gu_ta/translate/figs-doublet/01.md

52 lines
8.1 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

### વર્ણન
અમે “બમણા” શબ્દનો ઉપયોગ બે શબ્દો અથવા શબ્દસમુહો માટે કરીએ છીએ જે એકસાથે ઉપયોગમાં લેવાય છે અને કાંતો સમાન બાબતનો અર્થ સૂચવે છે અથવા તે જ બાબતની ખૂબ નજદીકતાનો અર્થ સૂચવે છે. મોટાભાગે તે "અને" શબ્દથી જોડાયેલા હોય છે. હેન્ડિઆડીઝ (એક જ ખ્યાલની બે શબ્દો દ્વારા રજૂઆત જેને "અને" દ્વારા જોડવામાં આવ્યા હોય) જેમાં શબ્દોમાંના એક શબ્દ બીજાને સુધારે છે, તેનાથી વિપરીત અહીં બમણામાં બે શબ્દો અથવા વાક્યો સમાન હોય છે અને ભાર મૂકવા માટે અથવા એક વિચારની તીવ્રતાને રજૂ કરવા માટે, જે બે શબ્દો અથવા શબ્દસમૂહો દ્વારા રજૂ કરવામાં આવી છે.
### આ અનુવાદની સમસ્યા છે તેના કારણો
કેટલીક ભાષાઓમાં લોકો બમણા શબ્દોનો ઉપયોગ કરતાં નથી. અથવા તેઓ બમણાનો ઉપયોગ કરે, પરંતુ ફક્ત કોઈ ખાસ સ્થિતિઓમાં જ, તેથી બમણાનો કેટલીક કલમોમાં તેઓની ભાષામાં કોઈ અર્થ નીકળતો નથી. લોકો વિચારે કે આ કલમ બે ખ્યાલો અથવા ક્રિયાઓનું વર્ણન કરે છે, જ્યારે તે એક જ ખ્યાલ કે ક્રિયાનું વર્ણન કરતું હોય. આ કિસ્સામાં, અનુવાદકોએ બે શબ્દો દ્વારા વ્યક્ત કરેલા અર્થને વ્યક્ત કરવા માટે બીજો કોઈ માર્ગ શોધવાની જરૂર પડી શકે છે.
### બાઈબલમાંના ઉદાહરણો
> તેમના રાજ્યમાં એક પ્રજાના લોકો બીજી પ્રજાઓના લોકો વચ્ચે **વિખેરાયેલા** અને **પ્રસરેલા** છે. (એસ્થર ૩:૮ યુ.એલ.ટી.)
રેખાંકિત કરેલા શબ્દોનો અર્થ સમાન થાય છે. એક સાથે તેઓનો અર્થ થાય છે કે લોકો પ્રસરેલા હતા.
> … તેણે પોતાના કરતાં **ન્યાયી** અને **વધુ સારા** બે માણસો પર હુમલો કર્યો… (૧ રાજાઓ ૨:૩૨ યુ.એલ.ટી.)
તેનો મતલબ છે કે તેઓ તેના કરતાં “ઘણાં વધારે ન્યાયી” હતાં.
> તમે **જૂઠી** અને **છેતરામણી** વાતો કહેવાની તૈયારી કરી રાખી છે (દાનિયેલ ૨:૯  યુ.એલ.ટી.)
તેનો મતલબ છે કે તેઓએ “ઘણી જૂઠી વાતો કહેવા” તૈયારી કરી હતી, જે વાત કહેવાની બીજી રીત છે કે લોકોને છેતરવાનો તેઓએ નિર્ધાર કર્યો હતો.
> … ઘેટાંના જેવા **નિષ્કલંક** અને **નિર્દોષ**. (૧ પિતર ૧:૧૯ યુ.એલ.ટી.)
તેનો મતલબ છે કે તે કોઇપણ ખોડખાંપણ વિનાના ઘેટાંના જેવા હતા - એક પણ કલંક વગરના હતાં.
### અનુવાદ વ્યૂહરચનાઓ
જો બે શબ્દો કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ કરે છે, તો તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, આ વ્યૂહરચનાઓને ધ્યાનમાં લો.
૧. તે શબ્દોમાંથી એક જ શબ્દનો અથવા શબ્દસમૂહનો અનુવાદ કરો.
૨. જો તે બે શબ્દોનો ઉપયોગ અર્થને વધુ સારો બનાવવા થાય છે, તે શબ્દોમાંથી અથવા શબ્દસમૂહમાંથી એકનું અનુવાદ કરો અને એક શબ્દ ઉમેરો જે તેને વધુ સાર્થક કરે જેમ કે “ખૂબ જ” અથવા “મહાન” અથવા “ઘણાં.”
૩. જો તે બે શબ્દોનો ઉપયોગ અર્થને વધુ સારો બનાવવા અથવા અર્થ પર ભાર મૂકવા થાય છે, તમારી ભાષાના માર્ગોમાંથી કોઈ માર્ગ પસંદ કરો.
### અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ
૧. તે શબ્દોમાંથી એક જ શબ્દનો અનુવાદ કરો.
* તમે **જૂઠા** અને **છેતરામણાણી** શબ્દો તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે (દાનિયેલ ૨:૯ યુ.એલ.ટી.)
* “તમે **જૂઠી** વાતો કહેવાની તૈયારી કરી રાખી છે.”
૨. જો તે બે શબ્દોનો ઉપયોગ અર્થને વધુ સારો બનાવવા થાય છે, તે શબ્દોમાંથી એકનું અનુવાદ કરો અને એક શબ્દ ઉમેરો જે તેને વધુ સાર્થક કરે જેમ કે “ખૂબ જ” અથવા “મહાન” અથવા “ઘણાં.”
* તેમના રાજ્યમાં એક પ્રજાના લોકો બીજી પ્રજાઓના લોકો વચ્ચે **વિખેરાયેલા** અને **પ્રસરેલા** છે. (એસ્થર ૩:૮ યુ.એલ.ટી.)
* “તેમના રાજ્યમાં એક પ્રજા **ખૂબ પ્રસરેલી હતી.**
૩. જો તે બે શબ્દોનો ઉપયોગ અર્થને વધુ સારો બનાવવા અથવા અર્થ પર ભાર મૂકવા થાય છે, તમારી ભાષાના માર્ગોમાંથી કોઈ માર્ગ પસંદ કરો.
* ઘેટાંના જેવા **નિષ્કલંક** અને **નિર્દોષ**… (૧ પિતર ૧:૧૯ યુ.એલ.ટી.)                                                                                                                                                             અંગ્રેજી અહીં “કોઈપણ” અને “બધા પણ” ભાર મૂકી શકે છે.                                                                                                                                                                        “…ઘેટાંના જેવા **કોઈપણ કલંક વિનાના**…”