gu_ta/translate/figs-euphemism/01.md

6.0 KiB

સૌમ્યોક્તિ એ અપ્રિય, શરમજનક અથવા સામાજિક રીતે અસ્વીકાર્ય, જેમ કે મૃત્યુ અથવા સામાન્ય રીતે ખાનગીમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવાની હળવી અથવા નમ્ર રીત છે.

… તેઓએ શાઉલ અને તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. (1 કાળવૃત્તાંત 10:8b ULT)

આનો અર્થ એ થયો કે શાઊલ અને તેના પુત્રો “મૃત્યુ પામ્યા” હતા. તે એક સૌમ્યોક્તિ છે કારણ કે મહત્વની બાબત એ નથી કે શાઉલ અને તેના પુત્રો પડી ગયા હતા પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હતા. કેટલીકવાર લોકો મૃત્યુ વિશે સીધી વાત કરવાનું પસંદ કરતા નથી કારણ કે તે અપ્રિય છે.

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

અલગ અલગ ભાષાઓ અલગ અલગ સૌમ્યોક્તિઓનો ઉપયોગ કરે છે. જો લક્ષ્ય ભાષામાં, સ્રોત ભાષા જેવી જ સૌમ્યોક્તિનો ઉપયોગ થતો નથી, તો વાચકો તેનો અર્થ શું થાય છે તે સમજી શકશે નહીં અને તેઓ માની લઇ શકે છે કે શબ્દોનો જે વાસ્તવિક અર્થ છે તે જ બાબત લેખક કહેવા માંગે છે

બાઈબલમાંના ઉદાહરણો

… જ્યાં એક ગુફા હતી. શાઉલ તેના પગ ઢાંકવા અંદર ગયો. (1 શમુએલ 24:3b ULT)

અસલ સાંભળનારાઓ સમજી ગયા હશે કે શાઉલ ગુફાનો શૌચાલય તરીકે ઉપયોગ કરવા ગયો હતો, પરંતુ લેખક તેમની લાગણીઓને દુભાવવા અથવા વિચલિત કરવાનું ટાળવા માંગતા હતા, તેથી તેમને સ્પષ્ટ રીતે કહ્યું ન હતું કે શાઉલે શું કર્યું અથવા તેણે ગુફામાં શું છોડી દીધું.

પરંતુ મરિયમે દેવદૂતને કહ્યું, "આ કેવી રીતે થશે, કારણ કે મેં કોઈ માણસને જાણ્યો નથી?" (લુક 1:34 ULT)

મરિયમ એ સૌમ્યોક્તિનો ઉપયોગ શાલીનતા દર્શવવા, કરતા કહે છે કે તેણીએ ક્યારેય કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી.

અનુવાદ માટેની વ્યૂહરચના

જો સૌમ્યોક્તિ સ્વાભાવિક હશે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ આપી શકે છે તો, તેનો ઉપયોગ કરવાનું વિચારો. જો નહિં, તો અહીં બીજા વિકલ્પો છે:

(1) તમારી પોતાની સંસ્કૃતિમાં ઉપયોગમાં લેવાતી સૌમ્યોક્તિનો ઉપયોગ કરો.
(2) માહિતીને જો લાગણીને ઠેસ પહોંચતી ન હોય તો સૌમ્યોક્તિ વિના સ્પષ્ટપણે જણાવો.

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) તમારી પોતાની સંસ્કૃતિમાંથી સૌમ્યોક્તિનો ઉપયોગ કરો.

… જ્યાં એક ગુફા હતી. શાઉલ તેના પગ ઢાંકવા અંદર ગયો. (1 શમુએલ 24:3b ULT) — કેટલીક ભાષાઓ આના જેવા સૌમ્યોક્તિનો ઉપયોગ કરી શકે છે:

“…જ્યાં એક ગુફા હતી. શાઉલ ખાડો ખોદવા” ગુફામાં ગયો
“…જ્યાં એક ગુફા હતી. શાઉલ એકાંત ગાળવા માટે ગુફામાં ગયો"

પરંતુ મરિયમે દેવદૂતને કહ્યું, "આ કેવી રીતે થશે ? કારણ કે મેં કોઈ માણસને જાણ્યોનથી. " (લુક 1:34 ULT)

પરંતુ મરિયમે દેવદૂતને કહ્યું, "આ કેવી રીતે થશે, કારણ કે હું પુરુષ સાથે સુતી નથી?"

(2) માહિતીને જો લાગણીને ઠેસ પહોંચતી ન હોય તો સૌમ્યોક્તિ વિના સ્પષ્ટપણે જણાવો.

તેઓએ શાઉલ અને તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. (1 કાળવૃત્તાંત 10:8b ULT)

"તેઓએ શાઉલ અને તેના પુત્રોને ગીલ્બોઆ પર્વત પર મૃત્યુ પામેલા જોયા."