gu_ta/translate/figs-hyperbole/01.md

21 KiB

વર્ણન

એક વક્તા અથવા લેખક બરાબર તે જ શબ્દોનો ઉપયોગ કરી શકે છે જેનો અર્થ સંપૂર્ણ પણે સાચો, સામાન્ય રીતે સાચો, અથવા અત્યુક્તિ (અતીશયોક્તી) તરીકે થાય છે. તેથી જ કરીને આ મુશ્કેલ થાય છે કે એક વાક્યને કેવી રીતે સમજવું.ઉદાહરણ તરીકે નિમ્નલેખિત વાક્યના ત્રણ અલગ અલગ અર્થો થઇ શકે છે.

  • દરરોજ રાત્રે અહીં વરસાદ પડે છે.                                                                                                                                                                                                             ૧. વક્તાનો અર્થ અહીં શબ્દસહ સાચો છે જો તેનો અર્થ એમ હોય કે અહિયાં દરરોજ રાત્રે વરસાદ પડે છે.                                                                                                                                                                                                                                          ૨. વક્તાનો અર્થ અહીં સામાન્યીકરણ તરીકે થાય છે જો તેમનો અર્થ છે કે અહિયાં મોટા ભાગની રાત્રે વરસાદ પડે છે.

૩. વક્તાનો અર્થ અહીં અતિશયોક્તિ વાળો થાય છે જો તે કહે કે વધુ વરસાદ પડે છે જ્યારે વાસ્તવમાં તેટલો વરસાદ પડતો નથી, સામાન્ય રીતે જે વરસાદ પડી રહ્યો છે તે પ્રત્યે મજબૂત વલણ વક્ત કરવા માટે, જેમકે તેનથી નિરાશા ઉત્પન થઇ છે અથવા તો ખૂબ ખુશી થઇ છે.

અતિશયોક્તિ: આ એવી વાક્ય રચના છે જે અતિશયોક્તિ નો ઉપયોગ કરે છે. વક્તા ઈરાદાપૂર્વક અંત્યંત અથવા તો અવાસ્તવિક નિવેદન દ્વારા કંઈક વર્ણવે છે, સામાન્ય રીતે તે જે વર્ણવી રહ્યો છે તેના વિષે પોતાની મજબૂત લાગણી અથવા અભિપ્રાય બતાવવા માટે. અને તે અપેક્ષા રાખે છે લોકો સમજે કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે.

તેઓ છોડીને જશે નહિ એક પથ્થર બીજા ઉપર (લુક ૧૯:૪૪બ યુ.એલ.ટી.)

  • આ અતિશયોક્તિ છે. તેનો અર્થ એ છે કે દુશ્મનો યરૂશાલેમનો સંપૂર્ણપણે નાશ કરશે.

ઈજીપ્તીઓની સર્વ કળામાં મૂસા તાલીમ પામેલો હતો. (પ્રે.કૃ.૭:૨૨અ)

આ અતીશીયોક્તીનો અર્થ છે કે ઈજીપ્તી શિક્ષણ જે પણ શીખવી શકતું હતું તે બધામાં તેણે તાલીમ હાંસલ કરી હતી.

સામાન્યીકરણ: આ નિવેદન મોટા ભાગના સમય માટે સાચું છે અથવા મોટા ભાગની પરિસ્થિતિઓમાં તેને લાગુ કરી શકાય છે.

તે એક જે સૂચનાઓની અવગણના કરે છે તેને ગરીબાઈ અને શરમ મળશે, પરંતુ માન આવશે તેના દ્વારા કે જેનાથી તે સુધારા શીખી રહ્યા છે. (નીતીવચન ૧૩:૧૮)

  • આ સામાન્યીકરણ કહે છે તે વિષે કે જે લોકો સૂચનાઓની અવગણના કરે છે તેમની સાથે સામાન્ય રીતે શું થઈ શકે છે અને જેઓ સુધારાથી શીખે છે તેઓની સાથે સામાન્ય રીતે શું થાય છે.

અને જ્યારે તમે પ્રાર્થના કરો, નકામું પુનરાવર્તન ના કરો જેમ કે વિદેશીઓ કરે છે, કેમકે તેઓ માને છે કે તેઓના વધુ બોલવાથી તેઓને સાંભળવામાં આવશે. (માથ્થી ૬:૭)

  • આ સામાન્યીકરણ કહે છે કે વિદેશીઓ શાના માટે જાણીતા હતા. ઘણાં વિદેશીઓએ આવું કર્યું હોઈ શકે છે. જો અમુક વિદેશીઓએ તે કર્યું હોય નહિ તો તેનાથી કોઈ ફરક પડતો નથી. અહિ મુદ્દો એ છે કે સાંભળનારાઓએ આ ખૂબ-જાણીતી પ્રથામાં જોડાવાનું નથી.

જો કે આ સામાન્યીકરણમાં એક મજબૂત ઉચ્ચારણ થયેલ છે જેમ કે “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ,” તેનો અર્થ સામાન્ય રીતે એવો નથી. ખરેખર “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ.” તેનો સામાન્ય અર્થ છે “મોટા ભાગના, મોટા ભાગના સમયે,” “ભાગ્યે જ કોઈ” અઠવા “ભાગ્યે જ.”

અનુવાદની સમસ્યા છે તેનું કારણ

૧. વાચકોએ આ સમજવાની જરૂર છે કે તેઓ માને કે નહિ પરંતુ આ નિવેદન સંપૂર્ણ રીતે સાચું છે. ૨. જો વાચકોને ખ્યાલ આવે કે આ નિવેદન સંપૂર્ણ રીતે સાચું નથી તો, તેઓએ તે સમજવાની જરૂર છે કે તે અતિશયોક્તિ છે, અથવા સામાન્યીકરણ, અથવા જુઠાણું છે. (જો કે બાઈબલ તો સંપૂર્ણ રીતે સાચું છે પરંતુ બાઈબલ એ લોકો વિષે પણ કહે છે કે જેઓએ હંમેશા સત્ય કહ્યું નથી.)

બાઈબલમાંથી ઉદાહરણો

અતિશયોક્તિવાળા ઉદાહરણો

જો તમારો હાથ તમને ઠોકર ખવડાવે, તેને કાપી નાંખો. તમારા માટે લુલા થઈને જીવનમાં પેસવું સારું છે…. (માર્ક ૯:43અ યુ.એલ.ટી.)

જ્યારે ઈસુએ તમને હાથ કાપવાનું કહ્યું, તેમનો અર્થ એ હતો કે આપણે ગમે તેવું અંતિમ કાર્ય કરવું પડે તે કરીએ પરંતુ પાપ કરવું નહિ. તેમણે આ અતિશયોક્તિનો ઉપયોગ કર્યો તે બતાવવા માટે કે પાપ કરતાં અટકવું/થોભવું કેટલું જરૂરી છે.

પલિસ્તીઓ ઇઝરાયલ સામે યુદ્ધ કરવાને એકઠા થયા; ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, અને સૈનિકો સમુદ્ર કિનારાની રેતી સમાન સંખ્યાબંધ. (૧શમૂએલ ૧૩:૫અ યુ.એલ.ટી.)

પલિસ્તી સૈન્ય સંખ્યામાં જબરદસ્ત હતું તે ભાવનાને વ્યક્ત કરવા માટે ઘાટો કરવામાં આવેલ શબ્દસમૂહ એક અત્યુક્તિ છે તેનો અર્થ એ છે કે પલિસ્તી સેનામાં ઘણાં, ઘણાં સૈનિકો હતાં.

પરંતુ તેમનું અભિષિક્તપણું તમને શીખવે છે સર્વ બાબતો અને તે સત્ય છે અને તે જુઠ્ઠું નથી, અને તમને જે પણ શીખવવામાં આવ્યું, તેનામાં રહો. (૧ યોહાન ૨:૨૭બ યુ.એલ.ટી.)

આ એક પ્રભાવ પાડવા માટે કરેલી અત્યુક્તિ છે. તે એ ખાતરીને વ્યક્ત કરે છે કે ઈશ્વરનો આત્મા આપણને સર્વ બાબતો જે આપણે જાણવાની જરૂર છે તે વિષે શીખવે છે. ઈશ્વરના આત્મા આપણને જાણવા માટે સંભાવિત શક્ય દરેક બાબતો શીખવતા નથી.

તેઓએ તેને શોધ્યો, અને તેઓએ તેમને કહ્યું કે, “દરેક જણ તમને શોધી રહ્યા છે.” (માર્ક ૧:૩૭ યુ.એલ.ટી.)

શિષ્યોનો સંભવિત અર્થ એ નહોતો કે શહેરમાંના દરેક જણ ઈસુને શોધી રહ્યા હતા પરંતુ તેમનો અર્થ હતો કે ઘણાં લોકો તેમને શોધી રહ્યા હતા અથવા ઈસુના સઘળાં નજદીકી મિત્રો તેમને શોધી રહ્યા હતા. તેઓ અને બીજા ઘણાં બધા તેમના વિષે ચિંતિત હતા તે ભાવનાને વ્યક્ત કરવાના હેતુ માટેની આ એક અત્યુક્તિ છે

સામાન્યીકરણના ઉદાહરણો

શું નાઝરેથમાંથી કાંઈ સારું નીકળી શકે શું? (યોહાન ૧:૪૬બ યુ.એલ.ટી.)

આ અલંકારિક પ્રશ્નનો હેતુ એ સામાન્યીકરણ દર્શાવવાનો છે કે નાઝરેથમાં કાંઈપણ સારું નથી. ત્યાંના લોકોની શાખ અભણ અને ચુસ્ત ધાર્મિક હોવાની હતી નહિ. અલબત્ત, ત્યાં અપવાદ હતા.

તેઓના પોતાના પ્રબોધકોમાંના, તેઓમાંના એકે, કહ્યું છે કે, "ક્રિતિઓ હમેશાં જુઠ્ઠા, જંગલી જાનવરો, આળસુ ખાઉધરાઓ હોય છે."

આ અત્યુક્તિ છે જેનો અર્થ છે કે આવા હોવાની શાખ ક્રિતિઓની હતી કારણ કે સામાન્યપણે આ જ રીતે ક્રિતિઓ વર્તતા હતા. એ શક્ય છે કે ત્યાં અપવાદો હતા.

આળસુ હાથ વ્યક્તિને ગરીબ બનાવે છે, પરંતુ ઉદ્યમી વ્યક્તિનો હાથ સમૃદ્ધિ મેળવે છે. (નીતિવચન ૧૦:૪ યુ.એલ.ટી.)

આ સામાન્યપણે સત્ય છે અને તે ઘણાં લોકોના અનુભવને પ્રતિબિંબિત કરે છે. એ શક્ય છે કે કેટલાક સંજોગોમાં અપવાદો હોઈ શકે છે.

ચેતવણી

કંઈક જે અશક્ય લાગે છે તે અતિશયોક્તિ છે એવું ના ધારી લો. ઈશ્વર ચમત્કારિક કૃત્યો કરે છે.

…તેઓએ ઈસુને જોયા સમુદ્ર પર ચાલતા અને નાવની નજીક આવતા… (યોહાન ૬:૧૯બ યુ.એલ.ટી.)

આ અતિશયોક્તિ નથી. ઈસુ ખરેખર પાણી પર ચાલ્યા હતાં. તે શાબ્દિક નિવેદન છે.

એવું ના ધારી લો કે “સર્વ” શબ્દનું હંમેશા સામાન્યીકરણ કરેલ છે જેનો અર્થ “મોટા ભાગે” થાય છે.

યહોવાહ તેમના સર્વ માર્ગોમાં ન્યાયી છે. અને જે કંઈ તે કરે છે તે સર્વમાં દયાળુ છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭ યુ.એલ.ટી.)

યહોવાહ હંમેશા ન્યાયી છે. આ સંપૂર્ણ રીતે સાચું નિવેદન છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો અતિશયોક્તિ અથવા સામાન્યીકરણ, કુદરતી હશે અને લોકો તેને સમજી શકે છે અને માને છે કે તે જુઠું નથી, તો તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. અને એમ નહીં તો અહીં અન્ય વિકલ્પો છે.

૧. અતિશયોક્તિ સિવાય અર્થને વ્યક્ત કરો.                                                                            ૨. સામાન્યીકરણને માટે, “સામાન્ય રીતે” અથવા "મોટા ભાગના કિસ્સાઓમાં” જેવા શબ્દોનો ઉપયોગ કરીને બતાવો કે તેનું સામાન્યીકરણ કરેલું છે.                                                           ૩. અત્યુક્તિ અથવા સામાન્યીકરણ માટે, સામાન્યીકરણ તે ચોક્કસ નથી તે બતાવવા માટે “મોટા ભાગે” અથવા “લગભગ” શબ્દોને ઉમેરો.                                                                                 ૪. સામાન્યીકરણ માટે કે જેમાં “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ.” શબ્દો હોય તેને કાઢી નાખવાનું ધ્યાનમાં રાખો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

(૧). અતિશયોક્તિ વિના અર્થ વ્યક્ત કરો.

  • પલિસ્તીઓ ઇઝરાયલ સામે યુદ્ધ કરવાને એકઠા થયા; ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, અને સૈનિકો સમુદ્ર કિનારાની રેતી સમાન સંખ્યાબંધ. (૧ શમૂએલ ૧૩:૫અ યુ.એલ.ટી.)
  • પલિસ્તીઓ ઇઝરાયલ સામે ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, અને મોટી સંખ્યામાં સૈનિકો સાથે યુદ્ધ કરવાને એકઠા થયા.

(૨). સામાન્યીકરણને માટે, “સામાન્ય રીતે” અથવા મોટા ભાગની બાબતોમાં” જેવા શબ્દોનો ઉપયોગ કરીને બતાવો કે તેનું સામાન્યીકરણ કરેલું છે.

  • એક જે સૂચનાઓની અવગણના કરે છે તેમને ગરીબાઈ અને શરમ મળશે… (નીતિવચનો ૧૩:૧૮ યુ.એલ.ટી.)                                                                                                                                                                                                                                        સામન્ય રીતે, જે સૂચનાઓની અવગણના કરે છે તેમને ગરીબાઈ અને શરમ મળશે.
  • અને જ્યારે તમે પ્રાર્થના કરો, નકામું પુનરાવર્તન ના કરો જેમ વિદેશીઓ કરે છે, કેમકે તેઓ માને છે કે તેઓના વધુ બોલવાથી તેઓને સાંભળવામાં આવશે. (માથ્થી ૬:૭ યુ.એલ.ટી.)                                                                                                                                      “અને જ્યારે તમે પ્રાર્થના કરો, નકામું પુનરાવર્તન ના કરો જેમ વિદેશીઓ સામાન્ય રીતે કરે છે, કેમકે તેઓ માને છે કે તેઓના વધુ બોલવાથી તેઓને સાંભળવામાં આવશે.”

(૩). અત્યુક્તિ અથવા સામાન્યીકરણ માટે, સામાન્યીકરણ તે ચોક્કસ નથી તે બતાવવા માટે “મોટા ભાગે” અથવા “લગભગ” શબ્દોને ઉમેરો.

  • સંપૂર્ણ યહૂદીયા દેશ અને સર્વ યરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા. (માર્ક ૧:૫અ યુ.એલ.ટી.)
  • લગભગ યહૂદીયા દેશના દરેક લોકો અને લગભગ યરૂશાલેમના દરેક લોકો તેને મળવાને બહાર ગયા.” અથવા
  • મોટા ભાગના યહૂદીયા દેશના લોકો અને મોટાભાગના યરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા.”

(૪). સામાન્યીકરણ માટે કે જેમાં “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ.” શબ્દો હોય તેને કાઢી નાખવાનું ધ્યાનમાં રાખો.

  • સંપૂર્ણ યહૂદીયા દેશ અને સર્વ યરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા. માર્ક ૧:૫અ યુ.એલ.ટી.
  • યહૂદીયા દેશ અને યરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા.