gu_ta/translate/figs-youdual/01.md

10 KiB

વર્ણન

જયારે “તું” શબ્દ માત્ર એક જ વ્યક્તિનો ઉલ્લેખ કરે ત્યારે કેટલીક ભાષાઓમાં એકવચનનું રૂપ “તું” વપરાય છે, અને જયારે એકથી વધારે વ્યક્તિઓ માટે “તું” શબ્દ ઉલ્લેખ કરે ત્યારે બહુવચનનું રૂપ “તમે” વાપરવામાં આવે છે. માત્ર બે જ વ્યક્તિઓનો ઉલ્લેખ “તું” શબ્દ કરે ત્યારે અમુક ભાષાઓમાં “તું” માટેનું બેવડું રૂપ પણ હોય છે. જો અનુવાદકો આ ભાષાઓમાંની કોઈ એક ભાષા બોલતા હોય તો વકતાનો અર્થ શો હતો તે તેઓએ જાણવાની જરૂરત છે કે જેથી તેઓની ભાષામાં “તું” માટેનો યોગ્ય શબ્દ તેઓ પસંદ કરી શકે. ભલે કેટલા પણ લોકો અંગે તે રૂપ ઉલ્લેખ કરતું હોય તોપણ કેટલીક ભાષાઓ જેમ કે અંગ્રેજી પાસે માત્ર એક જ રૂપ છે.

બાઈબલ મૂળ હિબ્રૂ, અરામિક, અને ગ્રીક ભાષાઓમાં લખવામાં આવ્યુ હતું. આ તમામ ભાષાઓમાં “તું” માટેનું એકવચનનું રૂપ છે અને “તું” માટેનું બહુવચનનું રૂપ પણ છે. જયારે આપણે તે ભાષાઓમાં બાઈબલ વાંચીએ છીએ ત્યારે સર્વનામો અને ક્રિયાપદનાં રૂપો “તું” શબ્દ એક વ્યક્તિનો કે એકથી વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે તે દર્શાવે છે. તેમ છતાં તે રૂપો માત્ર બે વ્યક્તિઓનો કે એકથી વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે તે દર્શાવતું નથી. જયારે “તું” શબ્દ કેટલા લોકોનો ઉલ્લેખ કરે છે તે અંગે સર્વનામો દર્શાવતા નથી ત્યારે બોલનાર કેટલા લોકોની સાથે વાતચીત કરી રહ્યો હતો તેને જોવા માટે પૂર્વ સંદર્ભમાં આપણે જોવાની જરૂરત છે.

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

  • અનુવાદકો જે ભાષા બોલતા હોય તેમાં જો “તું” માટેનાં એકવચન, બેવડા અને બહુવચનનાં અલગ અલગ રૂપો હોય તો વક્તાનો ભાવાર્થ શો હતો તે તેઓએ હંમેશા જાણવાની જરૂરત રહેશે કે જેથી તેઓની ભાષામાં “તું” માટેના યોગ્ય શબ્દની પસંદગી તેઓ કરી શકે.
  • ઘણી ભાષાઓમાં કર્તા એકવચન છે કે બહુવચન તેના પર આધાર રાખીને ક્રિયાપદનાં વિવિધ રૂપો પણ હોય છે. તેથી “તું” અર્થની સાથે સર્વનામ ના હોય તોપણ, આ ભાષાઓનાં અનુવાદકોએ જાણવાની જરૂરત પડશે કે શું વક્તા એક વ્યક્તિ કે એકથી વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરી રહ્યો છે.

અમુકવાર સંદર્ભ સ્પષ્ટતા કરી દેશે કે “તું” શબ્દ એક કે એકથી વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. વાક્યમાં રહેલા અન્ય સર્વનામોને જો તમે જોશો તો વક્તા કેટલા લોકો અંગે સંબોધન કરી રહ્યો છે તે જાણવામાં તેઓ સહાયક થશે.

બાઈબલમાંથી દાખલાઓ

અને ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે, “ઉપદેશક, અમારી ઈચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તું અમારે વાસ્તે કરે.” ૩૬ અને તેણે તેઓને કહ્યું, “તમારી શી ઇચ્છા છે ? હું તમારે વાસ્તે શું કરું ?” (માર્ક ૧૦:૩૫-૩૬ ULT)

તેઓને માટે તે શું કરે એવી તેઓની શી ઈચ્છા છે તે વિષે ઇસુ, યાકૂબ અને યોહાન એમ બે જણાંને પૂછે છે. જો લક્ષ્યાંકિત ભાષામાં “તું” માટેનાં બેવડુ રૂપ હોય તો તેનો ઉપયોગ કરો. જો લક્ષ્યાંકિત ભાષામાં બેવડું રૂપ ના હોય તો તેનાં બહુવચનનો ઉપયોગ કરવું યથાયોગ્ય રહેશે.

ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે, ને તેઓને કહે છે, “સામેના ગામમાં જાઓ; અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે; તેને છોડીને મારી પાસે લાવો.” (માર્ક ૧૧:૧બ-૨ ULT)

સંદર્ભ તેની સ્પષ્ટતા કરે છે કે ઇસુ બે લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે. જો લક્ષ્યાંકિત ભાષામાં “તું” માટેનાં બેવડુ રૂપ હોય તો તેનો ઉપયોગ કરો. જો લક્ષ્યાંકિત ભાષામાં બેવડું રૂપ ના હોય તો તેનાં બહુવચનનો ઉપયોગ કરવું યથાયોગ્ય રહેશે.

વિખેરાઈ ગયેલાં બારે કુળને, દેવના તથા પ્રભુ ઇસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. મારા ભાઈઓ, જયારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો; કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. (યાકૂબ ૧:૧-૩ ULT)

યાકૂબે આ પત્ર ઘણા લોકોને સંબોધીને લખ્યો હતો તેથી “તમે” શબ્દ ઘણાં લોકોનો ઉલ્લેખ કરે છે. જો લક્ષ્યાંકિત ભાષામાં “તું” માટે બહુવચનનું રૂપ હોય તો તેનો અહીં ઉપયોગ કરવું યથાયોગ્ય રહેશે.

“તું” શબ્દ કેટલાં લોકોનો ઉલ્લેખ કરે છે તેને શોધી કાઢવા માટેની વ્યૂહરચનાઓ

(૧) અનુવાદની નોંધમાં જુઓ કે શું તેઓ જણાવે છે કે “તું” શબ્દ એક વ્યક્તિને કે એકથી વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે કે નહિ.
(૨) UST માં જુઓ કે શું તે એવું કશુંક દર્શાવે છે કે જે “તું” શબ્દ એક વ્યક્તિનો કે એકથી વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે કે નહિ.
(૩) તમારી પાસે જે બાઈબલ છે જેને કોઈ એવી ભાષામાં લખવામાં આવ્યું છે કે જેમાં “તું” એકવચન અને “તમે” બહુવચનમાં તફાવત દર્શાવવામાં આવ્યું હોય તો તે બાઈબલમાં તે વાક્યનું “તું” માટે કયું રૂપ છે તેને જુઓ.
(૪) સંદર્ભમાં જુઓ કે વક્તા કોની સાથે વાત કરી રહ્યો છે અને તેને કોને પ્રત્યુતર આપ્યો છે.

આપેલ લિંકમાં તમે વિડીઓ પણ જોઈ શકો છો: https://ufw.io/figs_youdual.