gu_ta/translate/figs-quotemarks/01.md

16 KiB
Raw Permalink Blame History

વર્ણન

કેટલીક ભાષાઓમાં સીધેસીધા અવતરણોને પાઠનાં બાકીના ભાગથી અલગ સૂચવવા અવતરણ ચિહ્નો વડે દર્શાવવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં અવતરણ શરૂ થતાની સાથે જ “ ચિહ્ન અને અવતરણ પૂરું થતા ” ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે.

  • યોહાને કહ્યું, “હું ક્યારે આવી પહોંચીશ તે હું જાણતો નથી.”

પરોક્ષ અવતરણોમાં અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

  • યોહાને કહ્યું કે તે જાણતો નહોતો કે તે ક્યારે આવી પહોંચશે.

અન્ય અવતરણોની અંદર જ્યારે અવતરણોનાં બીજા અનેક સ્તરો હોય ત્યારે વાંચકો માટે સમજવામાં મુશ્કેલી સર્જાય જાય છે કે કોણ શું બોલી રહ્યું છે. બે પ્રકારના અવતરણ ચિહ્નોનો વિકલ્પ પૂરો પાડવાથી તેઓનું પગેરું કાઢવામાં સાવચેત વાંચકોને મદદ મળી શકે છે. અંગ્રેજીમાં, સૌથી બહારના અવતરણ માટે બે અવતરણ ચિહ્નો હોય છે, અને તેની અંદરના આગલા અવતરણ માટે એક જ અવતરણ ચિહ્ન હોય છે. જો એવું થાય કે તેની અંદર ત્રીજું અવતરણ દાખલ કરવામાં આવ્યું હોય તો તે અવતરણને ફરીથી અવતરણનાં બે ચિન્હો હોય છે.

  • મરિયમે કહ્યું, “યોહાને કહ્યું, ‘હું ક્યારે આવી પહોંચીશ તે હું જાણતો નથી.’”
  • બોબે કહ્યું, “મરિયમે મને કહ્યું, ‘યોહાને કહ્યું, “હું ક્યારે આવી પહોંચીશ તે હું જાણતો નથી.”

અમુક ભાષાઓમાં અલગ પ્રકારના અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે: અહીં કેટલાંક ઉદાહરણો આપેલ છે: , ,, “ ” <> <<>> ⁊ — .

બાઈબલમાંથી દાખલાઓ

નીચે આપવામાં આવેલ દાખલાઓ ULT માં ઉપયોગ કરવામાં આવેલ અવતરણ ચિહ્નનાં પ્રકારને દર્શાવે છે.

માત્ર એક સ્તર ધરાવનાર અવતરણ

સૌથી પ્રથમ સ્તરનાં સીધા અવતરણમાં તેની આસપાસ અવતરણનાં બે ચિહ્નો હોય છે.

તેથી રાજાએ પ્રત્યુતર આપ્યો, “તે તો તિશ્બી એલિયા છે.” (૨ રાજા ૧:૮બ ULT)

બે સ્તરવાળા અવતરણો

બીજા સ્તરના સીધા અવતરણમાં તેની આસપાસ અવતરણનું એક ચિહ્ન હોય છે. અમે તેનું મુદ્રણ કર્યું છે અને તેઓને તમે સ્પષ્ટતાથી નિહાળી શકો માટે અમે તેને ઘાટા શબ્દોમાં ગોઠવ્યું છે.

તેઓએ તેને પૂછયું, “તને આવું કહેનાર એ માણસ કોણ છે, ’તારો ખાટલો ઊંચકી લે અને ચાલ’ (યોહાન ૫:૧૨ ULT)

ત્યારે તેણે શિષ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા, “સામેના ગામમાં જાઓ, તેમાં પેસતાં જ એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી. તેને છોડીને મારી પાસે લાવો. જો કોઈ તમને પૂછે, ’તમે તેને કેમ છોડો છો ? તો તમે તેને આ રીતે કહેજો, ‘પ્રભુને તેની જરૂરત છે.” (લૂક ૧૯:૨૯બ-૩૧ ULT)

ત્રણ સ્તરો ધરાવનાર અવતરણ

ત્રીજા સ્તરના સીધા અવતરણમાં તેની આસપાસ અવતરણના બે ચિહ્ન હોય છે. અમે તેનું મુદ્રણ કર્યું છે અને તેઓને તમે સ્પષ્ટતાથી નિહાળી શકો માટે અમે તેને ઘાટા શબ્દોમાં ગોઠવ્યું છે.

ઇબ્રાહિમ બોલ્યો, “કેમ કે મેં ધાર્યું, ‘ખચીત આ સ્થાને ઈશ્વરનું ભય નથી, અને તેઓ મારી પત્નીને લીધે મને મારી નાખશે. વળી, તેણી ખરેખર મારી બહેન છે, મારા પિતાની દીકરી, પરંતુ મારી માતાની દીકરી નહિ; અને તે મારી પત્ની થઇ. અને એમ થયું કે ઈશ્વરે મને મારા બાપના ઘરમાંથી કાઢયો ત્યારે મેં તેણીને કહ્યું હતું, ‘મારા પર તું એક એવી કૃપા કરજે: જ્યાં જ્યાં આપણે જઈએ, ત્યાં ત્યાં તું મારા વિષે કહેજે, “તે મારો ભાઈ છે.”’” (ઉત્પત્તિ ૨૦:૧૧-૧૩ ULT)

ચાર સ્તર ધરાવનાર અવતરણ

ચોથા સ્તરના સીધા અવતરણમાં તેની આસપાસ અવતરણનું માત્ર એક ચિહ્ન હોય છે. અમે તેનું મુદ્રણ કર્યું છે અને તેઓને તમે સ્પષ્ટતાથી નિહાળી શકો માટે અમે તેને ઘાટા શબ્દોમાં ગોઠવ્યું છે.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો જેણે અમને કહ્યું, ‘જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, “યહોવા આમ કહે: ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે. ” (૨ રાજા ૧:૬ ULT)

અવતરણ ચિહ્નો મૂકવાની વ્યૂહરચનાઓ

અહીં કેટલીક રીતો આપવામાં આવી છે કે જેનાથી તમે વાંચકોને એ જાણવામાં સહાય કરી શકો છો કે ક્યાં દરેક અવતરણની શરૂઆત થઇ છે અને સમાપ્તિ થઇ છે કે જેથી કોણે શું કહ્યું હતું તે તેઓ આસાનીથી જાણી શકે.

(૧) સીધા અવતરણનાં સ્તરોને દર્શાવવા માટે બે પ્રકારના અવતરણ ચિહ્નોનાં વિકલ્પો રાખો. અંગ્રેજી ભાષામાં બે અવતરણ ચિહ્નો અને એકમાત્ર અવતરણ ચિહ્નોનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
(૨) એક અથવા અમુક અવતરણોને પરોક્ષ અવતરણોમાં અનુવાદ કરો કે જેથી ઓછા અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે, કેમ કે પરોક્ષ અવતરણોમાં ચિહ્નોની જરૂરત પડતી નથી. (જુઓ [પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો] (../figs-quotations/01.md).)
(૩) જો અવતરણ ઘણું લાંબુ હોય અને તેમાં અવતરણનાં ઘણા સ્તરો હોય, તો મુખ્ય સમગ્ર અવતરણને પેટા હાંસિયામાં મૂકો, અને તેની અંદર રહેલા સીધા અવતરણો માટે જ અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરો.

અવતરણ ચિહ્નો મૂકવાની વ્યૂહરચનાઓના લાગુકરણનાં દાખલાઓ

(૧) ULT પાઠમાં દર્શાવ્યા મુજબ નીચે સીધા અવતરણનાં સ્તરોને દર્શાવવા માટે બે પ્રકારના અવતરણ ચિહ્નોનાં વિકલ્પો આપવામાં આવ્યા છે.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો જેણે અમને કહ્યું, ‘જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, “યહોવા આમ કહે: ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”’” (૨ રાજા ૧:૬ ULT)

(૨) એક અથવા અમુક અવતરણોને પરોક્ષ અવતરણોમાં અનુવાદ કરો કે જેથી ઓછા અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે, કેમ કે પરોક્ષ અવતરણોમાં ચિહ્નોની જરૂરત પડતી નથી. નીચે આપવામાં આવેલ દાખલામાં “કે” શબ્દની પાછળ આવતું સઘળું રાજાને સંદેશવાહકે જે કહ્યું તેનું પરોક્ષ અવતરણ છે. તે પરોક્ષ અવતરણમાં બે અને એકમાત્ર અવતરણ ચિહ્નો ધરાવનાર કેટલાક સીધા અવતરણોને દર્શાવવામાં આવ્યા છે.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો જેણે અમને કહ્યું, ‘જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, “યહોવા આમ કહે: ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”’” (૨ રાજા ૧:૬ ULT)

તેઓએ તેને કહ્યું કે એક માણસ તેઓને મળવા તેઓની સામે આવ્યો જેણે તેઓને કહ્યું, “જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, ‘યહોવા આમ કહે: “શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”’”

(૩) જો અવતરણ ઘણું લાંબુ હોય અને તેમાં અવતરણનાં ઘણા સ્તરો હોય, તો મુખ્ય સમગ્ર અવતરણને પેટા હાંસિયામાં મૂકો, અને તેની અંદર રહેલા સીધા અવતરણો માટે જ અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરો.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો જેણે અમને કહ્યું, ‘જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, “યહોવા આમ કહે: ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”’” (૨ રાજા ૧:૬ ULT)

તેઓએ તેને કહ્યું,

એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો જેણે અમને કહ્યું, “જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો, ‘યહોવા આમ કહે: “શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના ઈશ્વર બઆલ-ઝબૂબને પૂછવા મોકલે છે ? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.”’”