gu_ta/translate/resources-def/01.md

26 lines
2.8 KiB
Markdown

### વર્ણન
કેટલીકવાર તમે કદાચ જાણતા ન હો કે ULBમાં આ શબ્દનો શો અર્થ હશે. નોંધમાં કદાચ વ્યાખ્યા હોઈ શકે કે શબ્દ કે શબ્દસમૂહનું વર્ણન હોઈ શકે જે તમને એ સમજવામાં મદદરૂપ થાય કે તેનો શું અર્થ છે.
### અનુવાદની નોંધના ઉદાહરણો
શબ્દો કે શબ્દસમૂહોની સરળ વ્યાખ્યાઓ અવતરણો કે વાક્ય રચના વગર ઉમેરવામાં આવી છે. અહીં ઉદાહરણો આપેલા છે:
>તે તો બાળકો બજારમાં રમતા હોય તેના જેવું છે, જેઓ બેસે છે અને બીજાને બોલાવીને કહે છે, “અમે તમારા માટે <u>વાંસળી</u>વગાડી.” (માથ્થી ૧૧:૧૬-૧૭ ULB)
* **બજાર**-એક વિશાળ, ખુલ્લો વિસ્તાર કે જ્યાં લોકો તેમની વસ્તુઓ વેચવા માટે આવે
* **વાંસળી**- એક લાંબુ, પોલું સંગીતનું સાધન છે જે એક તરફથી હવા ફૂંકવા દ્વારા વગાડવામાં આવે છે
> જે લોકો ભપકાદાર લૂગડાં પહેરે છે તથા એશઆરામ ભોગવે છે તેઓ તો <u> રાજાના મહેલમાં હોય છે </u> (લુક ૭:૨૫ ULB)
* **રાજાનો મહેલ**-એક વિશાળ, કીમતી ઘર કે જેમાં રાજા નિવાસ કરે છે
### અનુવાદ માટેના સિદ્ધાંતો
* જો શક્ય હોય તો એવા શબ્દોનો ઉપયોગ કરો જે પહેલેથી તમારી ભાષાનો ભાગ હોય.
* જો શક્ય હોય તો ઓછા હાવભાવ રાખો.
* ઈશ્વરની આજ્ઞાઓ અને ઐતિહાસિક સત્યોને સ્પષ્ટપણે રજૂ કરો.
### અનુવાદની વ્યૂહરચનાઓ
[અજાણ્યા અનુવાદ](../translate-unknown/01.md) ની વધુ માહિતી માટે અનુવાદ પામતા શબ્દો કે શબ્દસમૂહો જેઓ તમારી ભાષામાં જાણીતા નથી તેના તરફ જુઓ.