gu_ta/translate/writing-background/01.md

80 lines
18 KiB
Markdown

### વર્ણન
જયારે લોકો વાર્તા જણાવે ત્યારે તેઓ સામાન્ય રીતે ઘટનાઓનાં ક્રમાનુસાર જણાવતા હોય છે. ઘટનાઓની આ હારમાળા વાર્તાનાં પ્રવાહને તૈયાર કરે છે. વાર્તાનો પ્રવાહ ક્રિયાપદોનાં પગલાથી ભરપૂર હોય છે જે સમયના વહેણની સાથે વાર્તાને આગળ લઇ જાય છે. પરંતુ અમુકવાર લેખક વાર્તાનાં પ્રવાહને રોકી દે છે અને વાર્તાને હજુ વધારે સારી રીતે સમજવામાં સહાય આપવા માટે શ્રોતાઓને કેટલીક માહિતી પૂરી પાડે છે. આ પ્રકારની માહિતી પૂર્વભૂમિકાની માહિતી કહેવાય છે. તેણે જે વાતો અગાઉ જણાવી દીધી છે તેના અગાઉ બનેલી ઘટનાઓ વિષે પૂર્વભૂમિકાની માહિતી હોય શકે અથવા વાર્તામાંની કોઈ બાબતનો તે ખુલાસો કરતી માહિતી હોય શકે અથવા તે કોઈ એવી માહિતી હોય શકે જે વાર્તામાં હવે પછી થનાર છે.
**દાખલો** - નીચે આપવામાં આવેલ વાર્તામાં ઘાટા અક્ષરોનાં બધા શબ્દસમૂહો પૂર્વભૂમિકાની માહિતીને દર્શાવે છે.
પિતર અને જહોન શિકાર કરવા માટે બહાર નીકળ્યા કેમ કે **તેઓના ગામમાં આગલા દિવસે એક મિજબાની થનાર હતી.** **ગામમાં સૌથી પાવરધો શિકારી પિતર હતો.** **તેણે એકવાર એક જ દિવસે ત્રણ જંગલી ભૂંડોનો શિકાર કર્યો હતો !** તેઓ ઘણો લાંબો વખત સુધી ઝાડીઓમાં ભટક્યા અને પછી તેઓએ એક જંગલી ભૂંડનો અવાજ સાંભળ્યો. ભૂંડ નાઠું ખરું પરંતુ તેઓએ કોઈક રીતે તેને વીંધ્યો અને તેને મારી નાખ્યો. પછી **તેઓ જે દોરડાં લાવ્યા હતા** તેનાથી તેઓએ તેને તેના પગોને બાંધ્યો અને તેઓ તેને લાકડાં પર ટીંગાળીને ઘરે લાવ્યા. જ્યારે તેઓ તેને ગામમાં લઈને આવ્યા ત્યારે પિતરનાં પિતરાઈ ભાઈએ ઓળખી કાઢયું કે તે તો તેનું પોતાનું ભૂંડ હતું. પિતરે ભૂલથી તેના પિતરાઈ ભાઈના ભૂંડને મારી નાખ્યું હતું.
પૂર્વભૂમિકાની માહિતી ઘણીવાર પહેલા જે ઘટના થઇ ચૂકી હોય તેના વિષે માહિતી આપે છે અથવા હવે પછી થનારી ઘટના વિષે પણ માહિતી આપે છે. તેઓના દાખલાઓ અહીં છે: “તેઓના ગામમાં આગલા દિવસે એક મિજબાની થનાર હતી,” “તેણે એકવાર એક જ દિવસે ત્રણ જંગલી ભૂંડોનો શિકાર કર્યો હતો”, “તેઓ જે દોરડાં લાવ્યા હતા.”
પૂર્વભૂમિકાની માહિતી કેટલીકવાર કાર્યશીલ ક્રિયાપદોનો ઉપયોગ કરવાને બદલે “સહાયક” ક્રિયાપદોનો ઉપયોગ કરે છે જેમ કે “હતો” અને “હતા.” તેઓના દાખલાઓ આ મુજબ છે: “તેઓના ગામમાં આગલા દિવસે એક મિજબાની થનાર હતી,” અને “પિતર” ગામમાં સૌથી પાવરધો શિકારી **હતો.**
પૂર્વભૂમિકાની માહિતીને એવા શબ્દો વડે ચિન્હિત પણ કરવામાં આવી શકે જે વાંચકને જણાવે છે કે આ માહિતી વાર્તાનાં પ્રવાહનો ભાગ નથી. આ વાર્તામાં, તેઓમાંનાં થોડાંક શબ્દો “કેમ કે”, “એકવાર”, અને “હતા” છે.
#### લેખક પૂર્વભૂમિકાની માહિતીનો ઉપયોગ:
* તેઓના શ્રોતાઓને વાર્તામાં રુચી લાવવા માટે કરતા હોય છે
* તેઓના શ્રોતાઓને વાર્તામાંની કોઈ બાબતને સમજવામાં સહાય કરવા માટે
* તેઓના શ્રોતાઓને વાર્તામાંની કોઈ બાબત કેમ મહત્વની છે તેની સમજણ આપવામાં સહાય કરવા માટે
* વાર્તાની રચનાશૈલીને જણાવવા
> *રચનાશૈલીમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
> *વાર્તાનું ઘટનાસ્થળ
> * વાર્તાનો સમયગાળો
> * વાર્તાના આરંભે કોણ ઉપસ્થિત છે
> * વાર્તાનાં આરંભે શું થાય છે
#### આ અનુવાદની સમસ્યા થઇ શકે તેનું કારણ
* પૂર્વભૂમિકાની માહિતીને અને વાર્તાના પ્રવાહને ચિન્હિત કરવા માટે ભાષાઓ મુજબ વિવિધ રીતો છે.
* બાઈબલમાં જણાવેલ ઘટનાક્રમને તમારે (અનુવાદકે) જાણવાની જરૂરત છે, એટલે કે કઈ માહિતી પૂર્વભૂમિકાની માહિતી છે, અને કઈ વાર્તાનાં પ્રવાહની માહિતી છે.
* વાર્તાને તમારે એવી રીતે અનુવાદ કરવાની જરૂરત પડશે કે જે પૂર્વ ભૂમિકાની માહિતીને એવી રીતે રજુ કરશે કે તમારા પોતાના વાંચકો ઘટનાક્રમોને સમજી શકે કે કઈ માહિતી પૂર્વ ભૂમિકાની માહિતી છે, અને કઈ વાર્તાનાં પ્રવાહની માહિતી છે.
### બાઈબલમાંથી દાખલાઓ
> અને હાગારને ઇબ્રામથી એક દીકરો થયો; અને ઇબ્રામે હાગારને પેટે થયેલા પોતાના દીકરાનું નામ ઈશ્માએલ પાડયું. અને ઇબ્રામથી હાગારને પેટે ઈશ્માએલ જન્મ્યો, ત્યારે ઇબ્રામ **૮૬ વર્ષનો હતો.** (ઉત્પત્તિ ૧૬:૧૫-૧૬ ULT)
પ્રથમ વાક્ય બે ઘટનાઓ વિષે જણાવે છે. હાગારે જન્મ આપ્યો અને ઈબ્રાહિમે તેના દીકરાને નામ આપ્યું. બીજું વાક્ય જ્યારે આ ઘટનાઓ થઇ ત્યારે ઇબ્રામ કેટલા વર્ષનો હતો તે વિષે પૂર્વ ભૂમિકાની માહિતી આપે છે.
> અને ઇસુ પોતે બોધ કરવા લાગ્યો ત્યારે, તે **આશરે ત્રીસ વર્ષનો હતો,** અને (ધાર્યા પ્રમાણે) તે યૂસફનો દીકરો હતો, જે હેલીનો **દીકરો હતો.** (લૂક ૩:૨૩ ULT)
>
> અને ઇસુ પોતે લગભગ ૩૦ વર્ષની ઉંમરની શરૂઆત કરી રહ્યો હતો. તે (ધારણા કરવામાં આવે છે તેમ) હેલીના દીકરા યૂસફનો દીકરો હતો.
આ વાક્ય પહેલાની કલમો ઈસુએ ક્યારે બાપ્તિસ્મા લીધું તે વિષે જણાવે છે. આ વાક્ય ઈસુની ઉંમર અને તેમના પૂર્વજો અંગેની પૂર્વ ભૂમિકાની માહિતી પૂરી પાડે છે. અધ્યાય ૪ માં વાર્તાનો આગલો ભાગ શરૂ થાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઇસુ અરણ્યમાં જાય છે.
> પછી **એક વિશ્રામવારને દિવસે** તે **ખેતરમાં થઈને જતો હતો;** ત્યારે તેના **શિષ્યો કણસલાં તોડતા હતા,** અને હાથે મસળીને ખાતા હતા. પણ ફરોશીઓમાંના કેટલાંકે પૂછયું... (લૂક ૬:૧-૨અ ULT)
આ કલમો વાર્તાની રચનાને જણાવે છે. ઘટનાઓ વિશ્રામવારના દિવસે થઇ હતી. ઇસુ, તેમના શિષ્યો, અને કેટલાક ફરોશીઓ ત્યાં હતા, અને ઈસુના શિષ્યો કણસલાં તોડીને તેઓને ખાતાં હતા. “પણ ફરોશીઓમાંના કેટલાંકે પૂછયું...” શબ્દસમૂહથી વાર્તાનો મુખ્ય ઘટનાક્રમ શરૂ થાય છે.
### અનુવાદની વ્યૂહરચનાઓ
અનુવાદને સ્પષ્ટ અને સ્વાભાવિક રાખવા માટે તમારી ભાષામાં લોકો કઈ રીતે વાર્તાઓ જણાવે છે તેનો અભ્યાસ કરવાની તમારે જરૂરત પડશે. પૂર્વ ભૂમિકાની માહિતીને તમારી ભાષા કઈ રીતે સૂચવે છે તેનું નિરીક્ષણ કરો. તેનો અભ્યાસ કરવા માટે તમારે કેટલીક વાર્તાઓનું લખાણ કરવાની આવશ્યકતા ઊભી થશે. પૂર્વ ભૂમિકાની માહિતી માટે કયા પ્રકારના ક્રિયાપદોનો તમારી ભાષા ઉપયોગ કરે છે તેનું નિરીક્ષણ કરો અને કયા પ્રકારના શબ્દો અથવા અન્ય નિશાનીઓ સૂચવે છે કે કઈ બાબત પૂર્વ ભૂમિકાની માહિતી છે તેનું પણ નિરીક્ષણ કરો. એ મુજબ જ તમે અનુવાદ કરો તે સમયે પણ કરો કે જેથી તમારો અનુવાદ સ્પષ્ટ અને પ્રાકૃતિક રહે અને લોકો તેને સરળતાથી સમજી શકે.
(૧) અમુક માહિતી પૂર્વ ભૂમિકાની માહિતી છે તેને દર્શાવવા માટેની તમારા ભાષાની રીતોનો ઉપયોગ કરો. <br>
(૨) માહિતીનાં ઘટનાક્રમને ગોઠવો કે જેથી શરૂઆતની ઘટનાઓનો ઉલ્લેખ પહેલા કરવામાં આવે. (જયારે પૂર્વ ભૂમિકાની માહિતી ઘણી લાંબી હોય ત્યારે આ પ્રકારે કરવું હંમેશા શક્ય હોતું નથી.)
### અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણનાં દાખલાઓ
(૧) અમુક માહિતી પૂર્વ ભૂમિકાની માહિતી છે તેને દર્શાવવા માટેની તમારા ભાષાની રીતોનો ઉપયોગ કરો. નીચે આપવામાં આવેલ દાખલાઓ ULT નાં અંગ્રેજી અનુવાદોમાં તે કાર્ય કઈ રીતે કરવામાં આવ્યું તેને દર્શાવે છે.
> **અને** ઇસુ પોતે બોધ કરવા લાગ્યો ત્યારે, તે આશરે ત્રીસ વર્ષનો **હતો,** અને (ધાર્યા પ્રમાણે) તે યૂસફનો દીકરો **હતો**, જે હેલીનો દીકરો હતો. (લૂક ૩:૨૩ ULT)
વાર્તામાં થોડું બદલાણ આવ્યું છે તે દર્શાવવા માટે અંગ્રેજી “અને” શબ્દનો ઉપયોગ કરે છે. “હતો” ક્રિયાપદ દર્શાવે છે કે તે પૂર્વ ભૂમિકાની માહિતી છે.
> તેથી, તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી. પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદીયાને લીધે, **તથા** **જે ભૂંડા કામ તેણે કર્યા હતાં તે બધાંને લીધે યોહાને ઠપકો દીધો હતો;** તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો. (લૂક ૩:૧૮-૨૦ ULT)
ઘાટા શબ્દસમૂહો યોહાને ઠપકો આપ્યો તેના અગાઉ થયેલ ઘટના હતી. અંગ્રેજીમાં, સહાયક ક્રિયાપદો “હતો” અને “દીધો હતો” દર્શાવે છે કે યોહાને તેને ઠપકો આપ્યો તેના અગાઉ હેરોદે તે કામો કર્યા હતા.
(૨) માહિતીનાં ઘટનાક્રમને ગોઠવો કે જેથી શરૂઆતની ઘટનાઓનો ઉલ્લેખ પહેલા કરવામાં આવે.
> અને હાગારને ઇબ્રામથી એક દીકરો થયો; અને ઇબ્રામે હાગારને પેટે થયેલા પોતાના દીકરાનું નામ ઈશ્માએલ પાડયું. **અને ઇબ્રામથી હાગારને પેટે ઈશ્માએલ જન્મ્યો, ત્યારે ઇબ્રામ ૮૬ વર્ષનો હતો.** (ઉત્પત્તિ ૧૬:૧૫-૧૬ ULT)
>
>> “**જયારે ઇબ્રામ ૮૬ વર્ષનો હતો ત્યારે** હાગારે તેના દીકરાને જન્મ આપ્યો, અને ઇબ્રામે તેના દીકરાનું નામ ઈશ્માએલ રાખ્યું.”
> તેથી, તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી. પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદીયાને લીધે, **તથા** **જે ભૂંડા કામ તેણે કર્યા હતાં તે બધાંને લીધે યોહાને ઠપકો દીધો હતો;** તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો. (લૂક ૩:૧૮-૨૦ ULT)
નીચે આપવામાં આવેલ અનુવાદ યોહાનનાં ઠપકા અને હેરોદનાં કામોનો ઘટનાક્રમ બદલીને કરવામાં આવ્યો છે.
>> “હવે હેરોદે તેના ભાઈની પત્ની, હેરોદીયાને રાખી, અને તેણે બીજા ઘણા ભૂંડા કામો કર્યાં, તેથી યોહાને તેને ઠપકો આપ્યો. પરંતુ ત્યારબાદ હેરોદે બીજું એક દુષ્કૃત્ય કર્યું. તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો.”