gu_ta/translate/translate-bweight/01.md

60 lines
11 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

### વર્ણન
નીચેનાં શબ્દપ્રયોગો બાઈબલમાં જોવા મળતા વજનનાં સૌથી સાધારણ એકમો છે. “શેકેલ” શબ્દનો અર્થ “વજન” થાય છે, અને અન્ય ઘણા વજનનાં માપ શેકેલનાં શબ્દપ્રયોગમાં ઉપયોગ કરાયા છે. તેઓમાંના કેટલાક ચલણનાં વજન કરવા માટે ઉપયોગમાં લેવાતા હતા. નીચે આપવામાં આવેલ કોઠામાં જે મેટ્રિક કિંમતો આપવામાં આવી છે તે બાઈબલ પ્રમાણેનાં માપ સાથે સચોટપણે સમાંતર નથી. બાઈબલનાં માપ સમયે સમયે અને વિવિધ સ્થળોએ તેઓના ચોક્કસ માત્રા વિષે થોડા બદલાયા કરે છે. નીચે આપવામાં આવેલ સમાંતર માપો તો માત્ર સરેરાશ માપ કાઢવા માટેના પ્રયાસો છે.
| મૂળ માપ | શેકેલ | ગ્રામ | કિલોગ્રામ |
|---------------- | -------- | --------| --------|
| શેકેલ | ૧ શેકેલ | ૧૧ ગ્રામ |
| બેકાહ | ૧/૨ શેકેલ | ૫.૭ ગ્રામ | -|
|પીમ | ૨/૩ શેકેલ | ૭.૬ ગ્રામ | - |
|ગેરાહ | ૧/૨૦ શેકેલ | .૫૭ ગ્રામ | - |
| મિના | ૫૦ શેકેલ | ૫૫૦ગ્રામ | ૧/૨ કિલોગ્રામ |
| તાલંત | ૩૦૦૦ શેકેલ | - | ૩૪ કિલોગ્રામ |
#### અનુવાદના સિધ્ધાંતો
૧. બાઈબલમાં વર્ણિત લોકો મીટર, લીટર, અને કિલોગ્રામ જેવા આધુનિક માપદંડોનો ઉપયોગ કરતા નહોતા. મૂળ માપદંડોનો ઉપયોગ વાંચકોને એ જાણવામાં સહાયતા આપશે કે હકીકતમાં જ્યારે એ માપદંડોનો ઉપયોગ લોકો કરતા હતા એવા જમાનામાં બાઈબલનું લખાણ કરવામાં આવ્યું હતું.
૨. શાસ્ત્રભાગને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે આધુનિક માપદંડોનો ઉપયોગ સહાયક થઇ શકે છે.
૩. તમે ગમે તે માપદંડનો ઉપયોગ કરો તોપણ શક્ય હોય ત્યાં સુધી પાઠમાં જ કે ટૂંકી નોંધમાં તેના બીજા પ્રકારના માપદંડ વિષે માહિતી આપવી સારી બાબત ગણાશે.
૪. જો તમે બાઈબલમાં લિખિત માપદંડોનો ઉપયોગ કરતા નથી, તો માપદંડો અતિ ચોક્કસ છે એવો વિચાર વાંચકોને આપવાની કોશિષ ના કરો. દાખલા તરીકે, ધારો કે તમે એક ગેરાહનો “૫.૭ ગ્રામ” તરીકે અનુવાદ કરો છો તો વાંચકો કદાચ એવું વિચારે કે માપદંડ અતિ ચોક્કસપણે ૫.૭ ગ્રામ જ છે. પરંતુ તેને બદલે, “અઢધો ગ્રામ” કહેવું વધારે સારું લાગશે.
૫. અમુકવાર માપ ચોક્કસ નથી તેને દર્શાવવા માટે “લગભગ” શબ્દનો ઉપયોગ સહાયક થઇ શકે છે. દાખલા તરીકે, ૨ શમુએલ ૨૧:૧૬ જણાવે છે કે ગોલીયાથનાં ભાલાનું વજન ૩૦૦ શેકેલ જેટલું હતું. તેને “૩૩૦૦ ગ્રામ” કે “૩.૩ કિલોગ્રામ” તરીકે અનુવાદ કરવામાં આવે તેના કરતા “લગભગ સાડા ત્રણ કિલોગ્રામ” તરીકે અનુવાદ કરવો સારું રહેશે.”
૬. જયારે ઈશ્વર લોકોને કોઈ વસ્તુનો વજન કરવા વિષે જણાવે, અને લોકો તે જ વજનનો ઉપયોગ કરતા હોય ત્યારે અનુવાદમાં “લગભગ” શબ્દનો ઉપયોગ કરશો નહિ. નહિંતર, લોકોના મનમાં એવી છાપ પડશે કે કોઈ પદાર્થને કેટલા વજનમાં માપવું તે વિષે ઈશ્વર ઝાઝી દરકાર રાખતા નથી.
### અનુવાદની વ્યૂહરચનાઓ
(૧) ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો. મૂળ લેખકોએ જે પ્રકારના માપદંડોનો ઉપયોગ કર્યો હતો તે જ માપદંડો તે છે. ULTમાં તેઓ જેવા લાગે છે તે જ રીતે તેઓની જોડણી લખવાની કોશિષ કરો અથવા તેઓનું ઉચ્ચારણ પણ તે રીતે જ કરો. (જુઓ [શબ્દોની નકલ કરો અથવા તેઓને જેવા છે તેવા લખો] (../translate-transliterate/01.md).) <br>
(૨) UST માં આપવામાં આવેલ મેટ્રિક માપદંડોનો ઉપયોગ કરો. મેટ્રિક પધ્ધતિમાં માપનાં પરિમાણોને કઈ રીતે રજુ કરવા તે USTનાં અનુવાદકોએ અગાઉથી જ નક્કી કરી લીધા છે. <br>
(૩) તમારી ભાષામાં ઉપયોગ કરવા માટે વાપરવામાં આવતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો. તમારા માપદંડો મેટ્રિક પધ્ધતિ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે અને તે દરેક માપદંડને કઈ રીતે નક્કી કરવા તે તમારે જાણવાની જરૂરત પડશે.<br>
(૪) શાસ્ત્રભાગમાં કે ટૂંક નોંધમાં તમારા લોકો જેનો ઉપયોગ કરે છે એવા માપદંડોનો સમાવેશ કરો અને ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો. <br>
(૫) તમારા લોકો જેનો ઉપયોગ કરતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો, અને શાસ્ત્રભાગમાં કે ટૂંકનોંધમાં ULT માંથી માપદંડનો સમાવેશ કરો.
### અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ
નીચે તમામ વ્યૂહરચનાઓ નિર્ગમન ૩૮:૨૯ ને લાગુ કરવામાં આવી છે.
> અર્પેલું પિત્તળ **૭૦ તાલંત તથા ૨૪૦૦ શેકેલ** વજનનું થયું હતું. (નિર્ગમન ૩૮:૨૯ ULT)
(૧) ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો. મૂળ લેખકોએ જે પ્રકારના માપદંડોનો ઉપયોગ કર્યો હતો તે જ માપદંડો તે છે. ULTમાં તેઓ જેવા લાગે છે તે જ રીતે તેઓની જોડણી લખવાની કોશિષ કરો અથવા તેઓનું ઉચ્ચારણ પણ તે રીતે જ કરો. (જુઓ [શબ્દોની નકલ કરો અથવા તેઓને જેવા છે તેવા લખો] (../translate-transliterate/01.md).)
>> “અર્પેલું પિત્તળ **૭૦ તાલંત તથા ૨૪૦૦ શેકેલ** વજનનું થયું હતું.”
(૨) UST માં આપવામાં આવેલ મેટ્રિક માપદંડોનો ઉપયોગ કરો. મેટ્રિક પધ્ધતિમાં માપનાં પરિમાણોને કઈ રીતે રજુ કરવા તે USTનાં અનુવાદકોએ અગાઉથી જ નક્કી કરી લીધા છે.
>> “અર્પેલું પિત્તળ **૨૪૦૦ કિલોગ્રામ** વજનનું થયું હતું.”
(૩) તમારી ભાષામાં ઉપયોગ કરવા માટે વાપરવામાં આવતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો. તમારા માપદંડો મેટ્રિક પધ્ધતિ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે અને તે દરેક માપદંડને કઈ રીતે નક્કી કરવા તે તમારે જાણવાની જરૂરત પડશે.
>> “અર્પેલું પિત્તળ **૫૩૦૦ પાઉન્ડ** વજનનું થયું હતું.”
(૪) શાસ્ત્રભાગમાં કે ટૂંક નોંધમાં તમારા લોકો જેનો ઉપયોગ કરે છે એવા માપદંડોનો સમાવેશ કરો અને ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો.
>> “અર્પેલું પિત્તળ **૭૦ તાલંત(૨૩૮૦ કિલોગ્રામ)** તથા **૨૪૦૦ શેકેલ (૨૬.૪ કિલોગ્રામ)** વજનનું થયું હતું.”
(૫) તમારા લોકો જેનો ઉપયોગ કરતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો, અને શાસ્ત્રભાગમાં કે ટૂંકનોંધમાં ULT માંથી માપદંડનો સમાવેશ કરો. નીચેની બાબતો ULT મુજબ માપદંડ અંગેની ટૂંક નોંધને દર્શાવે છે.
>> “અર્પેલું પિત્તળ **૭૦ તાલંત તથા ૨૪૦૦ શેકેલ** વજનનું થયું હતું.૧”
ટૂંક નોંધ આ પ્રમાણે દેખાશે:
>><sup> [૧]</sup> તે લગભગ કુલ ૨૪૦૦ કિલોગ્રામ જેટલું હતું.