gu_ta/translate/figs-gendernotations/01.md

9.4 KiB

બાઇબલમાં કેટલીકવાર “પુરુષો,” “ભાઈઓ” અને “પુત્રો” શબ્દો ફક્ત પુરુષોને દર્શાવવા માટે જ ઉપયોગ થયો છે. જયારે અન્ય સમયે, તે શબ્દોમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. એવા કિસ્સાઓ કે જ્યાં લેખકનો અર્થ પુરુષો અને સ્ત્રીઓ બંને હોય, તમારે (અનુવાદક) તેને એવી રીતે અનુવાદિત કરવાની જરૂર છે કે જેનો અર્થ પુરુષો અને સ્ત્રીઓ બન્ને થતો હોય.

સમજૂતી

કેટલીક ભાષાઓમાં સામાન્ય રીતે પુરૂષોનો ઉલ્લેખ કરતા શબ્દનો ઉપયોગ સ્ત્રી અને પુરૂષો બંને માટે વધુ સામાન્ય રીતે પણ થઈ શકે છે. દાખલા તરીકે, બાઇબલ કેટલીકવાર “ભાઈઓ” કહે છે જ્યારે તે ભાઈઓ અને બહેનો બંનેનો ઉલ્લેખ કરે છે.

કેટલીક ભાષાઓમાં, પુલીંગ સર્વનામ "તે" અને "તેમ" નો ઉપયોગ કોઈપણ વ્યક્તિ માટે વધુ સામાન્ય રીતે થઈ શકે છે જો તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે તે મહત્વનું નથી. નીચેના ઉદાહરણમાં, સર્વનામ "તેનું" છે, પરંતુ તે પુરુષો સુધી મર્યાદિત નથી.

ડાહ્યો દિકરો તેના પિતાને આનંદિત કરે છે પરંતુ મૂર્ખ દિકરો તેની માતાને દુ:ખી કરે છે. (નીતિવચનો 10:1 ULT)

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

  • કેટલીક સંસ્કૃતિઓમાં "માણસ," "ભાઈ," અને "પુત્ર" જેવા શબ્દોનો ઉપયોગ ફક્ત પુરુષો માટે જ થઈ શકે છે. જો આ શબ્દોનો વધુ સામાન્ય રીતે અનુવાદમાં ઉપયોગ કરવામાં આવે, તો લોકો વિચારશે કે જે કહેવામાં આવે છે તે સ્ત્રીઓને લાગુ પડતું નથી.

અનુવાદ માટેના સિદ્ધાંતો

જ્યારે કોઈ વિધાન પુરૂષો અને સ્ત્રીઓ બંનેને લાગુ પડે છે, ત્યારે તેનો એવી રીતે અનુવાદ કરો કે લોકો સમજી શકે કે તે બંનેને લાગુ પડે છે.

બાઇબલમાંના ઉદાહરણો

હવે અમે ઇચ્છીએ છીએ કે તમે જાણો, ભાઈઓ, ઈશ્વરની જે કૃપા મકદોનીઆની મંડળીઓને આપવામાં આવી છે. (2 કોરીંથી 8:1 ULT)

આ કલમમાં કોરીંથમાં વસતા વિશ્વાસીઓને સંબોધન કરવામાં આવ્યું છે, માત્ર પુરુષો જ નહીં, પણ પુરુષો અને સ્ત્રીઓ.

પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "જો કોઈ મારી પાછળ ચાલવા માંગે છે, તો તેણે પોતાનો નકાર કરવો, તેનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું (માથ્થી 16:24 ULT)

ઈસુ ફક્ત પુરુષો વિશે જ નહિ, પરંતુ પુરુષો અને સ્ત્રીઓ વિશે બોલતા હતા.

ચેતવણી: કેટલીકવાર પુલીંગ શબ્દોનો ઉપયોગ માત્ર પુરુષો માટે જ કરવામાં આવે છે. એવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં કે જેનાથી લોકો એવું વિચારે કે તેમાં મહિલાઓ શામેલ છે. નીચેના શબ્દો ખાસ કરીને પુરુષો વિશે છે.

મૂસાએ કહ્યું, છે કે 'જો કોઈ બાળકો વગર મૃત્યુ પામે છે, તો તેના ભાઈતેની પત્ની સાથે લગ્ન કરીને તેના ભાઈ માટે બાળકો ઉપજાવે. ' (માથ્થી 22:24 ULT)

અનુવાદ માટેની વ્યૂહરચના

જો લોકોને સમજાય છે કે "પુરુષ," "ભાઈ," અને "તે" જેવા પુલીંગ શબ્દોમાં મહિલાઓનો સમાવેશ થઈ શકે છે, તો તેનો ઉપયોગ કરવાનું વિચારો. નહિંતર, અહીં જ્યારે તેમાં મહિલાઓનો સમાવેશ થાય તેવા શબ્દોનો અનુવાદ કરવાની કેટલીક રીતો છે.

(1) એવા નામનો ઉપયોગ કરો કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે થઈ શકે.
(2) એવા શબ્દનો ઉપયોગ કરો જે પુરુષોને સંબોધે છે અને એક શબ્દ જે સ્ત્રીઓને સંબોધે છે.
(3) પુરૂષો અને સ્ત્રીઓ બંને માટે વાપરી શકાય તેવા સર્વનામોનો ઉપયોગ કરો.

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) એવા નામનો ઉપયોગ કરો કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે થઈ શકે

બુદ્ધિમાન માણસ મૂર્ખની જેમ જ મૃત્યુ પામે છે. (સભાશિક્ષક 2:16b ULT)

" બુદ્ધિમાન વ્યક્તિ જેમ મૂર્ખ મૃત્યુ પામે છે તેમ જ મૃત્યુ પામે છે." "બુદ્ધિમાન લોકો જેમ મૂર્ખ મૃત્યુ પામે છે તેમ જ મૃત્યુ પામે છે."

(2) એવા શબ્દનો ઉપયોગ કરો જે પુરુષોને સંબોધે છે અને એક શબ્દ જે સ્ત્રીઓને સંબોધે છે.

કારણ કે ભાઈઓ, આસીયામાં અમારા પર પડેલી મુશ્કેલીઓ વિશે તમે અજાણ રહો એવું અમે નથી ઇચ્છતા. (2 કોરીંથી 1:8) — પાઊલ આ પત્ર પુરુષો અને સ્ત્રીઓ બંનેને લખતો હતો.

“કારણ કે ભાઈઓ અને બહેનો, આસીયામાં અમારા પર પડેલી મુશ્કેલીઓ વિશે તમે અજાણ રહો એવું અમે નથી ઇચ્છતા

(3) પુરૂષો અને સ્ત્રીઓ બંને માટે વાપરી શકાય તેવા સર્વનામોનો ઉપયોગ કરો.

"જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું" (માથ્થી 16:24 ULT)

અંગ્રેજી બોલનારાઓ પુલીંગ એકવચન સર્વનામો જેવા કે, “તે,” “તે પોતે” અને “તેના”ને બહુવચન સર્વનામોમાં બદલી શકે છે. "તેઓ," "પોતાને," અને "તેમના" જે લીંગ દર્શાવતા નથી તેમ જ માત્ર પુરુષો માટે જ નહીં પણ બધાં લોકોને લાગુ પડે છે

"જો લોકો મારી પાછળ આવવા માંગતા હોય તો તેમણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું."