gu_ta/translate/figs-go/01.md

9.9 KiB

વર્ણન

ગતિ વિષે વાતચીત કરવા માટે વિવિધ ભાષાઓમાં “જાઓ” કે “આવો” અને “લઇ જાઓ” કે “લાવો” માંથી કયા શબ્દોનો ઉપયોગ કરવો તેને નક્કી કરવા માટે વિવિધ રીતો હોય છે. દાખલા તરીકે, જયારે આ પ્રમાણે બોલીએ કે જેણે તેઓને બોલાવ્યા છે તે વ્યક્તિ પાસે તેઓ જઈ રહ્યા છે, ત્યારે અંગ્રેજી ભાષીઓ બોલશે “હું આવી રહ્યો છું,” જ્યારે સ્પેનિશ ભાષીઓ બોલશે “હું જઈ રહ્યો છું.” “જાઓ” અને “આવો” શબ્દો (“લઇ જાઓ” અને “લાવો” પણ) બોલવા પાછળનો ભાવાર્થ શો છે તે તમારે જાણવા માટે તેના સંદર્ભનો અભ્યાસ કરવાની તમારે જરૂરત છે, અને ત્યારબાદ તે શબ્દોનો અનુવાદ એવી રીતે કરો કે જેથી વાંચકો સમજી શકે કે લોકો કઈ દિશામાં ગતિશીલ છે.

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

ગતિ વિષે વાતચીત કરવા માટે વિવિધ ભાષાઓમાં વિવિધ રીતો છે. બાઈબલમાંની ભાષાઓ અથવા તમારી મૂળ ભાષા “જાઓ” અને “આવો” અથવા “લઇ જાઓ” અને “લાવો” જેવા શબ્દોનો ઉપયોગ તમારી ભાષા તેઓનો જે રીતે ઉપયોગ કરે છે તેનાથી તદ્દન વિપરીત રીતે ઉપયોગ કરતા હોય એવું બની શકે. તમારી ભાષામાં સ્વાભાવિક હોય એવી રીતે જો આ શબ્દોનો અનુવાદ કરવામાં આવ્યો ના હોય તો તમારા વાંચકો મૂંઝવણમાં મૂકાઈ શકે કે કઈ દિશામાં લોકો ગતિશીલ છે.

બાઈબલમાંથી દાખલાઓ

યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમાં આવો.” (ઉત્પત્તિ ૭:૧ ULT)

કેટલીક ભાષાઓમાં આ શબ્દ લોકોને એવા વિચારમાં ધકેલશે કે યહોવા વહાણમાં હતો.

અને જ્યારે તું મારા કુટુંબીઓ પાસે આવશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે; એટલે જો તેઓ તને કન્યા નહિ આપે, તો મારા સમથી તું છૂટો થશે. (ઉત્પત્તિ ૨૪:૪૧ ULT)

ઇબ્રાહિમ તેના ચાકરની સાથે વાતચીત કરી રહ્યો હતો. ઇબ્રાહિમનાં સંબંધીઓ તે અને તેનો ચાકર જ્યાં ઊભા હતા ત્યાંથી ઘણે દૂરનાં પ્રદેશમાં વસતા હતા અને તે તેના ચાકરને તેઓની પાસે જવા કહી રહ્યો હતો, ઇબ્રાહિમની તરફ આવવાનું કહી રહ્યો નહોતો.

યહોવા તારો ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં જયારે તું આવે, ને તેનું વતન લઈને તેમાં વસે...(પુનર્નિયમ ૧૭:૧૪ અ ULT)

મૂસા અરણ્યમાંનાં લોકોની સાથે વાતચીત કરી રહ્યો છે. ઈશ્વર તેઓને જે વતનનો દેશ આપી રહ્યા હતા તેમાં તેઓ હજુ પહોંચ્યા નહોતા. અમુક ભાષાઓમાં, આ પ્રમાણે કહેવું વધારે અર્થસભર રહેશે, “જ્યારે તું દેશમાં પહોંચી જાય...”

તેઓ તેને પ્રભુની આગળ રજુ કરવાને યરૂશાલેમમાં મંદિરમાં લાવ્યા. (લૂક ૨:૨૩બ ULT)

અમુક ભાષાઓમાં, તેઓ ઈસુને મંદિરમાં લાવ્યા કે લઈને ગયા કહેવું વધારે અર્થસભર રહેશે.

જુઓ, યાઈર નામે એક માણસ આવ્યો, તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, મારે ઘેર આવ. (લૂક ૮:૪૧ ULT)

જ્યારે તેણે ઈસુની સાથે વાત કરી હતી તે સમયે તે માણસ તેના ઘરે નહોતો. તે ઈચ્છતો હતો કે તેના ઘરે ઇસુ તેની સાથે જાય.

તમે રાનમાં શું જોવા ગયા હતા ? શું પવનથી હાલતા બરુને ? (લૂક ૭:૨૪બ ULT)

અમુક ભાષાઓમાં તેને શું જોવા માટે તમે બહાર નીકળી આવ્યા હતા કહેવું હજુ વધારે અર્થસભર બની રહેશે.

અનુવાદની વ્યૂહરચનાઓ

ULT માં ઉપયોગ કરવામાં આવેલ શબ્દ તમારી ભાષામાં સ્વાભાવિક લાગતો હોય અને યોગ્ય ભાવાર્થ આપતો હોય તો તેનો ઉપયોગ કરવા વિષે વિચાર કરો. જો તેમ નથી, તો અહીં અન્ય વ્યૂહરચનાઓ આપવામાં આવેલ છે.

(૧) “જાઓ,” “આવો,” “લઇ જાઓ” અથવા “લાવો” શબ્દનો તમારી ભાષામાં સ્વાભાવિક હોય એ રીતે ઉપયોગ કરો.
(૨) અસલી ભાવાર્થને પ્રગટ કરનાર કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરો.

અનુવાદની વ્યૂહરચનાઓનાં લાગુકરણનાં દાખલાઓ

(૧) “જાઓ,” “આવો,” “લઇ જાઓ” અથવા “લાવો” શબ્દનો તમારી ભાષામાં સ્વાભાવિક હોય એ રીતે ઉપયોગ કરો.

અને જ્યારે તું મારા કુટુંબીઓ પાસે આવશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે; એટલે જો તેઓ તને કન્યા નહિ આપે, તો મારા સમથી તું છૂટો થશે. (ઉત્પત્તિ ૨૪:૪૧ ULT)

અને જ્યારે તું મારા કુટુંબીઓ પાસે જશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે; એટલે જો તેઓ તને કન્યા નહિ આપે, તો મારા સમથી તું છૂટો થશે.

તમે રાનમાં શું જોવા ગયા હતા ? શું પવનથી હાલતા બરુને ? (લૂક ૭:૨૪બ ULT) તમે રાનમાં શું જોવા બહાર નીકળી આવ્યા હતા ? શું પવનથી હાલતા બરુને ?

(૨) અસલી ભાવાર્થને પ્રગટ કરનાર કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરો.

યહોવા તારો ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં જયારે તું આવે, ને તેનું વતન લઈને તેમાં વસે...(પુનર્નિયમ ૧૭:૧૪ અ ULT)

યહોવા તારો ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં જયારે તું આવી પહોંચે, ને તેનું વતન લઈને તેમાં વસે...”

યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમાં આવો.” (ઉત્પત્તિ ૭:૧ ULT)

યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમાં પ્રવેશી જાઓ.”

તમે રાનમાં શું જોવા ગયા હતા ? શું પવનથી હાલતા બરુને ? (લૂક ૭:૨૪બ ULT) તમે રાનમાં શું જોવાને માટે યાત્રાએ નીકળી પડયા હતા ? શું પવનથી હાલતા બરુને ?