gu_ta/translate/translate-kinship/01.md

75 lines
13 KiB
Markdown

### વર્ણન
સગાસંબંધ શબ્દપ્રયોગો પારિવારિક સંબંધોમાં એકબીજા સાથે જોડાયેલા હોય એવા લોકોનું વર્ણન કરવા માટે વપરાતા શબ્દોનો ઉલ્લેખ કરે છે. આ શબ્દો ભાષાથી ભાષામાં તેઓની ઉપયોગીતા મુજબ મોટાપાયે બદલાતા રહેતા હોય છે. તેઓ (પશ્ચિમી) લઘુ કે એકાકી પરિવાર (પિતા-પુત્ર, પતિ-પત્ની)થી લઈને અન્ય સમાજોમાં વિશાળ ગોત્રનાં સંબંધો સુધી વિસ્તરેલાં હોય છે.
#### અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ
ભાષા મુજબ અનુવાદકોએ સગાસંબંધનાં નક્કર સંબંધની ઓળખ આપવા માટે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરવાની જરૂરત પડશે. અમુક ભાષાઓમાં ભાઈ બહેનોનાં જન્મ ક્રમ મુજબ અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવાની જરૂરત પડે. અન્ય ભાષાઓમાં, પરિવારના પક્ષ (પિતાના કે માતાના), ઉંમર, વિવાહિત સ્થિતિ, વગેરે શબ્દો ઉપયોગમાં લીધેલ શબ્દનો પ્રકાર નક્કી કરશે. બોલનાર વ્યક્તિના લિંગ મુજબ અને/અથવા જેને સંબોધન કરવામાં આવી રહ્યું છે તે પર આધાર રાખીને અલગ અલગ પ્રકારનાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવી શકે. બાઈબલમાં બે સંબંધિત લોકો વચ્ચેનાં ચોક્કસ સંબંધને જાણવા માટેની તકેદારી અનુવાદકોએ રાખવાની જરૂર છે કે જેથી નક્કર શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. બીજી એક ગૂંચવાડાભરી સમસ્યા સર્જાય શકે છે કે અનુવાદક જે ભાષામાં અનુવાદ કરી રહ્યો હોય તેમાં નક્કી કરવા માટે બાઈબલ અનુવાદકોને સંબંધ માટેની પૂરતી માહિતી ન આપતું હોય એવું બની શકે છે. આ પ્રકારના પ્રસંગમાં, ઉપલબ્ધ મર્યાદિત માહિતીનાં આધારે અનુવાદકોએ સૌથી વધારે સાધારણ શબ્દપ્રયોગનો ઉપયોગ કરવો પડશે અથવા કોઈ એક સંતોષજનક શબ્દને શોધવો પડશે.
કેટલીકવાર એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે કે જે સગાસંબંધને દર્શાવે છે ખરો પણ જરૂરી નથી કે તેઓ સગાં હોય. જેમ કે, કોઈ વૃધ્ધ વ્યક્તિ તેનાથી નાના કોઈ પુરુષ કે સ્ત્રીને “મારા દીકરા” કે “મારી દીકરી” શબ્દ બોલી શકે છે.
### બાઈબલમાંથી દાખલાઓ
> પછી યહોવાએ કાઈનને કહ્યું, “**તારો ભાઈ** હાબેલ ક્યાં છે ?” તેણે કહ્યું, “હું જાણતો નથી. શું હું **મારા ભાઈનો** રખેવાળ છું” (ઉત્પત્તિ ૪:૯ ULT)
હાબેલ કાઈનનો નાનો ભાઈ હતો.
> યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆહને સીમમાં પોતાનાં ટોળા પાસે તેડાવી, અને તેણે તેઓને કહ્યું, “હું **તમારા બાપ**નું મોં જોઉં છું કે તેની નજર પહેલાંના જેવી મારા પર નથી; પણ મારા બાપના ઈશ્વર મારી સાથે છે.” (ઉત્પત્તિ ૩૧:૪-૫ ULT)
યાકૂબ અહીં તેના સસરાનો ઉલ્લેખ કરી રહ્યો છે. અમુક ભાષાઓમાં પુરુષના સસરા માટેનો કોઈ એક વિશેષ શબ્દ હોય એવું બની શકે, તોપણ, આ પ્રસંગમાં, **તમારા બાપ**શબ્દને પકડી રાખવું વધારે સારું રહેશે કેમ કે યાકૂબ લાબાનથી પોતાનું અંતર દૂર કરવા માટે આ શબ્દ વાપરતો હોય એવું થઇ શકે.
> અને મૂસા **તેના સસરા**નાં એટલે મિધ્યાનનાં યાજક યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. (નિર્ગમન ૩:૧અ ULT)
આગલી ઘટનાથી વિપરીત, જો તમારી ભાષામાં પુરૂષનાં સસરા માટેનો કોઈ વિશેષ શબ્દ હોય તો તેનો ઉપયોગ કરવાની આ સારામાં સારી તક છે.
> અને તેનું શું થાય છે તે જોવાને **તેની બહેન** વેગળે ઊભી રહી. (નિર્ગમન ૨:૪ ULT)
પૂર્વ સંદર્ભમાંથી આપણે જાણીએ છીએ કે તે મૂસાની મોટી બહેન, મરિયમ હતી. અમુક ભાષાઓમાં તેને માટે કોઈ એક વિશેષ શબ્દનો ઉપયોગ કરવાની જરૂરત પડે. કોઈ બીજી ભાષામાં, જ્યારે નાની વયના ભાઈ કે બહેન તેના કે તેણીના બહેનને સંબોધી રહ્યા હોય અને/કે તેનો ઉલ્લેખ કરી રહ્યા હોય ત્યારે જ મોટી બહેન શબ્દ વાપરવામાં આવે છે.
> પછી તેણી અને **તેણીની પુત્રવધૂઓ**ની સાથે મોઆબ દેશમાંથી પાછી ફરવા તૈયાર થઇ. (રૂથ ૧:૬અ ULT)
રૂથ અને ઓર્પાહ નાઓમીની પુત્રવધૂઓ છે.
> ત્યારે તેણે કહ્યું, “જો, **તારી દેરાણી** પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે.” (રૂથ ૧:૧૫ ULT)
ઓર્પાહ રૂથના પતિનાં ભાઈની પત્ની હતી. તેણી રૂથના પતિની બહેન હતી એવો શબ્દપ્રયોગ જો હોય તેના કરતા અલગ આ શબ્દપ્રયોગ તમારી ભાષામાં હોય શકે.
> ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “**મારી દીકરી**, શું તું મારું સાંભળતી નથી ?” (રૂથ ૨:૮અ ULT )
બોઆઝ રૂથનો પિતા નથી; પરંતુ એક જુવાન સ્ત્રીને સંબોધવા માટેનો શબ્દ તે બોલી રહ્યો છે.
> અને જો, **તારી સગી** એલીસાબેતે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે વાંઝણી કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. (લૂક ૧:૩૬ ULT)
KJV આવૃત્તિ તેનો અનુવાદ **પિત્રાઈ** શબ્દ વાપરીને કરે છે, તોપણ તે શબ્દનો સાધારણ અર્થ સગી સ્ત્રી થાય છે.
### અનુવાદની વ્યૂહરચનાઓ
(૧) ચોક્કસ વિશેષ સંબંધને શોધી કાઢો અને તમારી ભાષા જેનો ઉપયોગ કરતી હોય એવા શબ્દનો ઉપયોગ કરીને અનુવાદ કરો.
(૨) તમારી ભાષાની માફક જો આપેલ પાઠનો હિસ્સો સંબંધને સ્પષ્ટતાથી જણાવી રહ્યો ના હોય તો કાં તો :
(અ) કોઈ એક સર્વસામાન્ય શબ્દનો ઉપયોગ કરો.
(બ) અથવા જો તમારી ભાષામાં ફરજીયાત માંગણી કરવામાં આવતી હોય તો, સૌથી નક્કર લાગતો હોય એવા કોઈ એક વિશેષ શબ્દની પસંદગી કરીને તેનો ઉપયોગ કરો.
### અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ
આ બાબત અંગ્રેજીમાં સમસ્યારૂપ નથી, તેથી નીચે આપેલ દાખલાઓ બીજી ભાષાઓનો ઉલ્લેખ કરે છે.
કોરિયામાં, ભાઈ અને બહેન માટે અનેક શબ્દપ્રયોગો છે, તેઓનો ઉપયોગ બોલનારનાં (કે ભલામણ કરનારનાં) લિંગ અને જન્મ ક્રમ પર આધાર રાખે છે. biblegateway.comમાં જોવા મળતા, કોરિયન લીવીંગ બાઈબલમાંથી અહીં દાખલાઓ આપવામાં આવ્યા છે.
> ઉત્પત્તિ ૩૦:૧ રાહેલ તેણીની “ઈયોની”પર અદેખાઈ રાખે છે, આ શબ્દ એક સ્ત્રી તેણીની મોટી બહેન માટે વાપરે છે.
>
> ઉત્પત્તિ ૩૪:૩૧ શિમીયોન અને લેવી દીનાહનો “નુઈ” તરીકે ઉલ્લેખ કરે છે જે શબ્દ બહેન માટેનો સર્વસાધારણ શબ્દ છે.
>
> ઉત્પત્તિ ૩૭:૧૬ યૂસફ તેના ભાઈઓનો “હ્યેયોંગ” તરીકે ઉલ્લેખ કરે છે જેનો એક પુરુષ પોતાનાથી મોટા ભાઈ(ભાઈઓ) માટે ઉપયોગ કરે છે.
>
> ઉત્પત્તિ ૪૫:૧૨ યૂસફ બિન્યામીન માટે “ડોંગસાયેંગ” શબ્દ વાપરે છે જેનો અર્થ સામાન્ય રીતે સગો ભાઈ, વિશેષ કરીને નાનો ભાઈ થાય છે.
રશિયન ભાષામાં, કેટલાક સંબંધોની ઓળખ થોડી અટપટી હોય છે. દાખલા તરીકે, “નેવેસ્તકા” શબ્દ ભાઈની (અથવા શાળાની) પત્ની માટે વાપરવામાં આવે છે; એ જ શબ્દનો ઉપયોગ એક સ્ત્રી તેણીની પુત્રવધૂ માટે વાપરે છે પરંતુ તે સ્ત્રીનો પતિ તે જ પુત્રવધૂને “સ્નોક્ષા” કહીને સંબોધન કરશે.
રશિયન સિનોદલ આવૃત્તિમાંથી દાખલાઓ
>ઉત્પત્તિ ૩૮:૨૫માં તામાર તેના સસરા, યહૂદાને એક સંદેશ મોકલાવે છે. અહીં જે શબ્દનો ઉપયોગ કરાયો છે તે “સ્વેકોર” છે. આ શબ્દ સ્ત્રીના પતિના પિતા માટે વપરાય છે.
>
> નિર્ગમન ૩:૧ માં મૂસા તેના સસરાનાં ઘેટાં ચરાવે છે. જે શબ્દનો ઉપયોગ થયો છે તે “ટેસ્ટ” છે. આ શબ્દ પુરુષની પત્નીનાં પિતા માટે વપરાયો છે.