gu_ta/translate/translate-source-licensing/01.md

4.9 KiB
Raw Permalink Blame History

આ શા માટે મહત્વનું છે?

જે સ્રોત ભાષામાંથી અનુવાદ માટેનું લખાણ પસંદ કરતા હોય ત્યારે, કૃતિ હક/પરવાનગીને ધ્યાનમાં રાખવું તેના બે મહત્વના કારણો છે. પ્રથમ, જો કૃતિ હક ધરાવતા લખાણનો પરવાનગી વગર અનુવાદ કરતા હોય તો, તમે નિયમ નો ભંગ કરો છો કારણકે તે અનુવાદનો અધિકાર તેના માલિકને છે. કેટલાક સ્થળોએ, કૃતિ હકનું ઉલ્લંઘન એ ફોજદારી ગુનો છે અને સરકાર દ્વારા કૃતિ હક ધારકની સંમતિ વિના તમને દંડ થઈ શકે છે! બીજું, કૃતિ હક ધરાવતા લખાણનો જ્યારે અનુવાદ થાય છે ત્યારે, તે અનુવાદ એ મૂળ ભાષામાં લખાયેલ કૃતિ હક ધારકની તે બૌદ્ધિક મિલકત છે. તેઓ જેટલો તેના મૂળ લખાણ પર હક રાખી શકે છે તેટલો તેઓ અનુવાદ પર પણ એટલો જ હક રાખી શકે છે. આ તથા બીજા કારણોસર, અનફોલ્ડીંગવર્ડ તેના અનુવાદને માત્ર એવા લોકોને આપે છે જેઓ કૃતિ હકના નિયમમાં કોઈ ફેરફાર ન કરે.

કયા પરવાનાનો આપણે ઉપયોગ કરી શકીએ?

Unfoldingword ધ્વારા પ્રકાશિત થયેલ દરેક વિષયાર્થ creative commons attribution - sharealike ૪. પરવાનગી (cc by-sa) (જુઓ http://creativecommons.org/licenses/by-sa/4.0/). આપણે માનીએ છીએ કે આ પરવાનગી મંડળી માટે ઘણી મહત્વની છે કારણ કે તે અનુવાદ કરવા દેવા માટે પુરતી છે અને તેના અલગ અલગ પ્રકાર માં મોટાપાયે મદદ રૂપ થઈ શકે છે, પરંતુ એટલી પણ મદદરૂપ નથી કે તે અલગ અલગ પ્રકાર ને અમુક મર્યાદિત પરવાનગીમાં મૂકી શકે. આ બાબત ઉપરની સંપૂર્ણ ચર્ચા માટે, વાંચો ધ ક્રિશ્ચિયન કોમન્સ (see http://thechristiancommons.com/).

કઈ સ્રોત ભાષાને ઉપયોગ માં લઈ શકાય?

સ્રોત લખાણને ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય જ્યારે જાહેર ક્ષેત્ર અને નીચે દર્શાવેલ પરવાનગીઓ ઉપર જ ઉપયોગમાં લઈ શકાય, જે પરવાનગીએ અનુવાદિત વિષય ને creative commons attribution-sharealike ની પરવાનગી હેઠળ છૂટ આપી હોય.

બાકીના પ્રશ્નો માટે, કૃપા કરી help@door43.org નો સંપર્ક કરો.

નોંધ:

  • Traslationstudio માં જણાવેલ દરેક સ્રોત લખાણની સમીક્ષા કરીને કાયદેસર ઉપયોગ માટે માટે છે.
  • Unfoldingword કંઈપણ પ્રકાશિત કરે તે પહેલા, સ્રોત ભાષાની સમીક્ષા કરીને ઉપર દર્શાવેલ કોઈ પણ એક પરવાનગી થી ઉપલબ્ધ હોવી જોઈએ. કૃપા કરી અનુવાદ કરતાં પહેલા સ્રોત ભાષાની ચકાસણી કરો જેથી કરીને તમારા અનુવાદને પ્રકાશિત કરવાનું કોઈ ટાળી શકે નહીં.