gu_ta/translate/writing-newevent/01.md

18 KiB

વર્ણન

જ્યારે લોકો વાર્તા કહે છે, ત્યારે તેઓ એક ઘટના અથવા ઘટનાઓની શ્રેણી વિષે જણાવે છે. ઘણીવાર તેઓ વાર્તાની શરૂઆતમાં કેટલીક માહિતી મૂકે છે, જેમ કે વાર્તા કોના વિષે છે, તે ક્યારે બની હતી, અને તે ક્યાં બની હતી. આ માહિતી કે જે લેખક વાર્તાની ઘટનાઓની શરૂઆત પહેલાં આપે છે તેને વાર્તાને સ્થાપન કરવું કહેવાય છે. વાર્તામાં કેટલીક નવી ઘટનાઓ પણ સ્થાપના ધરાવે છે કારણ કે તેમાં નવા લોકો, નવા સમય અને નવા સ્થાનો સામેલ હોઈ શકે છે. કેટલીક ભાષાઓમાં લોકો એ પણ જણાવે છે કે જો તેઓ કોઈ બીજા દ્વારા ઘટનાને જુએ છે અથવા તેના વિશે સાંભળે છે.

જ્યારે તમારા લોકો ઘટના વિશે કહે છે, તેઓ શરૂઆતમાં કઈ માહિતી આપે છે? શું ત્યાં એક ચોક્કસ ક્રમ છે કે તેઓ તેને તેમાં મૂકે છે? તમારા અનુવાદમાં, તમારે તમારી ભાષામાં નવી માહિતીની શરૂઆત અથવા નવી ઘટનાની શરૂઆતમાં સ્રોતની ભાષા જે રીતે આ રીતે રજૂ કરવામાં આવી છે તે રીતે તેનું પાલન કરવાની જરૂર પડશે. આ રીતે આપના અનુવાદમાં તમારી ભાષામાં સ્પષ્ટ અને કુદરતી રીતે વાતચીત થશે.

બાઈબલમાંના ઉદાહરણો

યહૂદિયાના રાજા હેરોદના દિવસોમાં, અબિયાના વર્ગમાંનો, ઝખાર્યા નામે એક યાજક હતો. તેની પત્ની આરોનની પુત્રીઓમાંની એક હતી, અને તેનું નામ એલિસાબેત હતું. (લુક ૧:૫ ULB)

ઉપરોક્ત કલમો ઝખાર્યા વિષેની વાર્તા રજૂ કરે છે પ્રથમ રેખાંકિત શબ્દસમૂહ કહે છે કે તે ક્યારે થયું, અને આગામી બે રેખાંકિત શબ્દસમૂહો મુખ્ય લોકો રજૂ કરે છે. આગળની બે કલમોએ સમજાવવાનું ચાલુ રાખે છે કે ઝખાર્યા અને એલિઝાબેથ વૃદ્ધ હતા અને તેમની પાસે કોઈ બાળકો નહોતા. આ તમામ સ્થાપન છે પછી લુક ૧:૮ માં "એક દિવસ" શબ્દસમૂહ આ વાર્તામાં પ્રથમ ઘટના રજૂ કરવામાં મદદ કરે છે:

એક દિવસ જ્યારે ઝખાર્યા પોતાના વર્ગના ક્રમ પ્રમાણે ઈશ્વર સમક્ષ યાજકનું કાર્ય કરતો હતો, યાજકપદની રીત પ્રમાણે આરાધનાલયમાં જઈને ધૂપ બાળવા માટેનો તેનો વારો આવ્યો. (લુક ૧:૮-૯ ULB)

ઈસુ ખ્રિસ્તનો જન્મ નીચે મુજબ થયો. તેમની માતા મરિયમનું સગપણ યૂસફ સાથે થયું હતું, પરંતુ તેઓ એક સાથે આવ્યા પહેલાં, તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી હોવાનું જણાયું હતું. (માથ્થી ૧:૧૮ ULB)

ઉપરોક્ત રેખાંકિત વાક્ય એ સ્પષ્ટ કરે છે કે ઈસુ વિષેની વાર્તા રજૂ કરવામાં આવી રહી છે. વાર્તા ઈસુનો જન્મ કેવી રીતે થશે તે વિષે જણાવશે.

ઈસુનો જન્મ હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં થયો હતો, પૂર્વના વિદ્વાન માણસોએ યરૂશાલેમમાં આવીને કહ્યું,... (માથ્થી ૨:૧ ULB)

ઉપરોક્ત રેખાંકિત શબ્દસમૂહ દર્શાવે છે ઈસુનો જન્મ થયા પછી વિદ્વાન માણસો વિષેની ઘટનાઓ બની..

તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત યહૂદિયાના અરણ્યમાં પ્રચાર કરતાં કહેતો હતો કે, ... (માથ્થી ૩:૧-૨૨ ULB)

ઉપરોક્ત રેખાંકિત શબ્દ બતાવે છે કે અગાઉની ઘટનાઓના સમયની આસપાસ યોહાન બાપ્તિસ્ત પ્રચાર કરતા હતા. તે કદાચ ખૂબ જ સામાન્ય છે અને લગભગ જ્યારે ઈસુ નાઝારેથમાં રહેતા હતા ત્યારનો ઉલ્લેખ કરે છે.

પછી ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવા માટે ગાલીલથી યરદન નદી સુધી આવ્યા. (માથ્થી ૩:૧૩ ULB)

"પછી" શબ્દ બતાવે છે કે ઈસુ અગાઉની કલમોની ઘટનાઓના થોડા સમય પછી યરદન નદીમાં આવ્યા હતા.

યહૂદી પરિષદનો સભ્ય નિકોદેમસ નામનો એક ફરોશી ત્યાં હતો. આ માણસ રાત્રિના સમયે ઈસુ પાસે આવ્યો (યોહાન ૩:૧-૨ ULB)

લેખકએ સૌપ્રથમ નવા વ્યક્તિની રજૂઆત કરી અને ત્યાર બાદ તેમણે શું કર્યું અને તે ક્યારે કર્યું તે વિશે જણાવે છે. કેટલીક ભાષાઓમાં તે પહેલા સમય વિશે જણાવવું વધુ કુદરતી હોઈ શકે છે.

6 જ્યારે પૃથ્વી પર જળપ્રલય થયો ત્યારે નૂહ છસો વર્ષનો હતો. 7 નૂહ, તેના પુત્રો, તેની પત્ની અને તેના પુત્રોની પત્નીઓ જળપ્રલયને કારણે વહાણમાં ગયા. (ઉત્પત્તિ ૭:૬-૭ ULB)

કલમ ૬ એ પ્રકરણ ૭ ની બાકીની ઘટનાઓ જે બની હતી તેનો સારાંશ છે. પ્રકરણ ૬ માં અગાઉથી જ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઈશ્વરે નૂહને જણાવ્યું હતું કે જળપ્રલય થશે અને નૂહ તેના માટે કેવી રીતે તૈયારી કરશે. પ્રકરણ ૭ કલમ ૬ એ નૂહ અને તેના કુટુંબ અને પ્રાણીઓને વહાણમાં જવાની વાતો કહે છે તે વાર્તાનો ભાગ છે, વરસાદનો પ્રારંભ અને વરસાદ પૃથ્વીને પાણીથી ભરી દે છે. કેટલીક ભાષાઓમાં તેને સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે આ કલમ ફક્ત ઘટનાને રજૂ કરે છે, અથવા કલમ ૭ પછી આ કલમને મૂકો. કલમ ૬ વાર્તામાંની એક ઘટના નથી. જળપ્રલય આવ્યા અગાઉ લોકો વહાણમાં જતા રહ્યાં હતાં.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો નવી ઘટનાની શરૂઆતમાં આપવામાં આવેલી માહિતી તમારા વાચકો માટે સ્પષ્ટ અને કુદરતી છે, તો તેને જેમ ULB અથવા UDB માં છે તે જ રીતે અનુવાદ કરો. જો નહીં, તો આ વ્યૂહરચનાઓમાંથી એકનો વિચાર કરો.

૧. તે માહિતીને એ ઘટનામાં મૂકો કે જે તેનો પરિચય આપે છે જે તમારા લોકો જે ક્રમમાં રજૂ કરે છે. ૧. જો વાચકો ચોક્કસ માહિતીની અપેક્ષા રાખે છે પરંતુ તે બાઈબલમાં નથી, તો તે માહિતી ભરવા માટે એક અનિશ્ચિત શબ્દ અથવા શબ્દસમૂહનો ઉપયોગ કરવાનું વિચારો, જેમ કે: "અન્ય સમય" અથવા "અન્ય કોઈ." ૧. જો પ્રસ્તાવનાએ સમગ્ર ઘટનાનો સારાંશ છે, તો તે બતાવવા તમારી ભાષાની રીતનો ઉપયોગ કરો કે તે સારાંશ છે. ૧. જો શરૂઆતમાં લક્ષ્ય ભાષામાં તે ઘટનાનો સારાંશ આપવો વિચિત્ર લાગે, તો બતાવો કે આ ઘટના ખરેખર વાર્તામાં પછીથી થશે.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. તે માહિતીને એ ઘટનામાં મૂકો કે જે તેનો પરિચય આપે છે જે તમારા લોકો જે ક્રમમાં રજૂ કરે છે.

  • હવે ત્યાં એક ફરોશી હતો જેનું નામ નિકોદેમસ હતું, તે યહૂદી પરિષદનો સભ્ય હતો. આ માણસ રાત્રિના સમયે ઈસુ પાસે આવ્યો અને તેને કહ્યું... (યોહાન ૩:૧-૨)
    • ત્યાં એક માણસ હતો જેનું નામ જેની નિકોદેમસ હતું. તે એક ફરોશી હતો અને યહૂદી પરિષદનો સભ્ય હતો. એક રાત્રે તે ઈસુ પાસે આવ્યો અને કહ્યું ...
    • એક રાત્રિએ નીકોદેમસ નામનો માણસ, જે ફરોશી હતો અને યહૂદી પરિષદનો સભ્ય હતો, તે ઈસુ પાસે આવ્યો અને કહ્યું ...
  • અને રસ્તે પસાર થતાં, તેમણે અલ્ફીના દીકરા લેવીને, દાણની ચોકી પર બેઠેલો જોયો, અને તેમણે તેને કહ્યું ... (માર્ક ૨:૧૪ ULB)
    • અને રસ્તે પસાર થતાં, અલ્ફીનો દીકરો લેવી, દાણની ચોકી પર બેઠેલો હતો., ઈસુએ તેને જોયો અને તેને કહ્યું ...
    • અને રસ્તે પસાર થતાં, દાણની ચોકી પર એક માણસને બેઠેલો જોયો. તેનું નામ લેવી હતું, અને તે અલ્ફીનો દીકરો હતો. ઈસુએ તેને જોયો અને તેને કહ્યું ...
    • અને રસ્તે પસાર થતાં, ત્યાં એક દાણી હતો જે દાણની ચોકી પર બેઠેલો હતો. તેનું નામ લેવી હતું, અને તે અલ્ફીનો દીકરો હતો. ઈસુએ તેને જોયો અને તેને કહ્યું ...

૧. જો વાચકો ચોક્કસ માહિતીની અપેક્ષા રાખે છે પરંતુ તે બાઈબલમાં નથી, તો અનિશ્ચિત શબ્દ અથવા શબ્દસમૂહનો ઉપયોગ કરવો, જેમ કે: અન્ય સમયે, કોઈ વ્યક્તિ.

  • નૂહ છસો વર્ષનો હતો જ્યારે પૃથ્વી પર જળપ્રલય થયો. (ઉત્પત્તિ ૭:૬ ULB) - જો કોઈ નવી ઘટના ઘટે છે અને લોકો અપેક્ષા રાખે કે તેઓને તેના વિષે કંઈક કહેવું જોઈએ, ત્યારે "તે પછી" જેવા શબ્દસમૂહ તેમને તે જોવામાં મદદ કરી શકે છે કે અગાઉ જે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પછી તે ઘટી છે.
    • તે પછી, જ્યારે નૂહ છસો વર્ષનો હતો, ત્યારે પૃથ્વી પર જળપ્રલય આવ્યો.
  • ફરીથી તેમણે સમુદ્રની કાંઠે બોધ કરવાનું શરુ કર્યું. (માર્ક ૪:૧ ULB) - પ્રકરણ 3 માં ઈસુ કોઈના ઘરે બોધ આપતા હતા. વાચકોને કહેવાની જરૂર પડી શકે છે કે આ નવી ઘટના બીજી સમયે થઈ હતી, અથવા તો ઈસુ ખરેખર તળાવમાં ગયા હતા.
    • અન્ય સમયે ઈસુએ ફરીથી સમુદ્રને કાંઠે લોકોને બોધ કરવાનું શરૂ કર્યું.
    • ઈસુ સમુદ્ર કાંઠે ગયા અને લોકો ફરીથી બોધ કરવાનું શરૂ કર્યું.

૧. જો પ્રસ્તાવનાએ સમગ્ર ઘટનાનો સારાંશ છે, તો તે બતાવવાની તમારી ભાષાની રીતનો ઉપયોગ કરો કે તે સારાંશ છે.

  • જ્યારે નૂહ છસો વર્ષનો હતો, ત્યારે પૃથ્વી પર જળપ્રલય આવ્યો. (ઉત્પત્તિ ૭:૬ ULB)
    • હવે આ થયું જ્યારે નૂહ છસો વર્ષનો હતો અને પૃથ્વી પર જળપ્રલય આવ્યો.
    • આ ભાગ કહે છે કે શું થયું જ્યારે પૃથ્વી પર જળપ્રલય આવ્યો હતો. જ્યારે નૂહ છસોં વર્ષનો થયો ત્યારે તે થયું.

૧. જો શરૂઆતમાં લક્ષ્ય ભાષામાં તે ઘટનાનો સારાંશ આપવો વિચિત્ર લાગે, તો બતાવો કે આ ઘટના ખરેખર વાર્તામાં પછીથી થશે.

  • જ્યારે પૃથ્વી પર જળપ્રલય આવ્યો ત્યારે નૂહ છસો વર્ષનો હતો. જળપ્રલયનાં પાણીના કારણે નૂહ, તેના પુત્રો, તેની પત્ની અને તેના પુત્રોની પત્નીઓ વહાણમાં ગયા. (ઉત્પત્તિ ૭:૬-૭ ULB)
    • હવે આમ થયું જ્યારે નૂહ છસો વર્ષનો હતો. નૂહ, તેના પુત્રો, તેની પત્ની, અને તેના પુત્રોની પત્નીઓ વહાણમાં એકઠા ગયા કારણ કે ઈશ્વરે કહ્યું હતું કે જળપ્રલય આવશે.