gu_ta/translate/grammar-connect-logic-contrast/01.md

61 lines
11 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

## તાર્કિક સબંધો
કેટલાક સંયોજકો બે શબ્દસમૂહો, કલમો, વાક્યો અથવા લખાણના ભાગો વચ્ચે તાર્કિક સબંધોની સ્થાપના કરે છે.
### વિરોધાભાસી સબંધ
#### વર્ણન
એક વિરોધાભાસી સંબંધ એ એક તાર્કિક સબંધ છે જેમાં એક ઘટના અથવા બાબત એકબીજાના વિરોધાભાસમાં અથવા આમનેસામને હોય છે.
#### આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ
શાસ્ત્રમાં, ઘણી ઘટનાઓમાં સામેલ લોકોએ જે ઈચ્છા અથવા અપેક્ષા રાખી હતી તે મુજબ થયું નહીં. કેટલીકવાર લોકોએ, સારું અથવા નરસું, એમ અનઅપેક્ષિત વર્તન કર્યું. મહદઅંશે તે ઈશ્વર હતા જે કાર્ય કરી રહ્યા હતા, ઘટનાઓને બદલી રહ્યા હતા. આ ઘટનાઓ મહદઅંશે મધ્યવર્તી/મહત્વશીલ હતી. એ અગત્યનું છે કે ભાષાંતરકાર આ વિરોધાભાસોને સમજે અને જણાવે. અંગ્રેજીમાં, વિરોધાભાસી સબંધો મહદઅંશે "પણ," "જોકે," "છતાં પણ," "છતાં/તેમ છતાં/યદ્યપી," "તોપણ/હજુ પણ/વળી,' અથવા "તથાપિ/તેમ છતાં" દ્વારા રજૂઆત પામે છે.
#### ઓ.બી.એસ. અને બાઈબલમાંથી ઉદાહરણો
> મને ગુલામ તરીકે જ્યારે તમે વેચ્યો ત્યારે તમે ભૂંડું કરવાનો પ્રયત્ન કર્યો, **પરંતુ** ઈશ્વરે એ ભૂંડાનો ઉપયોગ સારું કરવા કર્યો! (વાર્તા ૮ બાંધો ૧૨ ઓ.બી.એસ.)
યુસુફને વેચી દેવાની યુસુફના ભાઈઓની દુષ્ટ યોજનાનો વિરોધ ઘણાં લોકોને બચાવવા માટેના ઈશ્વરીય આયોજન દ્વારા થાય છે. "પરંતુ" શબ્દ વિરોધાભાસને ચિહ્નિત કરે છે.
> કેમ કે મોટું કોણ છે, એક કે જે મેજ પર બેસે છે અથવા એક કે જે સેવા કરે છે? જે મેજ પર બેસે છે તે નહીં શું? **તોપણ** હું તમારામાં સેવા કરનારના જેવો છું. (લૂક ૨૨:૨૭ યુ.એલ.ટી.)
માનવીય આગેવાનોના અભિમાની વર્તનને વિરોધાભાસી રીતે, ઈસુ નમ્ર રીતે વર્તન કરી દર્શાવે છે. આ વિરોધાભાસ "તોપણ" શબ્દ દ્વારા ચિહ્નિત કરાયેલ છે.
> ડુંગરાળ પ્રદેશ તમારો થશે. **જો કે** તે જંગલ છે, તું તેને સાફ કરી દઈશ અને દૂર સરહદો સુધી તે તારા થશે, કેમ કે તું કનાનીઓને હાંકી કાઢીશ, તેઓની પાસે લોખંડના રથો હોવા **છતાં** અને તેઓ મજબૂત હોવા **છતાં પણ**. (યહોશુઆ ૧૭:૧૮ યુ.એલ.ટી.)
એ અનઅપેક્ષિત હતું કે ઇઝરાયેલીઓ કે જેઓ ઈજીપ્તમાં ગુલામ હતા તેઓ વચનના પ્રદેશને જીતી લે અને તેના પર અધિકાર જમાવે.
> [દાઉદ] ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો, અને તેણે યાકૂબના ઈશ્વર માટે વસવાટનું ઘર (મંદિર) બાંધવાની રજા માંગી. **જો કે** સુલેમાને ઈશ્વર માટે ઘર (મંદિર) બાંધ્યું. **પરંતુ** પરમ પવિત્ર મનુષ્ય હાથોએ બાંધેલા ઘરો (મંદિરો)માં વસવાટ કરતા નથી. (પ્રે. કૃ. ૭:૪૬-૪૮અ યુ.એલ.ટી.)
અહીં બે વિરોધાભાસોને **"જો કે"** અને **"પરંતુ"** દ્વ્રારા ચિહ્નિત કરાયા છે. પ્રથમ વિરોધાભાસ દર્શાવે છે કે **જો કે** દાઉદે ઈશ્વરનું ઘર (મંદિર) બાંધવા માટે રજા માંગી, એ સુલેમાન હતો જેણે ઈશ્વરનું મંદિર બાંધ્યું. ત્યાર પછી ત્યાં બીજો વિરોધાભાસ છે કે સુલેમાને ઈશ્વર માટે ઘર બાંધ્યું **પરંતુ** ઈશ્વર માનવ હાથોએ બાંધેલા ઘરોમાં વાસ કરતા નથી.
#### ભાષાંતર વ્યૂહરચનાઓ
જો તમારી ભાષા, વિરોધાભાસ સબંધો જેમ લખાણમાં છે તે રીતે જ ઉપયોગમાં લે છે તો તે વિરોધાભાસ સબંધોના લખાણોનો ઉપયોગ તે જ રીતે કરો.
(૧) જો કલમો વચ્ચે વિરોધાભાસ સંબંધ સ્પસ્ટ નથી, તો તેને જોડાણરૂપ શબ્દ અથવા શબ્દસમૂહ જે વધુ ચોક્કસ અથવા વધુ સ્પસ્ટ છે તેનો ઉપયોગ કરો.
(૨) બીજા ગૌણ વાક્યને ચિહ્નિત કરતા વિરોધાભાસી સંબંધ, જો તમારી ભાષામાં વધુ સ્પસ્ટ છે તો એક જોડાણરૂપ/સબંધિત શબ્દનો ઉપયોગ બીજા ગૌણ વાક્ય પર કરો.
(૩) જો તમારી ભાષામાં વિરોધાભાસી સબંધ અલગ રીતે દર્શાવાયો છે તો તેનો ઉપયોગ અલગ રીતે કરો.
#### અમલમાં મૂકાયેલ ભાષાંતર વ્યૂહરચનાના ઉદાહરણો
(૧) જો કલમો વચ્ચે વિરોધાભાસ સંબંધ સ્પસ્ટ નથી, તો તેને જોડાણરૂપ શબ્દ અથવા શબ્દસમૂહ જે વધુ ચોક્કસ અથવા વધુ સ્પસ્ટ છે તેનો ઉપયોગ કરો.
> કેમ કે મોટું કોણ છે, એક કે જે મેજ પર બેસે છે અથવા એક કે જે સેવા કરે છે? જે મેજ પર બેસે છે તે નહીં શું? **તોપણ** હું તમારામાં સેવા કરનારના જેવો છું. (લૂક ૨૨:૨૭ યુ.એલ.ટી.)
>
> >
> > કેમ કે મોટું કોણ છે, એક કે જે મેજ પર બેસે છે અથવા એક કે જે સેવા કરે છે? જે મેજ પર બેસે છે તે નહીં શું? **તે માણસથી વિપરીત,** હું તમારામાં સેવા કરનારના જેવો છું.
(૨) બીજા ગૌણ વાક્યને ચિહ્નિત કરતા વિરોધાભાસી સંબંધ, જો તમારી ભાષામાં વધુ સ્પસ્ટ છે તો એક જોડાણરૂપ/સબંધિત શબ્દનો ઉપયોગ બીજા ગૌણ વાક્ય પર કરો.
> ડુંગરાળ પ્રદેશ તમારો થશે. **જો કે** તે જંગલ છે, તું તેને સાફ કરી દઈશ અને દૂર સરહદો સુધી તે તારા થશે, કેમ કે તું કનાનીઓને હાંકી કાઢીશ, તેઓની પાસે લોખંડના રથો હોવા **છતાં** અને તેઓ મજબૂત હોવા **છતાં પણ**. (યહોશુઆ ૧૭:૧૮ યુ.એલ.ટી.)
> > ડુંગરાળ પ્રદેશ પણ તમારા થશે. એ જંગલ છે, **પણ** તમે એને કાપીને જગ્યા લેશો અને એના એક છેડેથી બીજા છેડા સુધી એ પ્રદેશ તમાંરો થશે. તેઓ પાસે લોખંડના રથો છે, અને તેઓ બહુ શક્તિશાળી છે **તોપણ** તમે કનાનીઓને હાંકી કાઢશો.
(3) જો તમારી ભાષામાં વિરોધાભાસી સબંધ અલગ રીતે દર્શાવાયો છે તો તેનો ઉપયોગ અલગ રીતે કરો.
> [દાઉદ] ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો, અને તેણે યાકૂબના ઈશ્વર માટે વસવાટનું ઘર (મંદિર) બાંધવાની રજા માંગી. જો કે સુલેમાને ઈશ્વર માટે ઘર (મંદિર) બાંધ્યું. પરંતુ પરમ પવિત્ર મનુષ્ય હાથોએ બાંધેલા ઘરો (મંદિરો)માં વસવાટ કરતા નથી. (પ્રે. કૃ. ૭:૪૬-૪૮અ યુ.એલ.ટી.)
>
> > [દાઉદ] ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો, અને તેણે યાકૂબના ઈશ્વર માટે વસવાટનું ઘર (મંદિર) બાંધવાની રજા માંગી. **પરંતુ** એ સુલેમાન હતો, **દાઉદનહીં** જેણે ઈશ્વરના માટે ઘર બાંધ્યું;. **જોકે સુલેમાને ઈશ્વર માટે ઘર (મંદિર) બાંધ્યું.** પણ પરમ પવિત્ર મનુષ્ય હાથોએ બાંધેલા ઘરો (મંદિરો)માં વસવાટ કરતા નથી.