gu_ta/translate/figs-quotesinquotes/01.md

14 KiB
Raw Permalink Blame History

વર્ણન

અવતરણની અંદર અવતરણ હોય એવું સંભવિત છે, અને જે અવતરણો બીજા અવતરણોની અંદર હોય તેઓની અંદર પણ અવતરણો હોય એવું પણ સંભવિત છે. જયારે કોઈ એક અવતરણની અંદર બીજા અવતરણો પણ હોય ત્યારે તેઓને આપણે અવતરણની અંદરનાં “સ્તરો” કહીએ છીએ, અને અવતરણોમાંનું દરેક એક સ્તર છે. જ્યારે અવતરણોની અંદર ઘણા સ્તરનાં અવતરણો આવેલા હોય ત્યારે શ્રોતાગણ અને વાંચકો માટે જાણવું ઘણું કપરું થઇ પડે છે કે કોણ શું કહી રહ્યું છે. તેને સરળ બનાવવા કેટલીક ભાષાઓ પ્રત્યક્ષ અવતરણો અને પરોક્ષ અવતરણોનાં સંયોજનનો ઉપયોગ કરે છે.

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

૧. જયારે કોઈ એક અવતરણની અંદર અવતરણ આવતું હોય ત્યારે સર્વનામો કોનો ઉલ્લેખ કરી રહ્યા છે તે શ્રોતાએ જાણવું જરૂરી થઇ પડે છે. દાખલા તરીકે: જો કોઈ એક અવતરણ કે જે બીજા કોઈ અવતરણની અંદર છે જેમાં “હું” શબ્દ આવ્યો છે, તો શ્રોતાએ જાણવાની જરૂર છે કે “હું” શબ્દ અંદરના અવતરણનાં કે બહારના અવતરણનાં વક્તાનો ઉલ્લેખ કરે છે. ૧. જયારે અવતરણોની અંદર અવતરણો આવતા હોય ત્યારે અમુક ભાષાઓ અલગ પ્રકારના અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરીને તફાવતની સ્પષ્ટતા કરે છે. તેઓ અમુક માટે પ્રત્યક્ષ અવતરણો અને બાકીના માટે પરોક્ષ અવતરણોનો ઉપયોગ કરી શકે છે. ૧. અમુક ભાષાઓ પરોક્ષ અવતરણોનો ઉપયોગ કરતી નથી.

બાઈબલમાંથી દાખલાઓ

એકમાત્ર સ્તર ધરાવનાર અવતરણ

પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી નાગરિક છું.” (પ્રે.કૃ. ૨૨:૨૮બ ULT)

બે સ્તર ધરાવનાર અવતરણો

ઈસુએ તેઓને ઉત્તર આપીને કહ્યું, “સાવધાન રહો કે, તમને કોઈ ભૂલાવે નહિ. કેમ કે ઘણા મારે નામે આવશે. તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું, અને ઘણાને ભૂલાવશે.” (માથ્થી ૨૪:૪-૫ ULT)

સૌથી બહારનું સ્તર ઈસુએ તેમના શિષ્યોને જે કહ્યું તેને દર્શાવે છે. જયારે બીજો સ્તર અન્ય લોકો જે કહેશે તેને દર્શાવે છે.

ઈસુએ ઉત્તર આપ્યો, “તેં કહ્યું કે હું રાજા છું.” (યોહાન ૧૮:૩૭બ ULT)

સૌથી બહારનું સ્તર ઈસુએ પિલાતને જે કહ્યું તેને દર્શાવે છે જયારે બીજું સ્તર પિલાતે ઇસુ વિષે જે કહ્યું તેને દર્શાવે છે.

ત્રણ સ્તરો ધરાવનાર અવતરણ

ઇબ્રાહિમે કહ્યું, “... મેં તેણીને કહ્યું હતું, ‘મારા પર તું એક એવી કૃપા કરજે: જ્યાં જ્યાં આપણે જઈએ, ત્યાં ત્યાં તું મારા વિષે કહેજે, “તે મારો ભાઈ છે.”’” (ઉત્પત્તિ ૨૦:૧૧અ, ૧૩ ULT)

સૌથી બહારનું સ્તર અબિમેલેખને ઈબ્રાહિમે જે પ્રત્યુતર આપ્યો તેને દર્શાવે છે. બીજું સ્તર ઈબ્રાહિમે તેની પત્નીને જે કહ્યું હતું તેને દર્શાવે છે. ત્રીજું સ્તર તેની પત્નીએ શું કહેવું તે અંગે તેની ઈચ્છાને દર્શાવે છે. (અમે ત્રીજા સ્તરને ઘાટા શબ્દોમાં દર્શાવ્યું છે.)

ચાર સ્તરો ધરાવનાર અવતરણ

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો જેણે અમને કહ્યું, ‘જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, “યહોવા આમ કહે: ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.”’” (૨ રાજા ૧:૬ ULT)

સૌથી બહારનું સ્તર ખેપિયાઓએ રાજાને જે કહ્યું તેને દર્શાવે છે. બીજું સ્તર ખેપિયાઓને જે માણસ મળ્યો હતો તેણે જે કહ્યું હતું તેને દર્શાવે છે. ત્રીજું સ્તર ખેપિયાઓએ રાજાને શું કહેવું જોઈએ તેની તે માણસની ઈચ્છાને દર્શાવે છે. ચોથું યહોવાએ જે કહ્યું હતું તેને દર્શાવે છે. (અમે ચોથું સ્તર ઘાટા શબ્દોમાં લખ્યું છે.)

અનુવાદની વ્યૂહરચનાઓ

કેટલીક ભાષાઓ માત્ર પ્રત્યક્ષ અવતરણોનો ઉપયોગ કરે છે. અન્ય ભાષાઓ પ્રત્યક્ષ અવતરણો અને પરોક્ષ અવતરણોનાં સંયોજનનો ઉપયોગ કરે છે. એવી ભાષાઓમાં જો પ્રત્યક્ષ અવતરણોનાં ઘણા સ્તરોનો ઉલ્લેખ કરવામાં આવે તો કદાચ તે વિચિત્ર લાગે અને કદાચ ગૂંચવાડો પણ ઊભો થઇ શકે છે.

(૧) સઘળા અવતરણોને પ્રત્યક્ષ અવતરણોનાં રૂપમાં અનુવાદ કરો.
(૨) એક અથવા અમુક અવતરણોને પરોક્ષ અવતરણોમાં અનુવાદ કરો. (જુઓ [પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો] (../figs-quotations/01.md).)

અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણનાં દાખલાઓ

(૧) સઘળા અવતરણોને પ્રત્યક્ષ અવતરણોનાં રૂપમાં અનુવાદ કરો. નીચે આપવામાં આવેલ દાખલામાં ULTમાં પરોક્ષ અવતરણોને અને તેની નીચે જે અવતરણોને અમે પ્રત્યક્ષ અવતરણોમાં બદલ્યા છે તેઓને ઘાટા શબ્દોમાં દર્શાવ્યા છે.

ફેસ્તુસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરીને કહ્યું, “ફેલીક્ષ એક બંદીવાનને મૂકી ગયો છે. એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહિ. મેં પૂછયું કે શું તે યરૂશાલેમ જઈને ત્યાં આ વાતો સંબંધી તેનો ન્યાય કરાવવા ઈચ્છે છે. પણ તેના મુકદ્દમાનો ફેંસલો પાદશાહથી થવો જોઈએ એવી પાઉલે માંગણી કરી, તેથી કૈસરની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો.” (પ્રે.કૃ. ૨૫:૧૪બ,૨૦-૨૧ ULT)

ફેસ્તુસે પાઉલનો કેસ રાજાની સમક્ષ રજુ કર્યો. તેણે કહ્યું, “ફેલીક્ષ એક બંદીવાનને મૂકી ગયો છે. એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહિ. મેં પૂછયું, ‘શું તે યરૂશાલેમ જઈને ત્યાં આ વાતો સંબંધી તેનો ન્યાય કરાવવા ઈચ્છે છે’. પણ ‘તેના મુકદ્દમાનો ફેંસલો પાદશાહથી થવો જોઈએ’ એવી પાઉલે માંગણી કરી, તેથી મેં સંરક્ષકને કહ્યું, ‘કૈસરની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખો’

(૨) એક અથવા અમુક અવતરણોને પરોક્ષ અવતરણોનાં રૂપમાં અનુવાદ કરો. અંગ્રેજીમાં “કે” શબ્દ પરોક્ષ અવતરણોની પહેલા આવી શકે. નીચે આપવામાં આવેલ દાખલામાં તેને ઘાટા શબ્દોમાં દર્શાવેલ છે. પરોક્ષ અવતરણને લીધે જે સર્વનામોમાં બદલાણ કરવાની જરૂરત પડી છે તેઓને પણ ઘાટા શબ્દોમાં દર્શાવવામાં આવ્યું છે.

અને યહોવાએ મૂસાની સાથે વાતચીત કરીને કહ્યું, “મેં ઇઝરાયેલપુત્રોની કચકચ સાંભળી છે. તેઓની સાથે વાતચીત કરીને તેઓને કહે, ‘તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો. અને તમે જાણશો કે તમારો ઈશ્વર યહોવા હું છું.’” (નિર્ગમન ૧૬:૧૧-૧૨ ULT)

અને યહોવાએ મૂસાની સાથે વાતચીત કરીને કહ્યું, “મેં ઇઝરાયેલપુત્રોની કચકચ સાંભળી છે. તેઓની સાથે વાતચીત કરીને તેઓને કહે કેતેઓ સાંજે માંસ ખાશે ને સવારે તેઓ રોટલીથી તૃપ્ત થશે. અને તેઓ જાણશે કે તેઓનો ઈશ્વર યહોવા હું છું.’”

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો જેણે અમને કહ્યું, ‘જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, “યહોવા આમ કહે: ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”’” (૨ રાજા ૧:૬ ULT)

તેઓએ તેને કહ્યું કે એક માણસ તેઓને મળવા તેઓની સામે આવ્યો જેણે તેઓનેકહ્યું, “જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે યહોવા આમ કહે: ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”