gu_ta/translate/translate-fraction/01.md

10 KiB

વર્ણન

અપૂર્ણાંક એ એક પ્રકારની સંખ્યા છે જે કોઈ વસ્તુના સમાન ભાગો અથવા લોકો અથવા વસ્તુઓના મોટા જૂથમાં સમાન જૂથોનો સંદર્ભ આપે છે. વસ્તુ અથવા વસ્તુઓનું જૂથ બે કે તેથી વધુ ભાગો અથવા જૂથોમાં વહેંચાયેલું છે, અને અપૂર્ણાંક તે ભાગોને અથવા એકથી વધુ ભાગો અથવા જૂથોનો ઉલ્લેખ કરે છે.

પેયાર્પણ માટે, તમારે તૃતીયાંશહિન જેટલો દ્રાક્ષારસ અર્પણ કરવો. (ગણના ૧૫:૭ ULB)

હિન એ પાત્ર છે કે જેનો ઉપયોગ દ્રાક્ષારસ અને બીજા પ્રવાહીને માપવા માટે કરવામાં આવે છે. તેઓએ હિન પાત્રને ત્રણ સરખા હિસ્સામાં વિભાજીત કરવા વિશે વિચારવાનું હતું અને તે ભાગોમાંથી ફક્ત એક જ ભાગ ભરીને તે અર્પણ કરવાનો હતો.

ત્રીજાભાગના વહાણો નાશ પામ્યા. (પ્રકટીકરણ ૮:૯ ULB)

ત્યાં ઘણા વહાણો હતા. જો આ બધા વહાણોને ત્રણ સરખા જૂથમાં વહેંચવામાં આવે તો, તેમાંનું એક જૂથ નાશ પામ્યું.

અંગ્રેજીમાં મોટાભાગના અપૂર્ણાંકમાં આંકડાને અંતે “-th” ઉમેરવામાં આવે છે.

આખો ભાગ ભાગ્યા ભાગની સંખ્યા અપૂર્ણાંક
ચાર ચોથો
દસ દસમો
સો સોમો
એક હજાર એક હજારમો

અંગ્રેજીમાં કેટલાક અપૂર્ણાંક કોઈ શૈલીને અનુસરતા નથી.

આખો ભાગ ભાગ્યા ભાગની સંખ્યા અપૂર્ણાંક
બે અડધા
ત્રણ ત્રીજો
પાંચ પાંચમો

કારણ એ છે કે આ અનુવાદનો મુદ્દો છે: કેટલીક ભાષાઓ અપૂર્ણાંકનો ઉપયોગ કરતી નથી. તેઓ માત્ર ભાગો અથવા જૂથો વિશે વાત કરી શકે છે, પરંતુ તેઓ ભાગ કેટલો મોટો છે અથવા સમૂહમાં કેટલા સમાવેશ થાય છે તે જણાવવા માટે અપૂર્ણાંકનો ઉપયોગ કરતાં નથી.

બાઈબલમાંથી ઉદાહરણો

હવે મનાશ્શાના અર્ધકુળને,મુસાએ બાશાનમાં વતન આપ્યું હતું, પણ તેના બીજાઅર્ધભાગને,યહોશુઆએ તેઓના ભાઈઓ સાથે પશ્ચિમમાં યર્દન પાર વતન આપ્યું. (યહોશુઆ ૨૨:૭ ULB)

મનાશ્શાના કુળને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. શબ્દસમૂહ “મનાશ્શાનું અર્ધકુળ” એ તેઓમાંના એક જૂથને દર્શાવે છે. શબ્દસમૂહ “બીજો અર્ધભાગ” બીજા જૂથને દર્શાવે છે.

માણસોના ત્રીજા ભાગનેમારી નાખવા માટે જે ચાર દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને સારુ તૈયાર રાખેલા હતા, તેઓને છોડવામાં આવ્યા. (પ્રકટીકરણ ૯:૧૫ ULB)

જો બધા લોકોને ત્રણ સરખા ભાગમાં વહેંચવામાં આવે તો, એક જુથમાંની સંખ્યાના લોકોને મારી નાંખવામાં આવશે.

તમારે પણ ચતુર્થાંશહિન દ્રાક્ષારસ પેયાર્પણ તરીકે અર્પણ કરવો. (ગણના ૧૫:૫ ULB)

તેઓએ એવી કલ્પના કરવાની હતી કે જેથી દ્રાક્ષારસના ચાર સરખા ભાગ થાય અને તેમાંથી એક ભાગ તૈયાર કરવાનો હતો.

અનુવાદની વ્યૂહરચના

તમારી ભાષામાં રહેલા અપૂર્ણાંક યોગ્ય અર્થ આપશે, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો તેમ નથી તો, તમે આ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરી શકો છો.

૧. ભાગો અથવા જૂથોની સંખ્યાને કહો કે જે વસ્તુને વિભાજિત કરશે, અને તે પછી ઉલ્લેખ કરવામાં આવેલા ભાગો અથવા જૂથોની સંખ્યા જણાવો. ૧. વજન અને લંબાઈ જેવા માપ માટે, UDB માં ઉપયોગમાં લેવામાં આવેલા યુનિટનો ઉપયોગ કરો જે તમારા લોકો જાણે છે. ૧. માપ માટે, તમારી ભાષામાં જે વપરાય છે તેનો એકવાર ઉપયોગ કરો. તે પ્રમાણે કરવા માટે તમારે એ જાણવાની જરૂર છે કે કેવી રીતે તમારા માપ ગાણિતિક પધ્ધતિ સાથે અને દરેક માપ સાથે સંકડાય છે.

અનુવાદની આ વ્યૂહરચનાના લાગુકરણના ઉદાહરણો

૧. ભાગો અથવા જૂથોની સંખ્યાને કહો કે જે વસ્તુને વિભાજિત કરશે, અને તે પછી ઉલ્લેખ કરવામાં આવેલા ભાગો અથવા જૂથોની સંખ્યા જણાવો.

  • ત્રીજા ભાગનો સમુદ્ર લોહીના જેવો લાલ થઇ ગયો(પ્રકટીકરણ ૮:૮ ULB)
    • તે એના જેવું હતું કે તેઓએ સમુદ્રનાત્રણ ભાગમાંવિભાજીત કરેલો હતો, અને સમુદ્રનોએક ભાગલોહી બની ગયો.
  • ત્યારે તે ગોધાની સાથે અડધા હિન તેલથી મોહેલા ત્રણ દશાંશએફાહ મેંદાનું ખાધ્યાર્પણ ચઢાવે. (ગણના ૧૫:૯ ULB)
    • ...પછી તમ્રેભાગ પાડવાએફાહ મેંદોદસ ભાગઅને ભાગ પાડવાએક હિન તેલના બે ભાગ. પછી મિશ્ર કરવુંતેઓમાંના ત્રણ ભાગમેંદોએક ભાગતેલ સાથે. ત્યારે તમારે તે ગોધાની સાથે ખાધ્યાર્પણ ચઢાવવું.

૧. માપ માટે, UDBમાં આપવામાં આવેલા માપનો ઉપયોગ કરો. UDBના અનુવાદ્કોએ અગાઉથી જ તે માપને ગાણિતિક પદ્ધતિમાં કેવી રીતે રજૂ કરવા તે નક્કી કર્યું છે.

  • શેકેલનો બે તૃતીયાંશ ભાગ (૧ શમુએલ ૧૩:૨૧ ULB)
    • આઠ ગ્રામચાંદી (૧ શમુએલ ૧૩:૨૧ UDB)
  • એફાહના ત્રણ દશાંશમેંદોઅડધો હિન તેલસાથે મિશ્ર કરવો. (ગણના ૧૫:૯ ULB)
    • સાડા છ લીટરસારી રીતે દળેલો મેંદોબે લીટરજૈતુન તેલ સાથે મિશ્ર કરવો. (ગણના ૧૫:૯ UDB)

૧. માપ માટે, તમારી ભાષામાં જે વપરાય છે તેનો એકવાર ઉપયોગ કરો. તે પ્રમાણે કરવા માટે તમારે એ જાણવાની જરૂર છે કે ગાણિતિક પધ્ધતિ સાથે તમારા માપ અને દરેક આંકડાને કેવી રીતે સાંકળવા.

  • એફાહના ત્રણ દશાંશમેંદોઅડધા હિનતેલ સાથે મિશ્ર કરવો. (ગણના ૧૫:૯, ULB)
    • છ માપદળેલો મેંદોબે માપતેલ સાથે મિશ્ર કરવો.