gu_ta/translate/grammar-connect-condition-fact/01.md

9.9 KiB

સ્થિતિજન્ય સંબંધો

સ્થિતિજન્ય સંયોજકો એ સૂચવવા માટે બે ઉપવાક્યોને જોડે છે કે જો તેઓમાંનુ એક થશે તો બીજું પણ થશે. અંગ્રેજીમાં સ્થિતિ મુજબના ઉપવાક્યોને જોડવાની સૌથી સામાન્ય રીત, “જો...તો” શબ્દો છે. તોપણ, અમુકવાર “તો પછી” શબ્દને મૂકવામાં આવતો નથી.

વાસ્તવિક સ્થિતિઓ

વર્ણન

વાસ્તવિક સ્થિતિ એક એવી સ્થિતિ છે જે અનુમાનિક લાગે છે પરંતુ વકતાનાં મનમાં તે અગાઉથી જ સચોટ અથવા સત્ય તરીકે સ્થાપિત હોય છે. અંગ્રેજીમાં, આ વાસ્તવિક સ્થિતિ છે અને તે અનુમાનિક સ્થિતિ નથી તે સૂચવવા વાસ્તવિક સ્થિતિ ધરાવનાર વાક્ય “તેમ છતાં,” “એમ હોવાથી” કે “આ કારણ હોવાને લીધે” જેવા શબ્દોનો ઉપયોગ કરી શકે છે.

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

કેટલીક ભાષાઓ અમુક બાબત જો ચોક્કસ કે સત્ય હોય તો તેને એક સ્થિતિ તરીકે રજુ કરતી નથી. આ ભાષાઓમાંના અનુવાદકો કદાચ મૂળ ભાષાઓ વિષે ગેરસમજમાં આવી શકે અને કદાચ વિચારે કે સ્થિતિ અચોક્કસ છે. તેને લીધે તેઓના અનુવાદોમાં ક્ષતિ રહેવાની સંભાવનાઓ વધી જશે. અનુવાદકો ભલે સમજતા હોય કે કે સ્થિતિ ચોક્કસ કે સત્ય છે તોપણ વાંચકો કદાચ તેના વિષે ગેરસમજ રાખે એવું થઇ શકે. આ પ્રકારની ઘટનામાં, સ્થિતિજન્ય વાક્યને બદલે વાસ્તવિક વાક્ય તરીકે અનુવાદ કરવું સૌથી સારી બાબત ગણાશે.

OBS અને બાઈબલમાંથી દાખલાઓ

જો યહોવા ઈશ્વર છે, તો તેમની આરાધના કરો !” (વાર્તા ૧૯ ફ્રેમ ૬ OBS)

અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો ? જો યહોવા ઈશ્વર હોય, તો તેને અનુસરો; પણ જો બઆલ ઈશ્વર હોય, તો તેને અનુસરો.” છતાં લોકો તેના ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ. (૧ રાજા ૧૮: ૨૧ ULT)

આ વાક્યમાં અનુમાનિક સ્થિતિ જેવી જ રચના આવેલી છે. “જો યહોવા ઈશ્વર છે.” શરત છે. જો તે સાચું છે, તો ઇઝરાયેલનાં લોકોએ યહોવાની આરાધના કરવી જોઈએ. પરંતુ યહોવા ઈશ્વર છે કે નહિ તેની શંકા ઉત્પન્ન કરનાર સવાલ એલિયા પૂછતો નથી. યહોવા ઈશ્વર છે તે વિષયે તે એટલો ચોક્કસ છે કે શાસ્ત્રભાગનાં આગલા ભાગમાં તે તેના બલિદાન પર ચારે તરફથી પાણી રેડે છે. તેને દ્રઢ વિશ્વાસ છે કે ઈશ્વર વાસ્તવિક છે અને કે જો અર્પણ સંપૂર્ણ રીતે ભીનું હોય તોપણ તે તેને બાળી કાઢશે. અનેકવાર, પ્રબોધકોએ ઉપદેશ આપ્યો હતો કે યહોવા ઈશ્વર છે, તેથી લોકોએ તેમની આરાધના કરવી જોઈએ. તે ઈશ્વર હોવા છતાં, લોકો યહોવાની આરાધના કરતા નહોતા. એક વાસ્તવિક સ્થિતિનાં રૂપમાં કથન કે સૂચનને મૂકીને એલિયા ઇઝરાયેલનાં લોકોને તેઓએ જે કરવું જોઈએ તે સમજાવવાનાં પ્રયાસમાં છે.

“હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોનો ઈશ્વર યહોવા તમને પૂછે છે કે, પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે; ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન ક્યાં છે ? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે ?” (માલાખી ૧:૬ ULT)

યહોવાએ કહ્યું છે કે ઇઝરાયેલ માટે તે એક પિતા અને એક ધણી છે, તેથી આ કથનની શરૂઆત “જો” થી થાય છે તેને લીધે આ કથન અનુમાનિક સ્થિતિ જેવી લાગે છે ખરી તોપણ તે અનુમાનિક સ્થિતિ નથી. આ કલમની શરૂઆત એક કહેવતની સાથે થાય છે કે પુત્ર તેના પિતાને માન આપે છે. સર્વ જાણે છે કે તે સાચી વાત છે. પરંતુ ઇઝરાયેલનાં લોકો યહોવાને માન આપતા નથી. આ કલમમાંની બીજી કહેવત કહે છે કે ચાકર પોતાના ધણીને માન આપે છે. સર્વ જાણે છે કે તે સાચી વાત છે. પરંતુ ઇઝરાયેલનાં લોકો યહોવાને માન આપતા નથી, તેથી એવું લાગે છે કે તે તેઓનો ધણી નથી. પરંતુ યહોવા તો ધણી છે. યહોવા અનુમાનિક સ્થિતિનો ઉપયોગ ઇઝરાયેલનાં લોકો ખોટા છે તે દર્શાવવા માટે કરે છે. સ્થિતિનો બીજો ભાગ સ્વાભાવિકપણે પ્રગટ થવો જોઈએ પરંતુ સ્થિતિજન્ય કથન સાચું હોવા છતાં, તે થઇ રહ્યું નથી.

અનુવાદની વ્યૂહરચનાઓ

એક અનુમાનિક સ્થિતિનાં રૂપનો ઉપયોગ જો મૂંઝવણ ઊભી કરનાર અથવા વાક્યના પ્રથમ ભાગમાં વક્તા જે કહે છે તેના પર તે શંકા કરી રહ્યો છે એવું જો વાંચકોને અનુભતી કરાવતું હોય, તો તેના બદલે એક કથનનો જ ઉપયોગ કરો. ભાવાર્થને વધારે સ્પષ્ટ કરવા માટે “એમ હોવાથી” કે “તમે જાણો છો કે...” કે “તે હકીકત છે કે...” જેવા શબ્દોનો ઉપયોગ સહાયક થઇ શકે છે.

અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણનાં દાખલાઓ

જો યહોવા ઈશ્વર છે, તો તેમની આરાધના કરો !” (વાર્તા ૧૯ ફ્રેમ ૬ OBS)

તે હકીકત છે કે યહોવા ઈશ્વર છે, તેથી તેમની આરાધના કરો !”

“હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોનો ઈશ્વર યહોવા તમને પૂછે છે કે, પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે; ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન ક્યાં છે ? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે ?” (માલાખી ૧:૬ ULT)

“પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે. એમ જ જો હું પિતા છું તો મારું માન ક્યાં છે ? એમ જ જો હું ધણી છું તો મારું માન ક્યાં છે ?”