gu_ta/translate/figs-youcrowd/01.md

11 KiB

સમજૂતી

બાઇબલ હિબ્રુ, અરામિક અને ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું છે. આ ભાષાઓમાં "તમે" શબ્દનું એકવચન સ્વરૂપ છે જ્યારે "તું" શબ્દ માત્ર એક વ્યક્તિનો સંદર્ભ આપે છે અને જ્યારે " તું " શબ્દ એક કરતાં વધુ વ્યક્તિનો સંદર્ભ આપે છે ત્યારે તેનું બહુવચન સ્વરૂપ છે. જો કે, કેટલીકવાર બાઇબલના વક્તાઓ લોકોના જૂથ સાથે વાત કરતા હોવા છતાં પણ "તું" ના એકવચનનો ઉપયોગ કરતા હતા. જ્યારે તમે અંગ્રેજીમાં બાઇબલ વાંચો છો ત્યારે આ સ્પષ્ટ નથી કારણ કે અંગ્રેજીમાં જુદાં જુદાં સ્વરૂપો નથી જે દર્શાવે છે કે ક્યાં "તું" એકવચન છે અને ક્યાં "તું" બહુવચન છે. પરંતુ જો તમે બાઇબલને એવી ભાષામાં વાંચો કે જેનું અલગ સ્વરૂપ છે, તો તમે આ જોઈ શકો છો.

ઉપરાંત, જુના કરારના વક્તાઓ અને લેખકો ઘણીવાર લોકોના જૂથો માટે બહુવચન સર્વનામ "તેઓ" ને બદલે એકવચન સર્વનામ "તે" ઉપયોગ કરે છે.

છેલ્લે, જુના કરારના વક્તાઓ અને લેખકો પણ એવી ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે કે જેમાં તેમણે જૂથના ભાગ રૂપે ‘હું’ કહીને કર્યું હતું જ્યારે, વાસ્તવમાં, સમગ્ર જૂથ સામેલ હતું.

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

  • ઘણી ભાષાઓ માટે, બાઇબલ વાંચનાર અનુવાદકને જાણવાની જરૂર પડશે કે "તું" ના સામાન્ય સ્વરૂપ સાથે વક્તા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો કે એકથી વધુ સાથે.
  • કેટલીક ભાષાઓમાં, જો કોઈ વક્તા એક કરતાં વધુ વ્યક્તિ સાથે અથવા તેના વિશે બોલતી વખતે એકવચન સર્વનામનો ઉપયોગ કરે તો તે ગુંચવણ ભરેલું બની શકે છે.

બાઈબલમાંના ઉદાહરણો

1 હવે માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો; નહી તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી 2 એ માટે જયારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે તેમ તું પોતાની આગળ રણશિંગડુ ન વગાડ; હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચુક્યા છે. (માથ્થી 6:1-2 ULT)

ઈસુએ ટોળાને આ કહ્યું. તેણે કલમ 1 માં "તમે" બહુવચનનો ઉપયોગ કર્યો, અને કલમ 2 ના પ્રથમ વાક્યમાં " તું " એકવચનનો ઉપયોગ કર્યો. પછી, છેલ્લા વાક્યમાં, તેણે ફરીથી બહુવચનનો ઉપયોગ કર્યો.

ઈશ્વરે આ બધા શબ્દો કહ્યા: “હું યહોવા, તારો ઈશ્વર છું, જે તને મિસરની ભૂમિમાંથી, ગુલામીના ઘરમાંથી બહાર લાવ્યો. મારા સિવાય તારે બીજા કોઈ દેવો ન હોય. (નિર્ગમન 20:1-3 ULT)

ઈશ્વરે ઇઝરાયલના બધા લોકોને આ કહ્યું. તે તેમને બધાને મિસરમાંથી બહાર લઈ ગયો હતો અને તે ઈચ્છતો હતો કે તે બધા તેની આજ્ઞા પાળે, પરંતુ તેઓની સાથે વાત કરતી વખતે તેણે અહીં એકવચનનો ઉપયોગ કર્યો.

યહોવા કહે છે, "અદોમના ત્રણ પાપો માટે, હા, ચાર માટે, હું શિક્ષા ટાળીશ નહીં, કારણ કે તેણે તલવાર વડે તેના ભાઈનો પીછો કર્યો હતો અને સઘળી દયાનો ત્યાગ કર્યો. તેનો ગુસ્સો સતત ભડકી રહ્યો હતો, અને તેનો ક્રોધ હંમેશ માટે ટકી રહ્યો હતો." (આમોસ 1:11 ULT)

યહોવાહે આ વાતો અદોમ રાષ્ટ્ર વિશે કહી હતી, માત્ર એક વ્યક્તિ વિશે નહિ.

અને હું રાત્રે ઉભો થયો, હું અને મારી સાથે થોડા માણસો. અને હું રાત્રે નાળા ને કાંઠે કાંઠે ગયો, અને હું કોટ તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. અને હું પાછો ફર્યો, અને હું ખીણના દરવાજા દ્વારા દાખલ થયો, અને હું પાછો ફર્યો. (નહેમ્યાહ 2:12a,15 ULT)

નહેમ્યા સ્પષ્ટ કરે છે કે તે યરૂશાલેમના કોટનું તેના નિરીક્ષણ કરવા તેની સાથે અન્ય લોકોને લાવ્યો હતો. પરંતુ તે પ્રવાસનું વર્ણન કરે છે તેમ, તે ફક્ત કહે છે કે "મેં" આ અને તે કર્યું.

અનુવાદ માટેની વ્યૂહરચના

(1) જો લોકોના સમૂહનો ઉલ્લેખ કરતી વખતે સર્વનામનું એકવચન સ્વાભાવિક હશે, તો તેનો ઉપયોગ કરવાનું વિચારો.

  • તમે તેનો ઉપયોગ કરી શકો છો કે કેમ તે વક્તા કોણ છે અને તે લોકો કોના વિશે વાત કરી રહ્યો છે અથવા વાત કરી રહ્યો છે તેના પર આધાર રાખે છે.
  • તે વક્તા શું બોલે છે તેના પર પણ આધાર રાખે છે.

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) જો લોકોના જૂથનો ઉલ્લેખ કરતી વખતે સર્વનામનું એકવચન સ્વરૂપ સ્વાભાવિક ન હોય અથવા જો વાચકો તેનાથી ગૂંચવણમાં હોય, તો સર્વનામના બહુવચન સ્વરૂપનો ઉપયોગ કરો.

યહોવા કહે છે, "અદોમના ત્રણ પાપો માટે, હા, ચાર માટે, હું શિક્ષા ટાળીશ નહીં, કારણ કે તેણે તલવાર વડે તેના ભાઈનો પીછો કર્યો હતો અને સઘળી દયાનો ત્યાગ કર્યો. તેનો ગુસ્સો સતત ભડકી રહ્યો હતો, અને તેનો ક્રોધ હંમેશ માટે ટકી રહ્યો હતો." (આમોસ 1:11 ULT)

યહોવા કહે છે, "અદોમના ત્રણ પાપો માટે, હા, ચાર માટે, હું શિક્ષા ટાળીશ નહીં, કારણ કે તેમણે તલવાર વડે તેમના ભાઈનો પીછો કર્યો હતો અને સઘળી દયાનો ત્યાગ કર્યો. તેમનો ગુસ્સો સતત ભડકી રહ્યો હતો, અને તેમનો ક્રોધ હંમેશ માટે ટકી રહ્યો હતો."

અને હું રાત્રે ઉભો થયો, હું અને મારી સાથે થોડા માણસો. અને હું રાત્રે નાળા ને કાંઠે કાંઠે ગયો, અને હું કોટ તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. અને હું પાછો ફર્યો, અને હું ખીણના દરવાજા દ્વારા દાખલ થયો, અને હું પાછો ફર્યો. (નહેમ્યાહ 2:12a,15 ULT)

અને હું રાત્રે ઉભો થયો, હું અને મારી સાથે થોડા માણસો. અને અમે રાત્રે નાળા ને કાંઠે કાંઠે ગયા, અને અમે કોટ તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા. અને અમે પાછા ફર્યા, અને અમે ખીણના દરવાજા દ્વારા દાખલ થયા, અને *અમે પરત આવ્યા.