારાંશ નિવેદન છે જે લિટનીનો અર્થ આપે છે;

તમે લિટનીના દરેક વાક્યને એક અલગ લાઇન પર મૂકી શકો છો. ઉપરાંત, જો લિટનીમાં દરેક વાક્યમાં બે ભાગ હોય, તમે લિટનીની ગોઠવણ કરી શકો છો જેથી કરીને દરેક વાક્યના સમાન ભાગો એક સમાનતામાં આવે. આ અથવા અન્ય કોઈપણ પ્રકારની ગોઠવણનો ઉપયોગ કરો જે બતાવશે કે દરેક વાક્ય સમાન અર્થને મજબૂત કરી રહ્યું છે.

તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહિ. જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ ત્યાંથી મારો હાથ તેમને પકડી લાવશે. અને જો તેઓ આકાશમાં ચઢી જાય, તોપણ ત્યાંથી હું તેઓને નીચે ઉતારીશ. જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. અને મારી નજર આગળથી તેઓ સમુદ્રને તળિયે સંતાઈ જાય, તોપણ ત્યાં હું સર્પને આજ્ઞા કરીશ, એટલે તે તેઓને કરડશે. વળી જો તેઓ પોતાના શત્રુઓની આગળ ગુલામગીરીમાં જાય તોપણ ત્યાં હું તરવારને આજ્ઞા કરીશ, ને તે તેઓનો સંહાર કરશે. હું હિતને માટે તો નહિ, પણ આપત્તિને માટે મારી ર્દષ્ટિ તેઓ પર રાખી રહીશ.”

 (આમોસ ૯:૧બી-૪ યુ.એલ.ટી.)

ઉપરોક્ત ઉદાહરણમાં, લિટની પહેલાંનું વાક્ય તેનો સમગ્ર અર્થનું સ્પસ્ટીકરણ કરે છે. તે વાક્યને પ્રસ્તાવના તરીકે મૂકી શકાય છે. દરેક વાક્યનો બીજો ભાગ ઉપરની જેમ ઉતરતા દાદર સ્વરૂપમાં ગોઠવી શકાય છે, અથવા દરેક વાક્યના પહેલા અર્ધની જેમ સમાનરૂપે રેખાંકિત કરી શકાય છે, અથવા બીજી રીતે. ગમે તે ગોઠવણનો ઉપયોગ કરો જે શ્રેષ્ઠ બતાવે છે કે આ વાક્યો બધા એક જ સત્યનો સંચાર કરે છે, કે ઈશ્વરથી છટકી જવું શક્ય નથી.