gu_ta/translate/figs-exclamations/01.md

11 KiB
Raw Permalink Blame History

વર્ણન

ઉદ્ગારો એક પ્રકારનાં શબ્દો અથવા વાક્યો છે જેઓ આશ્ચર્ય, આનંદ, ડર, કે ગુસ્સો જેવી મજબૂત લાગણીઓને દર્શાવે છે. ULT અને UST માં તેઓનાં અંત ભાગમાં ઉદ્ગાર ચિહ્ન (!) નજરે પડતું હોય છે. તે ચિહ્ન દર્શાવે છે કે તે ઉદ્ગાર છે. લોકોએ જે કહ્યું હોય તેની પરિસ્થિતિ અને તેનો ભાવાર્થ તેઓ કઈ લાગણીઓ અભિવ્યક્ત કરી રહ્યા હતા તે સમજવામાં સહાયક થાય છે. માથ્થી ૮ માંથી નીચે આપવામાં આવેલ દાખલામાં, બોલનારાઓ અતિશય ડરેલા હતા. માથ્થી ૯ માંથી આપવામાં આવેલ દાખલામાં બોલનારાઓ અતિશય નવાઈ પામ્યા હતા, કેમ કે એવી ઘટના થઇ હતી કે જેને તેઓએ પહેલાં કદી જોઈ નહોતી.

પ્રભુ, અમને બચાવ; અમે નાશ પામીએ છીએ ! (માથ્થી ૮:૨૫બ ULT)

અને ભૂત કાઢવામાં આવ્યું ત્યારે તે મૂંગો બોલ્યો, ને લોકોએ અચરત થઈને કહ્યું કે, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી !” (માથ્થી ૯:૩૩ ULT)

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

કોઈ એક વાક્ય મજબૂત ભાવનાને અભિવ્યક્ત કરી રહ્યું છે તે દર્શાવવા ભાષાઓ વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.

બાઈબલમાંથી દાખલાઓ

કેટલાંક ઉદ્ગારોમાં એવો શબ્દ હોય છે જે લાગણીને દર્શાવે છે. નીચે દર્શાવેલ વાક્યોમાં “આહા” અને “આહ” છે. અહીં “આહા” શબ્દ વકતાની અચરતીને અભિવ્યક્ત કરે છે.

આહા, ઈશ્વરની બુધ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે ! (રોમન ૧૧:૩૩ ULT)

નીચેનાં વાક્યમાં “અફસોસ” શબ્દ ગીદિયોનને કેવો ડર લાગ્યો હતો તે દર્શાવે છે.

ગિદિયોને જોયું કે તે તો યહોવાનો દૂત હતો; ત્યારે ગિદિયોને કહ્યું, “હે મારા પ્રભુ યહોવા, મને અફસોસ ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ દીઠો છે.” (ન્યાયાધીશો ૬:૨૨ ULT)

કેટલાંક ઉદ્ગારો પ્રશ્નવાચક શબ્દ જેમ કે “કેવા” કે “કેમ” થી શરૂ થાય છે, ભલે પછી તેઓ પ્રશ્નો ના હોય તોપણ. નીચેનું વાક્ય દર્શાવે છે કે ઈશ્વરના ઠરાવો કેવા ગૂઢ છે તેને જોઇને વકતા અચરત પામ્યો છે.

તેના ઠરાવો કેવા ગૂઢ, ને તેના માર્ગો કેવા અગમ્ય છે ! (રોમન ૧૧:૩૩ ULT)

બાઈબલમાં કેટલાંક ઉદ્ગારોમાં મુખ્ય ક્રિયાપદ હોતું નથી. નીચે આપવામાં આવેલ ઉદ્ગાર દર્શાવે છે કે વકતા જેની સાથે વાતચીત કરી રહ્યો છે તેનાથી કંટાળેલો છે.

તું નકામો વ્યક્તિ છે ! (માથ્થી ૫:૨૨બ ULT)

અનુવાદની વ્યૂહરચનાઓ

(૧) જો તમારી ભાષામાં કોઈ એક ક્રિયાપદની જરૂર પડે તો એકનો ઉમેરો કરો. અમુકવાર ક્રિયાપદ “છે” અથવા “છો” સુયોગ્ય હોય છે.
(૨) તમારી ભાષામાં એક મજબૂત લાગણીને દર્શાવે એવા ઉદ્ગારના શબ્દનો ઉપયોગ કરો.
(૩) લાગણીને દર્શાવનાર કોઈ એક વાક્યની સાથે ઉદ્ગારના શબ્દનો અનુવાદ કરો.
(૪) એક મજબૂત લાગણીને છતું કરનાર વાક્યનાં એક ભાગ પર ભાર મૂકનાર એક શબ્દનો ઉપયોગ કરો.
(૫) લક્ષ્યાંકિત ભાષામાં જો મજબૂત લાગણી સ્પષ્ટ નથી તો, વ્યક્તિને કેવું લાગ્યું તે વિષે જણાવો.

અનુવાદની વ્યૂહરચનાનાં લાગુકરણના દાખલાઓ

(૧) જો તમારી ભાષામાં કોઈ એક ક્રિયાપદની જરૂર પડે તો એકનો ઉમેરો કરો. અમુકવાર ક્રિયાપદ “છે” અથવા “છો” સુયોગ્ય હોય છે.

તું નકામો વ્યક્તિ છે ! (માથ્થી ૫:૨૨બ ULT)

“તું કેવો નકામો વ્યક્તિ છે !

આહા, ઈશ્વરની બુધ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે ! (રોમન ૧૧:૩૩ ULT)

“આહા, ઈશ્વરની બુધ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે !”

(૨) તમારી ભાષામાં એક મજબૂત લાગણીને દર્શાવે એવા ઉદ્ગારના શબ્દનો ઉપયોગ કરો. નીચેના પ્રથમ સૂચિત અનુવાદમાં, “વાહ” શબ્દ દર્શાવે છે કે તેઓ અચરત પામ્યા હતા. બીજા સૂચિત અનુવાદમાં, “અરે નહિ” અભિવ્યક્તિ દર્શાવે છે કે કંઇક ભયાનક અથવા ભયાસ્પદ ઘટના થઇ છે.

તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, “તેણે બધું સારું જ કર્યું છે. તે બહેરાંઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.” (માર્ક ૭:૩૭ ULT)

“તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, વાહ! તેણે બધું સારું જ કર્યું છે. તે બહેરાંઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.’”

“હે મારા પ્રભુ યહોવા, મને અફસોસ ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ દીઠો છે.” (ન્યાયાધીશો ૬:૨૨બ ULT)

“અરે નહિ, પ્રભુ યહોવા ! મેં યહોવાના દૂતને મોઢામોઢ જોયો છે !”

(૩) લાગણીને દર્શાવનાર કોઈ એક વાક્યની સાથે ઉદ્ગારના શબ્દનો અનુવાદ કરો.

“હે મારા પ્રભુ યહોવા, મને અફસોસ ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ દીઠો છે.” (ન્યાયાધીશો ૬:૨૨ ULT)

“પ્રભુ યહોવા, મારું શું થશે ? કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ દીઠો છે !” “સહાય કરો, પ્રભુ યહોવા ! ? કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ દીઠો છે !”

(૪) એક મજબૂત લાગણીને છતું કરનાર વાક્યનાં એક ભાગ પર ભાર મૂકનાર એક શબ્દનો ઉપયોગ કરો.

તેના ઠરાવો કેવા ગૂઢ, ને તેના માર્ગો કેવા અગમ્ય છે ! (રોમન ૧૧:૩૩બ ULT)

“તેના ઠરાવો અતિ ગૂઢ, ને તેના માર્ગો સંશોધનને પેલે પાર છે !”

(૫) લક્ષ્યાંકિત ભાષામાં જો મજબૂત લાગણી સ્પષ્ટ નથી તો, વ્યક્તિને કેવું લાગ્યું તે વિષે જણાવો.

ગિદિયોને જોયું કે તે તો યહોવાનો દૂત હતો; ત્યારે ગિદિયોને કહ્યું, “હે મારા પ્રભુ યહોવા, મને અફસોસ ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ દીઠો છે.” (ન્યાયાધીશો ૬:૨૨ ULT)

જ્યારે ગિદિયોનને સમજણ પડી કે આ યહોવાનો દૂત હતો. તે ઘણો ગભરાઈ ગયો અને કહ્યું, “અફસોસ, પ્રભુ યહોવા ! મેં યહોવાના દૂતને મોઢામોઢ દીઠો છે !”