20 lines
3.0 KiB
Markdown
20 lines
3.0 KiB
Markdown
### એકવચન, બેવચન અને બહુવચન
|
|
|
|
કેટલીક ભાષાઓમાં “તમે” માટે એકથી વધુ શબ્દ હોય છે કે જે “તમે” કેટલા લોકોનો ઉલ્લેખ કરે છે તે પર આધાર રાખે છે. **એકવચન** સ્વરૂપ તે એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને **બહુવચન** સ્વરૂપ એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. કેટલીક ભાષાઓમાં **બેવચન** સ્વરૂપ પણ હોય છે કે જે બે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને કેટલીકમાં અન્ય સ્વરૂપો હોય છે કે જે ત્રણ અથવા ચાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
|
|
|
|
તમે આ વિડિઓ અહીં જોઈ શકો છો http://ufw.io/figs_younum
|
|
|
|
બાઈબલના વક્તા કેટલીકવાર એકવચન સ્વરૂપ “તમે” નો ઉપયોગ ત્યારે પણ કરે છે જ્યારે તે કોઈ ટોળાની વાત કરી રહ્યા હોય છે.
|
|
|
|
* [એકવચન સર્વનામ કે જે જૂથોનો ઉલ્લેખ કરે છે](../figs-youcrowd/01.md)
|
|
|
|
### ઔપચારિક અને અનૌપચારિક
|
|
|
|
કેટલીક ભાષાઓમાં “તમે” નો એકથી વધુ સ્વરૂપ હોય છે કે જે વક્તા અને તે વ્યક્તિ કે જેની સાથે વક્તા વાત કરી રહ્યા છે તે બંને વચ્ચેના સંબંધ પર આધારિત છે. લોકો **ઔપચારિક** સ્વરૂપ “તમે”નો ઉપયોગ કરે છે જયારે તે કોઈ વડીલ અથવા ઉચ્ચ અધિકારી અથવા તે વ્યક્તિ કે જેમને તે સારી રીતે જાણતા નથી તેમની વાત કરે છે ત્યારે. લોકો **અનૌપચારિક** સ્વરૂપનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે તે વ્યક્તિ વડીલ નથી અથવા ઉચ્ચ અધિકારી નથી, અથવા પરિવારના સભ્ય અથવા ગાઢ મિત્ર હોય.
|
|
|
|
તમે આ વિડિઓ અહીં જોઈ શકો છો http://ufw.io/figs_youform.
|
|
|
|
આ અનુવાદ કરવામાં સહાય માટે, અમે સૂચવીએ છીએ કે તમે વાંચો:
|
|
|
|
* [“તમે”ના સ્વરૂપો - ઔપચારિક અથવા અનૌપચારિક](../figs-youformal/01.md)
|