gu_ta/translate/writing-endofstory/01.md

6.9 KiB

વર્ણન

વાર્તાના અંતે વિવિધ પ્રકારની માહિતી આપી શકાય છે. ઘણીવાર આ પૃષ્ઠભૂમિની માહિતી છે. આ પૃષ્ઠભૂમિની માહિતી કથાઓનો મુખ્ય ભાગ છે તે ક્રિયાઓથી અલગ છે. બાઈબલની ઘણીવાર ઘણી નાની કથાઓથી બનેલી છે જે પુસ્તકની મોટી વાર્તાનો ભાગ છે. ઉદાહરણ તરીકે, લુકના પુસ્તકની મોટી વાર્તામાં ઈસુના જન્મની નાની વાર્તા છે. આ કથાઓ દરેક, મોટા કે નાના, તેની અંતમાં પૃષ્ઠભૂમિ માહિતી હોઈ શકે છે.

વાર્તાની માહિતીના અંતમાંના વિવિધ હેતુઓ

  • વાર્તાના સારાંશ માટે
  • વાર્તામાં શું થયું તે અંગે ટિપ્પણી આપવા
  • નાની વાર્તાને મોટા વાર્તા સાથે જોડાવા માટે તે એક ભાગ છે
  • વાચકને જણાવવા માટે વાર્તાના મુખ્ય ભાગ પછી ચોક્કસ પાત્રનું શું થાય છે?
  • વાર્તા અંતના મુખ્ય ભાગ પછી ચાલુ રહેલી ક્રિયા ચાલુ રાખવા માટે
  • વાર્તામાં બનતા બનાવોના પરિણામે વાર્તા પછી શું થાય છે તે કહેવા માટે

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

આ પ્રકારની માહિતી પ્રસ્તુત કરવાની વિવિધ ભાષાઓમાં અલગ અલગ રીતો છે. જો અનુવાદકો તેમની ભાષાના આમ કરવાના રસ્તાઓનો ઉપયોગ કરતા નથી, તો વાચકો આ બાબતોને જાણતા નથી.

  • આ માહિતી વાર્તા સમાપ્ત કરી રહી છે
  • માહિતીનો હેતુ શું છે?
  • કેવી રીતે માહિતી વાર્તા સાથે સંબંધિત છે

અનુવાદના સિદ્ધાંતો

  • તમારી વાર્તા એવી પ્રકારની માહિતીને કેવી રીતે વ્યક્ત કરે છે તે વાર્તાના અંતમાં ચોક્કસ પ્રકારની માહિતીનો અનુવાદ કરો.
  • તે અનુવાદ કરો જેથી લોકો સમજી શકે કે તે વાર્તા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે તે આનો એક ભાગ છે.
  • જો શક્ય હોય, વાર્તાના અંતને એવી રીતે અનુવાદિત કરો કે જે લોકો જાણે છે કે વાર્તા ક્યાં છે અને પછીની શરૂઆત થાય છે.

બાઈબલમાંના ઉદાહરણો

૧. વાર્તાનો સારાંશ

પછી બાકીમાંના કેટલાક માણસોએ પાટિયાને તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાનને વળગીને કિનારે જવું. આ રીતે તેઓ સર્વ સહીસલામત કિનારે પહોંચ્યાં. (પ્રેરિતોના કૃત્યો ૨૭:૪૪ ULB)

૧. વાર્તામાં શું થયું તે અંગે ટિપ્પણી આપવા

ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકત્ર કરીને સર્વના જોતાં તેઓને બાળી નાખ્યાં. જ્યારે તેઓએ તેનું મૂલ્ય ગણી જોયું, તો તે ચાંદીના પચાસ હજાર રૂપિયા જેટલું થયું તેથી એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ (પ્રેરિતોના કૃત્યો ૧૯:૧૯-૨૦ ULB)

૧. વાચકને જણાવવા માટે વાર્તાના મુખ્ય ભાગ પછી ચોક્કસ પાત્રનું શું થાય છે

મરિયમે કહ્યું, “મારો જીવ પ્રભુને મોટો માને છે અને મારો આત્મા ઈશ્વર મારા તારનારમાં આનંદ પામ્યો છે...” મરિયમ એલિસાબેત સાથે ત્રણ મહિના રહી અને પછી તેના ઘરે પાછી આવી. (લુક ૧:૪૬-૪૭, ૫૬ ULB)

૧. વાર્તા અંતના મુખ્ય ભાગ પછી ચાલુ રહેલી ક્રિયા ચાલુ રાખવા માટે

જે વાતો ઘેટાંપાળકોએ તેમને કહી તે સર્વ સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા. પરંતુ મરિયજે જે સર્વ વાતો સાંભળ્યું હતું તેને મનમાં રાખીને તે વિષે વિચાર કરતી હતી. (લુક ૨:૧૮-૧૯ ULB)

૧. વાર્તામાં બનતા બનાવોના પરિણામે વાર્તા પછી શું થાય છે તે કહેવા માટે

“યહૂદી નિયમોના શિક્ષકોને અફસોસ, કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર પેસતા નથી, અને જેઓ અંદર પેસવા ચાહે છે તેને અટકાવ્યા છે.” ઈસુ ત્યાંથી નીકળ્યા પછી, શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમની સામે થઈને ઘણી વાતો સંબંધી તેમની સાથે દલીલ કરી, તેમના પોતાના શબ્દોમાં તેમને ફસાવવા પ્રયાસ કરતાં હતા. (લુક ૧૧:૫૨-૫૪ ULB)