gu_ta/translate/figs-exmetaphor/01.md

20 KiB

વિસ્તૃત રૂપક એક સ્પષ્ટ રૂપક છે જે એક સમયે અનેકવિધ શબ્દચિત્રો અને અનેકવિધ વિચારોનો ઉપયોગ કરે છે. આ બાબત એક [સાધારણ રૂપક] (../figs-simetaphor/01.md)થી તદ્દન વિપરીત છે, જે માત્ર એક જ શબ્દચિત્ર અને એક જ વિચારનો ઉપયોગ કરે છે. એક વિસ્તૃત રૂપક અને એક [જટિલ રૂપક] (../figs-cometaphor/01.md) વચ્ચેનો તફાવત આ છે કે વિસ્તૃત રૂપક વિષે લેખક/વક્તા દ્વારા જાણકારી આપવામાં આવે છે, પરંતુ એક જટિલ રૂપક એવું કરતુ નથી.

વિસ્તૃત રૂપકનો ખુલાસો

રૂપકનો ઉપયોગ કરતી વખતે લેખક/વકતા અમુક તત્કાલીન વિષય વિષે, વિષય અને શબ્દચિત્ર વચ્ચેનાં ઓછામાં ઓછા એક તુલનાત્મક બિંદુની સાથે, એક ઉપસંહારને પ્રગટ કરવા માટે કોઈ એક ભૌતિક શબ્દચિત્રનો ઉપયોગ કરે છે. જ્યારે વિસ્તૃત રૂપકમાં, લેખક/ વકતા સ્પષ્ટતાથી વિષયને રજૂ કરે છે, અને પછી અનેકવિધ કાલ્પનિક ચિત્રોનું વર્ણન કરે છે અને અનેકવિધ વિચારોની રજૂઆત કરે છે.

યશાયા ૫:૧બ-૭માં, યશાયા પ્રબોધક એક દ્રાક્ષાવાડીનો (કાલ્પનિક શબ્દચિત્ર) ઈશ્વર સાથે અને તેમના લોકો તરીકે તેઓનો તેમની સાથેના કરાર પ્રત્યે તેઓના વિશ્વાસઘાતને લીધે ઇઝરાયેલ દેશનાં લોકો પ્રત્યે ઈશ્વરની નિરાશા(વિચાર)ને પ્રગટ કરવા માટે ઉપયોગ કરે છે. ખેડૂતો તેઓની વાડીની કાળજી રાખે છે, અને જો દ્રાક્ષાવાડીમાં ખરાબ ફળ આવે તો ખેડૂત નિરાશ થશે જ. જો દ્રાક્ષાવાડી સતત ખરાબ ફળ આપવાનું ચાલુ રાખે તો, સમયાંતરે ખેડૂત તેના વિષે કાળજી રાખવાનું બંધ કરી દેશે. આપણે તેને વિસ્તૃત રૂપક કહીશું કેમ કે દ્રાક્ષાવાડીને લગતા અનેકવિધ ચિત્રોનો અને તેની સાથોસાથ ઈશ્વરની નિરાશાનાં અનેકવિધ પાસાંઓનું પ્રબોધક વિગતવાર વર્ણન કરે છે.

૧બ મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી. ૨ તેણે તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢયા, ને તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો. ને તેમાં બુરજ બાંધ્યો, અને વળી તેમાં દ્રાક્ષાકુંડ ખોદી કાઢયો.તેમાં દ્રાક્ષાની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઊપજ થઇ. હે યરૂશાલેમના રહેવાસીઓ, અને યહૂદીયાનાં માણસો, તમે મારી તથા મારી દ્રાક્ષાવાડીની વચ્ચે ઇન્સાફ કરજો. ૪ મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે ? હું તો તેમાં સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઊપજ કેમ થઇ હશે ? ૫ હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું: તેની વાડ હું કાઢી નાખીશ, જેથી તે ભેલાઇ જશે; તેની ભીંત હું પાડી નાખીશ, જેથી તે ખુંદાઈ જશે; ૬ હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરા ઊગશે; વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ. ૭ કેમ કે ઇઝરાયેલી લોકો તે સૈન્યોનાં ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદીયાના લોક તેના મનોરંજક રોપ જેવા છે; તે ઇન્સાફની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ, રકતપાત છે; નેકીની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ, વિલાપ છે. (યશાયા ૫:૧બ-૭ ULT)

બાઈબલમાંથી બીજા દાખલાઓ

ગીતશાસ્ત્રનાં ૨૩ માં અધ્યાયમાં, તેમના લોકો માટે જે મોટી હિતચિંતા અને કાળજી(વિચાર) ઈશ્વર (વિષય) દર્શાવે છે તેનું વર્ણન કરવા માટે ગીતકાર એક ભરવાડનાં ભૌતિક શબ્દચિત્રનો ઉપયોગ કરે છે. ઘેટાઓ માટે ભરવાડો જે કરે છે (તેઓને લીલાં બીડમાં અને પાણીની પાસે દોરી જાય છે, તેઓને સલામત રાખે છે, વગેરે.) તેના અનેકવિધ પાસાંઓનું વર્ણન ગીતકાર કરે છે. ઈશ્વર કઈ રીતે તેની કાળજી રાખે છે તેનાં અનેકવિધ પાસાઓનું વર્ણન પણ ગીતકાર કરે છે (તેને જીવન, ન્યાયીપણું, દિલાસો, વગેરે આપે છે.). ભરવાડો ઘેટાઓની જરૂરતો પૂરી પાડે છે, તેઓને સુરક્ષિત જગ્યાઓ પર લઇ જાય છે, તેઓને બચાવે છે, તેઓનું માર્ગદર્શન કરે છે, અને તેઓને સલામત રાખે છે. તેમના લોકો માટે ઈશ્વર જે કરે છે તે આ પ્રવૃત્તિઓનાં જેવી જ છે.

૧ યહોવા મારો પાળક છે; તેથી મને કશાની ખોટ થશે નહિ. ૨ તે લીલાં બીડમાં મને સુવાડે છે; તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. ૩ તે મારા આત્માને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. ૪ જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલુ, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તું મારી સાથે છે; તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. (ગીતશાસ્ત્ર ૨૩: ૧-૪ ULT)

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

  • લોકોની પાસે સભાનતા ના હોય કે શબ્દચિત્રો અન્ય વસ્તુઓનું નિર્દેશન કરે છે.
  • શબ્દચિત્રો તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ વસ્તુઓની જાણકારી લોકોની પાસે ના હોય એવું બની શકે.
  • વિસ્તૃત રૂપકો અમુકવાર એવા ચોક્કસ હોય છે કે રૂપક વડે ઉત્પન્ન કરવામાં આવતા સઘળા ભાવાર્થનો અનુવાદ કરવો અનુવાદક માટે અસંભવ થઇ પડે છે.

અનુવાદના સિધ્ધાંતો

  • પ્રાથમિક શ્રોતાગણને માટે જેમ તે સ્પષ્ટ હતું તે જ રીતે લક્ષ્યાંકિત શ્રોતાગણની સમક્ષ વિસ્તૃત રૂપકનાં ભાવાર્થને રજુ કરો.
  • પ્રાથમિક શ્રોતાગણને માટે જેટલું સ્પષ્ટ હતું તેનાં કરતા વધારે સ્પષ્ટતા લક્ષ્યાંકિત શ્રોતાગણની સમક્ષ રજુ ના કરો.
  • જ્યારે કોઈ વ્યક્તિ એક વિસ્તૃત રૂપકનો ઉપયોગ કરે ત્યારે તે જે કહેવાનો પ્રયાસ કરે છે તેમાં શબ્દચિત્રો મહત્વનો ભાગ ભજવે છે.
  • જો લક્ષ્યાંકિત શ્રોતાગણ અમુક શબ્દચિત્રોથી માહિતગાર ન હોય તો, તે શબ્દચિત્રોની સમજૂતી પ્રાપ્ત કરવા માટે તેઓને સહાય કરવા માટે તમારે અમુક રીતો શોધી કાઢવાની જરૂરત પડશે કે જેથી તેઓ સમગ્ર વિસ્તૃત રૂપકને સમજી શકે.

અનુવાદની વ્યૂહરચનાઓ

પ્રાથમિક શ્રોતાગણે તેને જે રીતે સમજવા પ્રયાસ કર્યો હોય એ જ રીતે જો તમારા વાંચકો સમજી શકતા હોય તો તે જ વિસ્તૃત રૂપકનો ઉપયોગ કરવાની તકેદારી રાખો. જો એમ નથી, તો અહીં અન્ય કેટલીક વ્યૂહરચનાઓ આપવામાં આવેલ છે:

(૧) જો લક્ષ્યાંકિત શ્રોતાગણ એમ વિચારતું હોય કે શબ્દચિત્રોને શબ્દશ: સમજવા જોઈએ તો, “જેમ કે” અથવા “જે રીતે” જેવા શબ્દોનો ઉપયોગ કરીને રૂપકનો એક ઉપમા તરીકે અનુવાદ કરો. પ્રથમ અથવા બીજા વાક્ય સુધી જ આ પ્રમાણે કરવું પૂરતું રહેશે. (૨) જો લક્ષ્યાંકિત શ્રોતાગણ શબ્દચિત્ર વિષે માહિતગાર નથી, તો તેનો અનુવાદ કરવાની કોઈ એક રીત શોધી કાઢો કે જેથી તે શબ્દચિત્ર શું છે તે તેઓ સમજી શકે. (૩) તેમ છતાંપણ જો લક્ષ્યાંકિત શ્રોતાગણ સમજી શકતું નથી તો પછી તેને સ્પષ્ટ શબ્દોમાં જ રજુ કરો.

અનુવાદની વ્યૂહરચનાનાં લાગુકરણના દાખલાઓ

(૧) જો લક્ષ્યાંકિત શ્રોતાગણ એમ વિચારતું હોય કે શબ્દચિત્રોને શબ્દશ: સમજવા જોઈએ તો, “જેમ કે” અથવા “જે રીતે” જેવા શબ્દોનો ઉપયોગ કરીને રૂપકનો એક ઉપમા તરીકે અનુવાદ કરો. પ્રથમ અથવા બીજા વાક્ય સુધી જ આ પ્રમાણે કરવું પૂરતું રહેશે. ગીતશાસ્ત્ર ૨૩:૧-૨ ને ઉદાહરણ તરીકે જુઓ:

યહોવા મારો પાળક છે; તેથી મને કશાની ખોટ થશે નહિ. તે લીલાં બીડમાં મને સુવાડે છે; તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. (ULT)

તેનો આ રીતે અનુવાદ કરી શકાય:

“યહોવા મારા માટે એક પાળક જેવા છે, તેથી મને કશાની ખોટ પડશે નહિ. જે રીતે એક પાળક તેનાં ઘેટાઓને લીલાં બીડમાં સુવાડે છે અને અને તેઓને શાંત પાણીની પાસે દોરી જાય છે, તે રીતે યહોવા મને શાંતિપૂર્વકનો આરામ આપે છે.”

(૨) જો લક્ષ્યાંકિત શ્રોતાગણ શબ્દચિત્ર વિષે માહિતગાર નથી, તો તેનો અનુવાદ કરવાની કોઈ એક રીત શોધી કાઢો કે જેથી તે શબ્દચિત્ર શું છે તે તેઓ સમજી શકે.

મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી. તેણે તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢયા, ને તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો. ને તેમાં બુરજ બાંધ્યો, અને વળી તેમાં દ્રાક્ષાકુંડ ખોદી કાઢયો. તેમાં દ્રાક્ષાની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઊપજ થઇ. (યશાયા ૫:૧બ-૨ ULT)

તેનો આ રીતે અનુવાદ કરી શકાય:

મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર દ્રાક્ષાવેલાનો એક બગીચો હતો. તેણે ભૂમિને ખોદી તેમાંથી પથ્થર વીણી કાઢયા, ને તેમાં ઉત્તમ પ્રકારના દ્રાક્ષાવેલાઓ રોપ્યા. ને તેમાં તેણે ચોકી કરવાનો બુરજ બાંધ્યો, અને વળી તેમાં તેણે એક ટાંકી પણ બાંધી કે જ્યાં તે દ્રાક્ષાઓમાંથી રસ કાઢી શકે. તે તેમાં દ્રાક્ષાઓ ઉત્પન્ન થવાની રાહ જોતો હતો, પરંતુ તેમાં જંગલી દ્રાક્ષાઓ ઉત્પન્ન થઇ જેઓ દ્રાક્ષરસ બનાવવા માટે કોઈ કામની નહોતી.

(૩) તેમ છતાંપણ જો લક્ષ્યાંકિત શ્રોતાગણ સમજી શકતું નથી તો પછી તેને સ્પષ્ટ શબ્દોમાં જ રજુ કરો.

યહોવા મારો પાળક છે; તેથી મને કશાની ખોટ પડશે નહિ. (ગીતશાસ્ત્ર ૨૩:૧ ULT)

“એક ભરવાડ જે રીતે તેના ઘેટાઓની કાળજી રાખે છે તે રીતે યહોવા મારી કાળજી લે છે, તેથી મને કશાની ખોટ પડશે નહિ.”

કેમ કે ઇઝરાયેલી લોકો તે સૈન્યોનાં ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદીયાના લોક તેના મનોરંજક રોપ જેવા છે; તે ઇન્સાફની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ, રકતપાત છે; નેકીની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ, વિલાપ છે. (યશાયા ૫:૭ ULT)

તેનો આ રીતે અનુવાદ કરી શકાય:

કેમ કે સૈન્યોનાં ઈશ્વર યહોવાની દ્રાક્ષવાડી ઇઝરાયેલી લોકોને દર્શાવે છે. ને યહૂદીયાના લોક તેના મનોરંજક રોપનાં જેવા છે; તે ઇન્સાફની આશા રાખતો હતો, પણ તેને બદલે ત્યાં રકતપાત છે; નેકીની આશા રાખતો હતો, પણ તેને બદલે ત્યાં સહાય માટેનો આક્રંદ છે.

અથવા આ મુજબ:

તેથી જે રીતે એક ખેડૂત ખરાબ ફળ ઉત્પન્ન કરનાર દ્રાક્ષાવેલાનાં બગીચાની કાળજી લેવાનું બંધ કરી દે છે તે રીતે, યહોવા ઇઝરાયેલ અને યહૂદીયાની સુરક્ષા કરવાનું બંધ કરી દેશે, કેમ કે જે ભલું છે તે તેઓ કરતા નથી. તે ઇન્સાફની આશા રાખતો હતો, પણ તેને બદલે ત્યાં રકતપાત છે; નેકીની આશા રાખતો હતો, પણ તેને બદલે ત્યાં વિલાપ છે.