gu_ta/translate/writing-participants/01.md

15 KiB
Raw Permalink Blame History

વર્ણન

પ્રથમવાર જ્યારે લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ વાર્તામાં કરવામાં આવે ત્યારે તેઓ નવા પાત્રો છે. ત્યાર પછી, જયારે પણ તેઓનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેઓ જૂના પાત્રોછે.

હવે ફરોશીઓમાંનો એક માણસ હતો જેનું નામ નિકોદેમસ હતું...આ માણસ રાત્રે ઈસુની પાસે આવ્યો... ઈસુએ ઉત્તર આપીને તેને કહ્યું... (યોહાન ૩:૧, ૨અ, ૩અ )

પ્રથમ ઘાટા અક્ષરોનો શબ્દસમૂહ નિકોદેમસનો એક નવા પાત્ર તરીકે પરિચય આપે છે. એકવાર તેનો પરિચય મળ્યા બાદ, હવે જ્યારે તે જૂનું પાત્ર થઇ ગયો છે ત્યારે તેનો “આ માણસ” અને “તેને” તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.

આ અનુવાદની એક સમસ્યા થઇ શકે તેનું કારણ

તમારા અનુવાદને સ્પષ્ટ અને સ્વાભાવિક રાખવા માટે, પાત્રોનો ઉલ્લેખ એવી રીતે કરવાની જરૂરત છે કે જેથી લોકો જાણી જાય કે તે પાત્રો નવા છે અથવા તેઓએ જેઓના વિષે વાચ્યું છે તે પાત્રો તેઓ છે. આ કામ અલગ અલગ ભાષાઓમાં વિવિધ રીતોથી કરવામાં આવે છે. સ્ત્રોત ભાષા જે પ્રમાણે કરે છે તે મુજબ તમારે કરવાની જરૂરત નથી, પરંતુ જે મુજબ તમારી પોતાની ભાષામાં કરવામાં આવે છે તે મુજબ કરવાનું છે.

બાઈબલમાંથી દાખલાઓ

નવા પાત્રો

મોટેભાગે સૌથી મહત્વના નવા પાત્રનો પરિચય એક શબ્દસમૂહ વડે આપવામાં આવે છે જે જણાવે છે કે તે અસ્તિત્વમાં હતો, જેમ કે નીચેના દાખલામાં જણાવ્યા મુજબ, “એક માણસ હતો.” “હતો” શબ્દપ્રયોગ આપણને જણાવે છે કે આ માણસ હયાત હતો. “એક માણસ”માંનો “એક” શબ્દ આપણને જણાવે છે કે લેખક પહેલીવાર તેના વિષે બોલી રહ્યો છે. બાકીનું વાક્ય આ માણસ ક્યાંથી હતો, કોના પરિવારમાંથી હતો, અને તેનું નામ શું હતું તે વિષે જણાવે છે.

હવે સોરાહમાંથી એક માણસ હતો, જે દાનનાં કુટુંબનો હતો, અને તેનું નામ માનોઆહ હતું. (ન્યાયાધીશો ૧૩:૨અ ULT)

એક નવું પાત્ર જે સૌથી મહત્વનું પાત્ર નથી તેને મોટેભાગે અગાઉથી જેનો પરિચય આપી દેવામાં આવ્યો હોય એવા સૌથી મહત્વના પાત્રની સાથે સંકળાવીને પરિચય આપી દેવામાં આવે છે. નીચે આપવામાં આવેલ દાખલામાં, માનોઆહની પત્નીને માત્ર “તેની પત્ની” તરીકેનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. આ શબ્દસમૂહ તેની સાથેનો તેણીનો સંબંધ દર્શાવે છે.

હવે સોરાહમાંથી એક માણસ હતો, જે દાનનાં કુટુંબનો હતો, અને તેનું નામ માનોઆહ હતું. તેની પત્ની વાંઝણી હતી અને તેને પેટે હજી સુધી કોઈ સંતાન થયું નહોતું. (ન્યાયાધીશો ૧૩:૨ ULT)

અમુકવાર એક નવા પાત્રનો પરિચય માત્ર નામ વડે આપી દેવામાં આવે છે કેમ કે લેખક અનુમાન કરી લે છે કે વાંચકો જાણે છે કે તે વ્યક્તિ કોણ છે. ૧ રાજાનાં પુસ્તકના પહેલી કલમમાં લેખક અનુમાન લગાવે છે કે તેના વાંચકો જાણે છે કે રાજા દાઉદ કોણ છે, તેથી તે કોણ છે તે વિષે ખુલાસો આપવાની આવશ્યકતા રહેતી નથી.

હવે દાઉદ રાજા વૃધ્ધ તથા પાકી ઉમરનો થયો હતો; તેઓએ તેને લૂગડાં ઓઢાડયા, પણ તેને ગરમી આવી નહિ. (૧ રાજા ૧:૧ ULT)

જૂના પાત્રો

કોઈ વ્યક્તિનો અગાઉથી વાર્તામાં ઉલ્લેખ કરી દેવાયો હોય તો ત્યારબાદ તેને એક સર્વનામથી ઉલ્લેખ કરવામાં આવી શકે. નીચે આપવામાં આવેલ દાખલામાં, માનોઆહને “તેની” સર્વનામ વડે અને તેની પત્નીને “તેણી” સર્વનામ વડે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેની પત્ની વાંઝણી હતી અને તેણીએ કોઈ સંતાનને જન્મ આપ્યો નહોતો. (ન્યાયાધીશો ૧૩:૨ ULT)

વાર્તામાં શું થઇ રહ્યું છે તેના આધારે, જૂના પાત્રોને બીજી રીતોથી પણ ઉલ્લેખવામાં આવી શકે. નીચે આપવામાં આવેલ દાખલામાં, વાર્તા સંતાનને જન્મ આપવા વિષે છે, અને માનોઆહની પત્નીનો ઉલ્લેખ નામ શબ્દસમૂહ “પત્ની” વડે કરવામાં આવ્યો છે.

યહોવાનો દૂત તેની પત્નીનેપ્રગટ થયો અને તેણે તેણીને કહ્યું... (ન્યાયાધીશો ૧૩:૩અ ULT)

જો લાંબો વખત સુધી જૂના પાત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો ના હોય, અથવા પાત્રો વચ્ચે ગુંચવણ ઊભી થતી હોય એવા સંજોગોમાં લેખક ફરીવાર પાત્રનાં નામનો ઉલ્લેખ કરી શકે છે. નીચે આપવામાં આવેલ દાખલામાં, માનોઆહને તેના નામથી ઉલ્લેખ કરાયો છે, જેનો પાછલી બે કલમોમાં લેખકે ઉપયોગ કર્યો નહોતો.

ત્યાર બાદ માનોઆહે યહોવાને પ્રાર્થના કરી. (ન્યાયાધીશો ૧૩:૮અ ULT)

કેટલીક ભાષાઓ ક્રિયાપદ પર પ્રત્યયનો ઉપયોગ કરે છે જે કર્તા વિષે કશુંક જણાવે છે. એવી કેટલીક ભાષાઓમાં, જૂના પાત્રો વાક્યના કર્તા હોય ત્યારે લોકો હંમેશા નામયોગી શબ્દસમૂહો કે સર્વનામોનો ઉપયોગ કરતા નથી. ક્રિયાપદ પરની નિશાની કર્તા કોણ છે તે સમજવા વિષેની પૂરતી માહિતી વાંચકોને આપી દે છે. (જુઓ [ક્રિયાપદો] (../figs-verbs/01.md).)

અનુવાદની વ્યૂહરચનાઓ

(૧) જો પાત્ર નવું છે તો નવા પાત્રોનો પરિચય આપવા માટે તમારી ભાષાની રીતોમાંથી એકનો ઉપયોગ કરો.
(૨) સર્વનામ કોનો ઉલ્લેખ કરી રહ્યો છે તે જો સ્પષ્ટ ના હોય તો નામયોગી શબ્દસમૂહ કે નામનો જ ઉપયોગ કરો.
(૩) જો એક જૂના પાત્રનો ઉલ્લેખ નામથી કે એક નામયોગી શબ્દસમૂહ વડે કરવામાં આવ્યો હોય, અને લોકો મૂંઝાતા હોય કે કદાચ આ બીજું નવું પાત્ર છે, તો તેને બદલે એક સર્વનામનો ઉપયોગ કરવાની કોશિષ કરો. જો સર્વનામની જરૂરત ના પડે કેમ કે સંદર્ભમાંથી લોકો તેને સ્પષ્ટતાથી સમજી જતા હોય તો સર્વનામને છોડી દો.

અનુવાદની વ્યૂહરચનાઓનાં લાગુકરણનાં દાખલાઓ

(૧) જો પાત્ર નવું છે તો નવા પાત્રોનો પરિચય આપવા માટે તમારી ભાષાની રીતોમાંથી એકનો ઉપયોગ કરો.

પછી યૂસફ કરીને એક લેવી હતો, તે સૈપ્રસનો વતની હતો, એની અટક પ્રેરિતોએ બાર્નાબાસ (એટલે સુબોધનો દીકરો ) પાડી હતી... (પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૬-૩૭ ULT) યૂસફનો હજી સુધી પરિચય આપવામાં આવ્યો નહોતો અને વાક્યની શરૂઆત તેના નામથી કરવામાં આવે તો અમુક ભાષાઓમાં તે મૂંઝવણ ઊભી કરી શકે છે.

સૈપ્રસનો એક માણસ હતો જે એક લેવી હતો. તેનું નામ યૂસફ હતું, અને પ્રેરિતોએ તેનું નામ બાર્નાબાસ (એટલે કે, તેનો તરજુમો કરીએ તો, સુબોધનો દીકરો) રાખ્યું હતું. સૈપ્રસનો એક લેવી હતો જેનું નામ યૂસફ હતું. પ્રેરિતોએ તેનું નામ બાર્નાબાસ રાખ્યું હતું, જેનો અર્થ સુબોધનો દીકરો થાય છે.

(૨) સર્વનામ કોનો ઉલ્લેખ કરી રહ્યો છે તે જો સ્પષ્ટ ના હોય તો નામયોગી શબ્દસમૂહ કે નામનો જ ઉપયોગ કરો.

અને એવું થયું કે તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો, અને તે કરી રહ્યા પછી, તેના શિષ્યોમાંથી એક શિષ્યે તેને કહ્યું, “પ્રભુ, જે રીતે યોહાને તેના શિષ્યોને શીખવ્યું હતું તે મુજબ અમને પણ પ્રાર્થના કરતા શીખવો.” (લૂક ૧૧:૧ ULT) અધ્યાયની આ પ્રથમ કલમ હોવાને લીધે, વાંચકો કદાચ વિચારમાં પડી જાય કે “તે” કોનો ઉલ્લેખ કરે છે.

કોઈ એક ઠેકાણે જ્યારે ઇસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેના શિષ્યોમાંથી એક શિષ્યે કહ્યું, “પ્રભુ, જે રીતે યોહાને તેના શિષ્યોને શીખવ્યું હતું તે મુજબ અમને પણ પ્રાર્થના કરતા શીખવો.”

(૩) જો એક જૂના પાત્રનો ઉલ્લેખ નામથી કે એક નામયોગી શબ્દસમૂહ વડે કરવામાં આવ્યો હોય, અને લોકો મૂંઝાતા હોય કે કદાચ આ બીજું નવું પાત્ર છે, તો તેને બદલે એક સર્વનામનો ઉપયોગ કરવાની કોશિષ કરો. જો સર્વનામની જરૂરત ના પડે કેમ કે સંદર્ભમાંથી લોકો તેને સ્પષ્ટતાથી સમજી જતા હોય તો સર્વનામને છોડી દો.

અને યૂસફ્ના શેઠે તેને પકડયો, ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા, તે કેદખાનામાં તેણે તેને નાખ્યો, અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. (ઉત્પત્તિ ૩૯:૨૦) આ વાર્તામાં યૂસફ મુખ્ય પાત્ર હોવાને લીધે અમુક ભાષાઓ સર્વનામની પસંદગી કરી શકે.

અને યૂસફ્ના શેઠે તેને પકડયો, ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા, તે કેદખાનામાં તેણે તેને નાખ્યો, અને તે ત્યાં કેદખાનામાં રહ્યો.