gu_ta/translate/translate-retell/01.md

3.8 KiB
Raw Permalink Blame History

અર્થને ફરીથી કેવી રીતે કહેવો

નીચે ક્રમબદ્ધ પગલા આપવામાં આવ્યા છે. આ પગલાઓનો એ હેતુ છે કે અનુવાદ કરવા માટે અનુવાદકને કુદરતી, સમજી શકાય તેવું અને ચોક્કસ માર્ગદર્શન મળે. અનુવાદકની એક સૌથી સામાન્ય ભૂલ એ છે કે તે લક્ષિત ભાષામાં સુસંબંધ લખાણને સ્વાભાવિક રીતે વિકસિત કરવામાં નિષ્ફળ જવું. આ પગલાઓને અનુસરવા ધ્વારા, અનુવાદક વધારે વાસ્તવિક અને સમજી શકાય તેવો અનુવાદ કરી શકે છે.

૧. પસંદ કરેલા આખા ફકરાને સ્રોત ભાષામાં વાંચવો. ગ્રંથ એક ફકરો હોઈ શકે અથવા વાર્તા સ્વરૂપે બનેલી કોઈ બાબત હોઈ શકે, કે આખો વિભાગ (અમુક બાઈબલમાં, એક શીર્ષકથી લઈને બીજા શીર્ષક સુધીનું બધુ જ). જટિલ લખાણમાં, ફકરો એક થી બે વાક્યો હોઈ શકે. ૧. સ્રોત ભાષામાં વપરાયેલ લખાણ વગર, મૌખિક રીતે લક્ષિત ભાષા માં કહેવું. જોકે તમે અમુક ભાગ ભૂલી જઈ શકો તો, તમને યાદ હોય તે અંત સુધી કહેતા જાવ. ૧. ફરીથી, સ્રોત ભાષાના લખાણ તરફ જુઓ. હવે તમારી લક્ષિત ભાષામાં બધું જણાવો. ૧. સ્રોત ભાષાને ફરીથી જુઓ, તમે ભૂલી ગયેલા ભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, અને તમારી યાદશક્તિનો ઉપયોગ કરીને લક્ષિત ભાષામાં ફરીથી કહો. ૧. આખા ફકરાને યાદ કર્યા પછી, તમારી યાદશક્તિ પ્રમાણે ચોક્કસાઈથી લખો. ૧. એક વાર લખ્યા પછી, સ્રોત ભાષાને ફરીથી જુઓ કે તમે કોઈ વિગત ભૂલી નથી ગયા. એવી કોઈ બાબત હોય તો તેનો સ્વાભાવિક રીતે ઉલ્લેખ કરો. ૧. સ્રોત ભાષામાં તમને જો તમને કઈક ન સમજાય તો, અનુવાદમાં લખો કે [નથી સમજાયું] અને બાકીના ફકરાનું લખાણ ચાલુ રાખો. ૧. હવે, તમારું લખાણ વાંચો. તમે સમજી શકો છો કે નહીં તે નક્કી કરો. જે ભાગને સુધારવાની જરૂર છે તેને નક્કી કરો. ૧. આગળના વિભાગ પર આગળ વધો. સ્રોત ભાષામાં તેને વાંચો. ૨ - ૮ પગલાને સખતાઈથી અનુસરો.

  • ઋણ સ્વીકાર: પરવાનગી ધ્વારા ઉપયોગમાં લેવાયેલ, © 2013, SIL International, Sharing Our Native Culture, p. 59.*