gu_ta/translate/translate-bdistance/01.md

14 KiB

વર્ણન

નીચે આપવામાં આવેલ શબ્દપ્રયોગો અંતર કે લંબાઈને માપવા માટેના સૌથી સાધારણ માપદંડો હતા જે મૂળ બાઈબલમાં ઉપયોગ કરવામાં આવતા હતા. તેઓમાંના મોટેભાગે હાથ અને કોણી અને કાંડા વચ્ચેનાં ભાગનાં માપ પર આધારિત હતા.

  • હાથની પહોળાઈ એ પુરૂષના હાથની હથેળીની પહોળાઈ જેટલી હતી.
  • વેંત કે હાથની વેંત પુરુષના હાથની આંગળીઓને ફેલાવીને જે પહોળાઈ બને તેને ગણવામાં આવતી.
  • હાથ એ પુરુષના હાથના કોણીથી લઈને સૌથી લાંબી આંગળીનાં છેવાડા સુધીની લંબાઈને ગણવામાં આવતી.
  • ”લાંબો” હાથ એ માત્ર હઝકિયેલ ૪૦-૪૮ માં ઉપયોગ કરવામાં આવ્યા છે. તે એક સામાન્ય હાથ અને તેની સાથે એક વેંતની લંબાઈને ગણવામાં આવે છે.
  • સ્ટેડિયમ (બહુવચન, સ્ટેડીયા) એક ચોકકસ દોડસ્પર્ધાનો ઉલ્લેખ કરે છે જે લગભગ ૧૮૫ મીટરની લંબાઈને ગણવામાં આવે છે. અંગ્રેજીની અમુક આવૃત્તિઓએ તે શબ્દ માટે ફરલાંગ” શબ્દનો ઉપયોગ કર્યો છે જે ખેડાણ કરેલ ખેતરનાં સરેરાસ લંબાઈને દર્શાવે છે.

નીચે આપવામાં આવેલ કોઠામાંનાં મેટ્રિક માપ બાઈબલનાં માપની સાથે મળતા આવે છે પરંતુ સચોટપણે એક સરખા નથી. બાઈબલ અનુસારના માપ સમયે સમયે ને સ્થાને સ્થાને ચોક્કસ લંબાઈમાં કદાચ થોડો તફાવત ધરાવે છે. નીચે દર્શાવેલ સમાન માપ એક સરેરાશ માપ કાઢવા માટેનાં પ્રયાસ છે.

મૂળ માપ મેટ્રિક માપ
હાથની પહોળાઈ ૮ સેન્ટીમીટર
વેંત ૨૩ સેન્ટીમીટર
હાથ ૪૬ સેન્ટીમીટર
“લાંબો” હાથ ૫૪ સેન્ટીમીટર
સ્ટેડીયા ૧૮૫ મીટર

અનુવાદનાં સિધ્ધાંતો

૧. બાઈબલમાં વર્ણિત લોકો મીટર, લીટર, અને કિલોગ્રામ જેવા આધુનિક માપદંડોનો ઉપયોગ કરતા નહોતા. મૂળ માપદંડોનો ઉપયોગ વાંચકોને એ જાણવામાં સહાયતા આપશે કે હકીકતમાં જ્યારે એ માપદંડોનો ઉપયોગ લોકો કરતા હતા એવા જમાનામાં બાઈબલનું લખાણ કરવામાં આવ્યું હતું. ૨. શાસ્ત્રભાગને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે આધુનિક માપદંડોનો ઉપયોગ સહાયક થઇ શકે છે. ૩. તમે ગમે તે માપદંડનો ઉપયોગ કરો તોપણ શક્ય હોય ત્યાં સુધી પાઠમાં જ કે ટૂંકી નોંધમાં તેના બીજા પ્રકારના માપદંડ વિષે માહિતી આપવી સારી બાબત ગણાશે. ૪. જો તમે બાઈબલમાં લિખિત માપદંડોનો ઉપયોગ કરતા નથી, તો માપદંડો અતિ ચોક્કસ છે એવો વિચાર વાંચકોને આપવાની કોશિષ ના કરો. દાખલા તરીકે, ધારો કે તમે એક હાથનાં માપને “.૪૬ મીટર” કે “૪૬ સેન્ટીમીટર” તરીકે અનુવાદ કરો છો તો વાંચકો કદાચ એવું વિચારે કે માપદંડ અતિ ચોક્કસ છે. પરંતુ તેને બદલે, “અડધો મીટર”, “૪૫ સેન્ટીમીટર,” કે “૫૦ સેન્ટીમીટર” કહેવું વધારે સારું લાગશે. ૫. અમુકવાર માપ ચોક્કસ નથી તેને દર્શાવવા માટે “લગભગ” શબ્દનો ઉપયોગ સહાયક થઇ શકે છે. દાખલા તરીકે, લૂક ૨૪:૧૩ જણાવે છે કે એમ્મોસ યરૂશાલેમથી ૬૦ સ્ટેડીયાનાં અંતરે આવેલું હતું. તેને યરૂશાલેમથી “લગભગ ૧૦ કિલોમીટરનાં અંતરે” અનુવાદ કરી શકાય. ૬. જયારે ઈશ્વર લોકોને કોઈ વસ્તુ કેટલાં લંબાઈની હોવી જોઈએ તે વિષે વાતચીત કરી રહ્યા હોય, અને લોકો તે લંબાઈ મુજબ બનાવી રહ્યા હોય ત્યારે અનુવાદમાં “લગભગ” શબ્દનો ઉપયોગ કરશો નહિ. નહિંતર, લોકોના મનમાં એવી છાપ પડશે કે કોઈ વસ્તુની લંબાઈ ચોક્કસપણે કેટલી હોવી જોઈએ તે વિષે ઈશ્વર ઝાઝી દરકાર રાખતા નથી.

અનુવાદની વ્યૂહરચનાઓ

(૧) ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો. મૂળ લેખકોએ જે પ્રકારના માપદંડોનો ઉપયોગ કર્યો હતો તે જ માપદંડો તે છે. ULTમાં તેઓ જેવા લાગે છે તે જ રીતે તેઓની જોડણી લખવાની કોશિષ કરો અથવા તેઓનું ઉચ્ચારણ પણ તે રીતે જ કરો. (જુઓ [શબ્દોની નકલ કરો અથવા તેઓને જેવા છે તેવા લખો] (../translate-transliterate/01.md).)
(૨) UST માં આપવામાં આવેલ મેટ્રિક માપદંડોનો ઉપયોગ કરો. મેટ્રિક પધ્ધતિમાં માપનાં પરિમાણોને કઈ રીતે રજુ કરવા તે USTનાં અનુવાદકોએ અગાઉથી જ નક્કી કરી લીધા છે.
(૩) તમારી ભાષામાં ઉપયોગ કરવા માટે વાપરવામાં આવતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો. તમારા માપદંડો મેટ્રિક પધ્ધતિ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે અને તે દરેક માપદંડને કઈ રીતે નક્કી કરવા તે તમારે જાણવાની જરૂરત પડશે.
(૪) શાસ્ત્રભાગમાં કે ટૂંક નોંધમાં તમારા લોકો જેનો ઉપયોગ કરે છે એવા માપદંડોનો સમાવેશ કરો અને ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો.
(૫) તમારા લોકો જેનો ઉપયોગ કરતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો, અને શાસ્ત્રભાગમાં કે ટૂંકનોંધમાં ULT માંથી માપદંડનો સમાવેશ કરો.

અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ

નીચે તમામ વ્યૂહરચનાઓ નિર્ગમન ૨૫:૧૦ને લાગુ કરવામાં આવી છે.

અને તેઓ બાવળનો કોશ બનાવે; તેની લંબાઈ અઢી હાથ, ને તેની પહોળાઈ દોઢ હાથ, ને તેની ઊંચાઈ દોઢ હાથની હોય. (નિર્ગમન ૨૫:૧૦ ULT)

(૧) ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો. મૂળ લેખકોએ જે પ્રકારના માપદંડોનો ઉપયોગ કર્યો હતો તે જ માપદંડો તે છે. ULTમાં તેઓ જેવા લાગે છે તે જ રીતે તેઓની જોડણી લખવાની કોશિષ કરો અથવા તેઓનું ઉચ્ચારણ પણ તે રીતે જ કરો. (જુઓ [શબ્દોની નકલ કરો અથવા તેઓને જેવા છે તેવા લખો] (../translate-transliterate/01.md).)

“અને તેઓ બાવળનો કોશ બનાવે; તેની લંબાઈ અઢી હાથ, ને તેની પહોળાઈ દોઢ હાથ, ને તેની ઊંચાઈ દોઢ હાથની હોય.”

(૨) UST માં આપવામાં આવેલ મેટ્રિક માપદંડોનો ઉપયોગ કરો. મેટ્રિક પધ્ધતિમાં માપનાં પરિમાણોને કઈ રીતે રજુ કરવા તે USTનાં અનુવાદકોએ અગાઉથી જ નક્કી કરી લીધા છે.

“અને તેઓ બાવળનો કોશ બનાવે; તેની લંબાઈ એક મીટરની, ને તેની પહોળાઈ મીટરનાં બે તૃતીયાંશની, ને તેની ઊંચાઈ મીટરના બે તૃતીયાંશની હોય.”

(૩) તમારી ભાષામાં ઉપયોગ કરવા માટે વાપરવામાં આવતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો. તમારા માપદંડો મેટ્રિક પધ્ધતિ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે અને તે દરેક માપદંડને કઈ રીતે નક્કી કરવા તે તમારે જાણવાની જરૂરત પડશે. દાખલા તરીકે, જો તમે કોઈ વસ્તુને મીટરનાં લંબાઈનાં માપદંડનો ઉપયોગ કરીને માપ કાઢો તો નીચે દર્શાવ્યા મુજબ તમે અનુવાદ કરી શકો.

“અને તેઓ બાવળનો કોશ બનાવે; તેની લંબાઈ એક મીટરની, ને તેની પહોળાઈ મીટરનાં બે તૃતીયાંશની, ને તેની ઊંચાઈ મીટરના બે તૃતીયાંશની હોય.”

(૪) શાસ્ત્રભાગમાં કે ટૂંક નોંધમાં તમારા લોકો જેનો ઉપયોગ કરે છે એવા માપદંડોનો સમાવેશ કરો અને ULTમાંથી માપદંડોનો ઉપયોગ કરો.

“અને તેઓ બાવળનો કોશ બનાવે; તેની લંબાઈ અઢી હાથ (એક મીટરની), ને તેની પહોળાઈ દોઢ હાથ (મીટરના બે તૃતીયાંશ), ને તેની ઊંચાઈ દોઢ હાથ (મીટરના બે તૃતીયાંશ) ની હોય.

(૫) તમારા લોકો જેનો ઉપયોગ કરતા હોય તેવા માપદંડોનો ઉપયોગ કરો, અને શાસ્ત્રભાગમાં કે ટૂંકનોંધમાં ULT માંથી માપદંડનો સમાવેશ કરો. નીચેની નોંધમાં ULT જેને દર્શાવે છે તેને દર્શાવે છે.

“અને તેઓ બાવળનો કોશ બનાવે; તેની લંબાઈ એક મીટરની; ને તેની પહોળાઈ મીટરના બે તૃતીયાંશ; ને તેની ઊંચાઈ મીટરના બે તૃતીયાંશ ની હોય.

ટૂંક નોંધ આ મુજબની દેખાશે:

“અને તેઓ બાવળનો કોશ બનાવે; તેની લંબાઈ એક મીટરની; ને તેની પહોળાઈ મીટરના બે તૃતીયાંશ; ને તેની ઊંચાઈ મીટરના બે તૃતીયાંશ ની હોય.

ટૂંક નોંધ આ મુજબની દેખાશે:

[૧] અઢી હાથ [૨] દોઢ હાથ