gu_ta/translate/grammar-connect-exceptions/01.md

9.0 KiB

અપવાદરૂપ સંબંધ

વર્ણન

અપવાદરૂપ સંબંધનાં સંયોજકો જૂથમાંથી એક અથવા વધારે વસ્તુઓ અથવા લોકોની બાદબાકી કરે છે.

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

અપવાદરૂપ સંબંધોને અંગ્રેજી ભાષા પહેલાં જૂથમાં ઉલ્લેખ કરે છે (ભાગ ૧) અને પછી “ના સિવાય,” “પરંતુ નથી,” “નાં સિવાય”, “તદુપરાંત,” “ત્યાં સુધી,” “તો છતાં...નથી”, અને “માત્ર” જેવા શબ્દોનો ઉપયોગ કરીને તે જૂથમાં શું નથી તે જણાવે છે.(ભાગ ૨). અમુક ભાષાઓ જૂથમાંથી એક અથવા વધારે વસ્તુઓ કે લોકોની બાદબાકી કરવામાં આવી હોય એવું સૂચવવા કોઈ રીતનો ઉપયોગ કરતી નથી. તેને બદલે, આ કામ કરવા માટે તેઓની પાસે અન્ય રીતો હોય છે. કેટલીક ભાષાઓમાં આ પ્રકારની વાક્યરચના કોઈ મતલબ વગરની લાગે છે કેમ કે ભાગ ૧ માંના વાક્યની સાથે ભાગ ૨ ની બાદબાકી અપવાદરૂપ લાગે છે. અનુવાદકોએ જૂથમાં કોણ (અથવા શું) છે અને કોની (અથવા શેની) બાદબાકી કરવામાં આવી છે તે સમજવાની જરૂરત પડે છે કે જેથી આ બાબતની છણાવટ તેઓની ભાષામાં સચોટપણે કરી શકાય.

OBS અને બાઈબલમાંથી દાખલાઓ

ઈશ્વરે આદમને કહ્યું કે તે ભલું અને ભૂંડું જાણવાના વૃક્ષનાં ફળ સિવાય વાડીના કોઈપણ વૃક્ષ પરનું ફળ ખાય શકે. (OBS વાર્તા ૧ ફ્રેમ ૧૧)

પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે, મને સૂઝ પડે; કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી; અને તારા પછી હું છું. (રૂથ ૪:૪બ ULT)

દાઉદે તેઓને પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા; અને જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ. (૧ શમુએલ ૩૦:૧૭ ULT)

અને તે પુરુષ બોલ્યો, “અરુણોદય થાય છે, માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “જ્યાં સુધી તું મને આશીર્વાદ ન આપે ત્યાં સુધી હું તને જવા દેવાનો નથી.” (ઉત્પત્તિ ૩૨:૨૬ ULT)

અનુવાદની વ્યૂહરચનાઓ

સ્રોતભાષામાં ચિન્હિત કરવામાં આવેલ અપવાદરૂપ ઉપવાક્યોની રીત તમારી ભાષામાં પણ જો સ્પષ્ટ હોય તો પછી તે રીતે જ અપવાદરૂપ ઉપવાક્યોનો અનુવાદ કરો.

(૧) મહદઅંશે, ભાગ ૨ ની બાદબાકી ભાગ ૧ માં જે બાબતનો નકાર કરવામાં આવ્યો હોય તેની સાથે વિવાદાસ્પદ હોય છે. આવા પ્રસંગે, અનુવાદક નકારાત્મક બાબતને કાઢી નાખીને “માત્ર” જેવા શબ્દનો ઉપયોગ કરીને વિવાદાસ્પદ વિના તે જ વિચારની નવી શબ્દરચના કરી શકે.
(૨) ઉપવાક્યોનાં ક્રમને બદલી કાઢો કે જેથી બાદબાકી સૌથી પહેલા લખવામાં આવે, અને ત્યારબાદ મોટું જૂથ બીજા ક્રમે ગોઠવી શકાય.

અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણનાં દાખલાઓ

(૧) મહદઅંશે, ભાગ ૨ ની બાદબાકી ભાગ ૧ માં જે બાબતનો નકાર કરવામાં આવ્યો હોય તેની સાથે વિવાદાસ્પદ હોય છે. આવા પ્રસંગે, અનુવાદક નકારાત્મક બાબતને કાઢી નાખીને “માત્ર” જેવા શબ્દનો ઉપયોગ કરીને વિવાદાસ્પદ વિના તે જ વિચારની નવી શબ્દરચના કરી શકે.

દાઉદે તેઓને પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા. અને જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાયતેઓમાંનો એકે બચ્યો નહિ. (૧ શમુએલ ૩૦:૧૭ ULT)

*ભાગ ૧: (એકે બચ્યો નહિ) *ભાગ ૨: (ચારસો જુવાનો સિવાય)

દાઉદે તેઓને પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા. માત્ર ચારસો જુવાનો બચ્યા; તેઓ ઊંટો પર બેસીને નાસી છૂટયા.

પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે, મને સૂઝ પડે; કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી; અને તારા પછી હું છું. (રૂથ ૪:૪બ ULT)

પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે, મને સૂઝ પડે; કેમ કે તેને છોડાવવાને તું પ્રથમ હરોળમાં આવે છે [ માત્ર તું જ તેને છોડાવી શકે] અને તારા પછી હું છું.

અને તે પુરુષ બોલ્યો, “અરુણોદય થાય છે, માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “જ્યાં સુધી તું મને આશીર્વાદ ન આપે ત્યાં સુધી હું તને જવા દેવાનો નથી.” (ઉત્પત્તિ ૩૨:૨૬ ULT)

અને તે પુરુષ બોલ્યો, “અરુણોદય થાય છે, માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, હું તને જવા દઈશ પણ (ઉત્પત્તિ ૩૨:૨૬ ULT)

(૨) ઉપવાક્યોનાં ક્રમને બદલી કાઢો કે જેથી બાદબાકી સૌથી પહેલા લખવામાં આવે, અને ત્યારબાદ મોટું જૂથ બીજા ક્રમે ગોઠવી શકાય.

ઈશ્વરે આદમને કહ્યું કે તે ભલું અને ભૂંડું જાણવાના વૃક્ષનાં ફળ સિવાય વાડીના કોઈપણ વૃક્ષ પરનું ફળ ખાય શકે. (OBS વાર્તા ૧ ફ્રેમ ૧૧)

ઈશ્વરે આદમને કહ્યું કે તે ભલું અને ભૂંડું જાણવાના વૃક્ષનાં ફળને ખાય શકશે નહિ, પણ વાડીના અન્ય કોઈપણ વૃક્ષ પરનું ફળ તે ખાય શકે.