gu_ta/translate/translate-bmoney/01.md

8.2 KiB

વર્ણન

જૂનો કરારનાં શરૂઆતી જમાનામાં લોકો તેઓના ધાતુઓ, જેમ કે ચાંદી કે સોનાનો વજન કરતા અને કોઈ વસ્તુની ખરીદી કરવા માટે તે ધાતુનાં અમુક માત્રાનું વજન કરીને ચૂકવણી કરતા હતા. ત્યારબાદ, લોકોએ સિક્કા બનાવવાની શરૂઆત કરી જેઓ ધાતુ અનુસાર દરેક ચોક્કસ ચોક્કસ માપદંડ ધરાવતા હતા. દારીક તે પ્રકારમાંનો એક છે. નવો કરારના જમાનામાં લોકો ચાંદી અને કોપરનાં સિક્કાઓનો ઉપયોગ કરતા હતા.

નીચે દર્શાવવામાં આવેલ કોઠો જૂનો કરાર અને નવો કરારમાં જોવા મળતા કેટલાક સૌથી વધારે જાણીતા ચલણનાં એકમો છે. જૂનો કરારનાં એકમોમાં કયા પ્રકારના ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેનું વજન કેટલું ગણાતું હતું તેને એક કોઠો દર્શાવે છે. નવો કરારના એકમોને દર્શાવતો કોઠો કયા પ્રકારના ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એક દિવસની મજૂરીની ગણતરીમાં તેની કિંમત કેટલી હતી તેને દર્શાવે છે.

જૂનો કરારનું એકમ ધાતુ વજન
દારિક સોનાનો સિક્કો ૮.૪ ગ્રામ
શેકેલ વિવિધ ધાતુઓ ૧૧ ગ્રામ
તાલંત વિવિધ ધાતુઓ ૩૩ કિલોગ્રામ
નવો કરારનાં એકમો ધાતુ દિવસની મજૂરી
દીનારીયસ/ દીનાર ચાંદીનો સિક્કો ૧ દિવસ
દ્રેચમાં ચાંદીનો સિક્કો ૧ દિવસ
દમડી કોપરનો સિક્કો ૧/૬૪ દિવસ
શેકેલ ચાંદીનો સિક્કો ૪ દિવસ
તાલંત ચાંદી ૬૦૦૦ દિવસો

અનુવાદના સિધ્ધાંત

આધુનિક ચલણનો ઉપયોગ કરશો નહિ કેમ કે તેઓ દર વર્ષે બદલાયા કરે છે. તેઓનો ઉપયોગ બાઈબલ અનુવાદને જૂનવાણી અને અચોક્કસ બનાવવાનું કારણ થઇ શકે છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જૂનો કરારમાંનાં મોટેભાગનાં ચલણની કિંમત તેના વજન પર આધારિત હતી. તેથી જૂનો કરારમાં આ વજનનાં માપનો અનુવાદ કરતી વખતે, બાઈબલ મુજબનાં વજનને જુઓ. નીચે આપવામાં આવેલ વ્યૂહરચનાઓ નવો કરારમાંના ચલણની કિંમતનો અનુવાદ કરવા માટેની છે.

(૧) બાઈબલનાં જ શબ્દનો ઉપયોગ કરો અને તેના ઉચ્ચારણ મુજબ તેની જોડણી લખવા પણ કોશિષ કરો. (જુઓ [શબ્દોની નકલ કરો અથવા ઉછીનું લો].)
(૨) કયા પ્રકારના ધાતુમાંથી તેને બનાવવામાં આવ્યું હતું અને કેટલા સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના આધારે ચલણની કિંમતનો ઉલ્લેખ કરો.
(૩) બાઈબલનાં જમાનાનાં લોકો એક દિવસની મજૂરીમાંથી કેટલું કમાઈ શકતા હતા તે મુજબ ચલણની કિંમતનો ઉલ્લેખ કરો.
(૪) બાઈબલનાં જ શબ્દોનો ઉપયોગ કરો અને શાસ્ત્રભાગમાં કે ટૂંક નોધમાં તેને સમાંતર રકમને લખો.
(૫) બાઈબલનાં શબ્દનો જ ઉપયોગ કરો અને ટૂંક નોંધમાં તેનો ખુલાસો કરો.

અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ

નીચે અનુવાદની તમામ વ્યૂહરચનાઓનું લાગુકરણ લૂક ૭:૪૧ પર કરવામાં આવ્યું છે.

એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું. (લૂક ૭:૪૧બ ULT)

(૧) બાઈબલનાં જ શબ્દનો ઉપયોગ કરો અને તેના ઉચ્ચારણ મુજબ તેની જોડણી લખવા પણ કોશિષ કરો. (જુઓ [શબ્દોની નકલ કરો અથવા ઉછીનું લો].)

“એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.”

(૨) કયા પ્રકારના ધાતુમાંથી તેને બનાવવામાં આવ્યું હતું અને કેટલા સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના આધારે ચલણની કિંમતનો ઉલ્લેખ કરો.

“એકને ચાંદીના પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.”

(૩) બાઈબલનાં જમાનાનાં લોકો એક દિવસની મજૂરીમાંથી કેટલું કમાઈ શકતા હતા તે મુજબ ચલણની કિંમતનો ઉલ્લેખ કરો.

“એકને પાંચસો દિવસોનાં મજૂરી જેટલું દેવું, અને બીજાને પચાસનું હતું.”

(૪) બાઈબલનાં જ શબ્દોનો ઉપયોગ કરો અને શાસ્ત્રભાગમાં કે ટૂંક નોધમાં તેને સમાંતર રકમને લખો.

“એકને ચાંદીના પાંચસો દીનાર ૧ નું દેવું, અને બીજાને પચાસ ૨ નું હતું.”

ટૂંક નોંધ આ મુજબની રહેશે:

[૧] ૫૦૦ દિવસોની મજૂરી [૨] ૫૦ દિવસોની મજૂરી

(૫) બાઈબલનાં શબ્દનો જ ઉપયોગ કરો અને ટૂંક નોંધમાં તેનો ખુલાસો કરો.

“એકને ચાંદીના પાંચસો દીનાર ૧ નું દેવું, અને બીજાને પચાસનું હતું.” (લૂક ૭:૪૧ ULT)

[૧] એક દિવસની મજૂરી કરીને લોકો જેટલું કમાઈ શકે તેટલી ચાંદીની રકમ એટલે એક દીનાર.