gu_ta/translate/figs-events/01.md

12 KiB

સમજૂતી

બાઇબલમાં, ઘટનાઓ જે ક્રમમાં બની હતી તે પ્રમાણે હંમેશા જણાવવામાં આવતી નથી. કેટલીકવાર લેખક પોતે જે ઘટના વિશે વાત કરે છે તેના કરતાં અગાઉના સમયે બનેલી કોઈ બાબતની ચર્ચા કરવા માગે છે. આ બાબત વાચકને ગૂંચવણમાં નાખી શકે છે.

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

વાચકો એવું વિચારે છે કે જે ઘટનાઓ તેમને કહેવામાં આવે છે તે એજ ક્રમમાં બની હતી. ઘટનાઓના સાચા ક્રમને સમજવામાં તેમને મદદ કરવી મહત્વપૂર્ણ છે.

બાઈબલમાંના ઉદાહરણો

આ સર્વ ઉપરાંત તેણે યોહાનને જેલમાં બંધ કર્યો. ત્યાર બાદ જ્યારે બધા લોકો બાપ્તિસ્મા પામ્યા, ત્યારે ઈસુએ પણ બાપ્તિસ્મા લીધું. (લુક 3:20-21 ULT)

આ ઘટનાક્રમ જોતા યોહાનને જેલમાં બંધ કર્યા પછી યોહાને ઇસુને બાપ્તિસ્મા આપ્યું હોય તેવું લાગે છે, પરંતુ યોહાનને જેલમાં બંધ કરવામાં આવ્યા તે પહેલાં યોહાને ઇસુને બાપ્તિસ્મા આપ્યું હતું.

યહોશુઆએ લોકોને કહ્યું હતું તેમ, સાત યાજકો ઘેટાંના શિંગડાના સાત રણશિંગડા લઈને યહોવાની આગળ આગળ ગયા અને રણશિંગડા વગાડ્યા, અને યહોવાના કરારનો કોશ તેમની પાછળ ગયો. પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી કે, “હું તમને પોકાર કરવા કહું ત્યાં સુધી બૂમો પાડશો નહિ, તમારો અવાજ સંભળાવશો નહિ, અને તમારા મોંમાંથી એક શબ્દ પણ નીકળે નહિ. હું કહું પછી જ તમે તમારે બૂમો પાડવી.” (યહોશુઆ 6:8,10 ULT)

આ વિધાનમાં એવું લાગે છે કે યહોશુઆએ સૈન્યની કૂચ શરૂ કર્યા પછી બૂમો ન પાડવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેણે કૂચ શરૂ કરતા પહેલા તે આદેશ આપ્યો હતો.

ઓળિયું ખોલવા અને તેની મુદ્રા તોડવા માટે કોણ લાયક છે? (પ્રકટીકરણ 5:2b ULT)

આ એવું લાગે છે કે વ્યક્તિએ પહેલા ઓળિયું ખોલવું જોઈએ અને પછી તેની મુદ્રા તોડવી જોઈએ, પરંતુ ઓળિયાને ખોલ્યા અગાઉ ઓળિયાને બંધ કરતી મુદ્રા તોડી નાખવી જોઈએ.

અનુવાદ માટેની વ્યૂહરચના

(1) જો તમારી ભાષામાં એવા શબ્દસમૂહો અથવા સમય દર્શાવતા શબ્દો અસ્તિત્વ ધરાવે છે કે જે દ્વારા ઘટના બની તે અગાઉ તે સબંધી ઉલ્લેખ કરવા માટે ઉપયોગી છે, તો તેમાંથી એકનો ઉપયોગ કરવાનું વિચારો.
(2) જે ઘટના બની ચુકી છે તેનો ઉલ્લેખ કરવા માટે જો તમારી ભાષા ક્રિયાપદ, કાળ અથવા રૂપનો ઉપયોગ કરે છે તો તેનો ઉપયોગ કરવાનું વિચારો. (“Aspect” of Verbs.)
નો વિભાગ જુઓ (3) જો તમારી ભાષા ઘટનાઓને તેના ક્રમમાં કહેવાનું પસંદ કરે છે, તો ઘટનાઓને ફરીથી ગોઠવવાનું વિચારો જેથી તેઓ જે તે ક્રમમાં હોય. આ માટે બે અથવા વધુ કલમો એકસાથે મૂકવાની જરૂર પડી શકે છે (જેમ કે 5-6). (જુઓ [Verse Bridges] (../translate-versebridge/01.md).)

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) જો તમારી ભાષામાં જો કોઈ ઘટના તેનો ઉલ્લેખ થયા અગાઉ બની ચુકી છે તે તે દર્શાવવા ઉપયોગમાં લેવાતા શબ્દસમૂહો, સમયના શબ્દો અથવા સમય દર્શાવતા શબ્દો છે તો તેમાંથી કોઈનો ઉપયોગ કરવાનું વિચારો.

20 આ સર્વ ઉપરાંત તેણે યોહાનને જેલમાં બંધ કર્યો. ત્યાર બાદ જ્યારે બધા લોકો બાપ્તિસ્મા પામ્યા, ત્યારે ઈસુએ પણ બાપ્તિસ્મા લીધું. (લુક 3:20-21 ULT)

20 પણ પછી હેરોદે ... યોહાનને જેલમાં બંધ કરી દીધો હતો. 21 યોહાનને જેલમાં ધકેલી દેવાયા તે પહેલાં, જ્યારે બધા લોકો યોહાન દ્વારા બાપ્તિસ્મા લઈ રહ્યા હતા, ત્યારે ઈસુએ પણ બાપ્તિસ્મા લીધું.

ઓળિયાને ખોલવા અને તેની મુદ્રા તોડવા માટે કોણ લાયક છે? (પ્રકટીકરણ 5:2b ULT)

ઓળીયાની મુદ્રા તોડ્યા પછી તેને ખોલવા માટે કોણ લાયક છે?

(2) જો કોઈ ઘટના તેનો ઉલ્લેખ થયા અગાઉ બની ચુકી છે તે તે દર્શાવવા જો તમારી ભાષામાં ક્રિયાપદ કાળ અથવા રૂપનો ઉપયોગ થાય છે, તો તેનો ઉપયોગ કરવાનું વિચારો.

યહોશુઆએ લોકોને કહ્યું હતું તેમ, સાત યાજકો ઘેટાંના શિંગડાના સાત રણશિંગડા લઈને યહોવાની આગળ આગળ ગયા અને રણશિંગડા વગાડ્યા, અને યહોવાના કરારનો કોશ તેમની પાછળ ગયો. પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી કે, “હું તમને પોકાર કરવા કહું ત્યાં સુધી બૂમો પાડશો નહિ, તમારો અવાજ સંભળાવશો નહિ, અને તમારા મોંમાંથી એક પણ શબ્દ નીકળે નહિ. હું કહું પછી જ તમે તમારે બૂમો પાડવી.” (યહોશુઆ 6:8,10 ULT)

8 યહોશુઆએ લોકોને કહ્યું હતું તેમ, યહોવા સમક્ષ સાત યાજકો ઘેટાંના શિંગડાંના સાત રણશિંગડા લઈને આવ્યા, જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, તેઓએ રણશિંગડાં વગાડ્યાં 10 પણ જોશુઆએ લોકોને આજ્ઞા આપી હતી કે, “બૂમો પાડશો નહિ. જ્યાં સુધી હું તમને બૂમો પાડવાનું કહું નહિ ત્યાં સુધી તમારા મોંમાંથી કોઈ અવાજ ન નીકળવો જોઈએ. હું કહું પછી જ તમારે બૂમો પાડવી.”

(3) જો તમારી ભાષા ઘટનાઓને તે ક્રમમાં જણાવવાનું પસંદ કરે છે, તો ઘટનાઓને ફરીથી ગોઠવવાનું વિચારો. આ માટે બે અથવા વધુ કલમો એકસાથે મૂકવાની જરૂર પડી શકે છે (જેમ કે ક. 5-6).

8 યહોશુઆએ લોકોને કહ્યું હતું તેમ, સાત યાજકો ઘેટાંના શિંગડાંના સાત રણશિંગડા લઈને યહોવાની આગળ આગળ ગયા અને રણશિંગડા વગાડ્યા, પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી કે, “હું તમને બૂમો પાડવાનું કહું નહિ ત્યાં સુધી બૂમો પાડશો નહિ કે તમારો અવાજ સંભળાવશો નહિ. ત્યાં સુધી તમારા મોંમાંથી કોઈ પણ શબ્દ બહાર કાઢશો નહિ. ત્યાર પછી તમારે બૂમો પાડવી.” (યહોશુઆ 6:8,10 ULT)

8,10 યહોશુઆ એ લોકોને આજ્ઞા આપી કે, “જ્યાં સુધી હું તમને બૂમો પાડવાનું કહું નહિ ત્યાં સુધી બૂમો પાડશો નહિ. તમારા મોંમાંથી કોઈ અવાજ ન નીકળવો જોઈએ. હું કહું ત્યારે જ તમારે બૂમો પાડવી.” પછી યહોશુઆએ લોકોને કહ્યું હતું તેમ, સાત યાજકો ઘેટાંના શિંગડાંના સાત રણશિંગડા લઈને યહોવાની આગળ ગયા, જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, તેમ તેઓએ રણશિંગડા વગાડ્યા.

ઓળિયાને ખોલવા અને તેની મુદ્રા તોડવા માટે કોણ લાયક છે? (પ્રકટીકરણ 5:2b ULT)

મુદ્રા તોડવા અને ઓળિયાને ખોલવાને કોણ લાયક છે?

તમે https://ufw.io/figs_events પર વિડિયો પણ જોઈ શકો છો.