gu_ta/translate/writing-proverbs/01.md

11 KiB

વર્ણન

નીતિવચનો ટૂંકી કહેવતો છે જે ડહાપણભરેલી સલાહ આપે છે અથવા જીવનમાં સાધારણ રીતે સત્ય હોય એવો કોઈ બોધ આપે છે. લોકો નીતિવચનોનો આનંદ લે છે કેમ કે તેઓ થોડા શબ્દોમાં પુષ્કળ ડહાપણ આપે છે. બાઈબલમાં લેખિત નીતિવચનો અમુકવાર રૂપક અને અનુરૂપાલંકારનો ઉપયોગ કરે છે. નીતિવચનોને સંપૂર્ણ અને અવિકારી નિયમો તરીકેની ગણતરી કરવી જોઈએ નહિ. તેને બદલે, નીતિવચનો વ્યક્તિને તેનું જીવન કઈ રીતે જીવવું તેના વિષે જનસાધારણ સલાહ આપે છે.

નફરત ઝગડા ઉભા કરે છે, પરંતુ પ્રેમ સઘળાં અપરાધોને ઢાંકી દે છે. (નીતિવચનો ૧૦:૧૨ ULT)

નીતિવચનોનાં પુસ્તકમાંથી અહીં બીજો એક દાખલો આપવામાં આવ્યો છે.

હે આળસુ વ્યક્તિ, તું કીડીની તરફ જો, તેના માર્ગો વિષે વિચાર કર, અને જ્ઞાની થા. તેનો કોઈ નાયક, મુકાદ્દમ કે હાકેમ હોતો નથી, તેમ છતાં ઉનાળામાં તે તેના ખોરાકનો સંગ્રહ કરી લે છે, અને કાપણીની મોસમમાં તે પોતાનો ખોરાક ભરી રાખે છે. (નીતિવચનો ૬:૬-૮ ULT)

આ અનુવાદની એક સમસ્યા થઇ શકે તેનું કારણ

નીતિવચનો કહેવાનો દરેક ભાષા પાસે તેની પોતાની એક રીત હોય છે. બાઈબલમાં ઘણા નીતિવચનો છે. તમારી ભાષામાં લોકો જે રીતે નીતિવચનો બોલે છે તે જ રીતે તેઓનો અનુવાદ કરવામાં આવે તે જરૂરનું છે કે જેથી લોકો તેઓને નીતિવચનો તરીકે ઓળખી શકે અને તેઓ જે બોધ આપે છે તેને કળી શકે.

બાઈબલમાંથી દાખલાઓ

ભલું નામ પુષ્કળ ધન કરતાં વધારે પસંદ કરવા યોગ્ય છે,
અને રહેમનજર ચાંદી અને સોના કરતા વધારે ઉત્તમ છે. (નીતિવચનો ૨૨:૧ ULT)

તેનો અર્થ એવો થાય છે કે પુષ્કળ પૈસા હોય તેના કરતા એક ભલા વ્યક્તિ થવામાં અને એક સારી શાખ હોવામાં વધારે ભલાઈ છે.

જેમ દાંતને સરકો, અને આંખોને ધુમાડો હેરાન કરે છે,
તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને હેરાન કરે છે. (નીતિવચનો ૧૦:૨૬ ULT)

તેનો અર્થ એવો થાય છે કે એક આળસુ માણસ તેને કોઈ કામ કરવા માટે મોકલનાર વ્યક્તિને હેરાન કરી મૂકે છે.

જેઓ પાસે સત્યનિષ્ઠા છે તેઓના માર્ગનું રક્ષણ યહોવા કરે છે,
પરંતુ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે. (નીતિવચનો ૧૦:૨૯ ULT)

તેનો અર્થ એવો થાય છે કે જે ખરું છે તે કરનાર લોકોનું રક્ષણ યહોવા કરે છે, પરંતુ જેઓ દુષ્ટ છે તેઓનો તે નાશ કરે છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

તમારી ભાષામાં જો એક નીતિવચનને આબેહૂબ અનુવાદ કરવાથી તે સ્વાભાવિક લાગે અને તે ખરો ભાવાર્થ આપતું હોય તો, તે પ્રમાણે કરો. પણ જો તેમ નથી, તો અહીં કેટલાંક વિકલ્પો આપ્યા છે:

(૧) તમારી ભાષામાં લોકો નીતિવચનો કઈ રીતે કહે છે તે શોધી કાઢો, અને તેઓમાંથી એક રીતનો ઉપયોગ કરો.
(૨) જો તમારી ભાષાના લોકજૂથમાં ઘણા લોકો નીતિવચનમાં આવનાર અમુક પદાર્થોના નામો વિષે અજાણ હોય તો, તમારા લોકો જેની જાણકારી રાખતા હોય એવા શબ્દનો તેના સ્થાને ઉપયોગ કરવા અને તમારી ભાષામાં એ જ રીતે તેનો ઉપયોગ કરવા વિષે વિચાર કરો.
(૩) બાઈબલમાં જે નીતિવચન છે જેનો બોધ તમારી ભાષામાં જે નીતિવચન છે તેની સાથે મળતું આવતું હોય તો તેને સ્થાને તેનો ઉપયોગ કરો.
(૪) એક સરખો બોધ આપો પરંતુ નીતિવચનનાં રૂપમાં નહિ.

અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણનાં દાખલાઓ

(૧) તમારી ભાષામાં લોકો નીતિવચનો કઈ રીતે કહે છે તે શોધી કાઢો, અને તેઓમાંથી એક રીતનો ઉપયોગ કરો.

ભલું નામ પુષ્કળ ધન કરતાં વધારે પસંદ કરવા યોગ્ય છે,
અને રહેમનજર ચાંદી અને સોના કરતા વધારે ઉત્તમ છે. (નીતિવચનો ૨૨:૧ ULT)

અહીં કેટલાંક વિચારો રજુ કરવામાં આવ્યા છે જેઓનો ઉપયોગ લોકો તેઓની ભાષામાં નીતિવચનને બોલવા માટે કરે.

પુષ્કળ સંપત્તિ હોય તેના કરતાં એક ભલું નામ હોય તે વધારે સારું છે,
અને ચાંદી અને સોનું હોય તેના કરતાં લોકોની તરફેણ હોય તે વધારે સારું છે.

બુધ્ધિશાળી લોકો સંપત્તિનાં સ્થાને સારાં નામની પસંદગી કરે છે,
અને ચાંદી અને સોના કરતા કૃપાદ્રષ્ટિની પસંદગી કરે છે.

પુષ્કળ સંપત્તિ રાખવા કરતા એક સારી શાખ રાખવાનાં પ્રયાસ કર.

શું સંપત્તિ ખરે મદદ કરશે તને ?
હું તો સારી શાખ પસંદ કરીશ.

(૨) જો તમારી ભાષાના લોકજૂથમાં ઘણા લોકો નીતિવચનમાં આવનાર અમુક પદાર્થોના નામો વિષે અજાણ હોય તો, તમારા લોકો જેની જાણકારી રાખતા હોય એવા શબ્દનો તેના સ્થાને ઉપયોગ કરવા અને તમારી ભાષામાં એ જ રીતે તેનો ઉપયોગ કરવા વિષે વિચાર કરો.

જેમ ઉનાળામાં હિમ, કે ફસલમાં વરસાદ,
તેમ મૂર્ખ માનને લાયક નથી. (નીતિવચનો ૨૬:૧ ULT)

ગરમ ઋતુએ એક ઠંડો પવન ફૂંકાય અથવા ફસલનાં સમયે વરસાદ પડે તે બાબત પ્રાકૃતિક નથી;
અને એક મૂર્ખ વ્યક્તિને માન આપવું પ્રાકૃતિક નથી.

(૩) બાઈબલમાં જે નીતિવચન છે જેનો બોધ તમારી ભાષામાં જે નીતિવચન છે તેની સાથે મળતું આવતું હોય તો તેને સ્થાને તેનો ઉપયોગ કરો.

આવતી કાલ વિષે ફૂલાશ ન માર,
કેમ કે એક દિવસમાં શું થઇ જશે તે તું જાણતો નથી. (નીતિવચનો ૨૭:૧અ ULT)

ઈંડામાંથી આવે તેના અગાઉ મરઘીઓની ગણતરી કરવા ન બેસ.

(૪) એક સરખો બોધ આપો પરંતુ નીતિવચનનાં રૂપમાં નહિ.

એક એવી પેઢી છે કે પોતાના પિતાને શાપ આપે છે
અને પોતાની માતાને આશીર્વાદ દેતી નથી.
એક એવી પેઢી છે જે પોતાની દ્રષ્ટિમાં પોતાને પવિત્ર ગણે છે,
પરંતુ તોપણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી. (નીતિવચનો ૩૦: ૧૧-૧૨ ULT)

જે લોકો તેઓના માતાપિતાનું સન્માન કરતા નથી તેઓ માને છે કે તેઓ ન્યાયી છે,
અને તેઓ તેઓના પાપથી ફરતા નથી.