gu_ta/translate/translate-formatsignals/01.md

9.1 KiB
Raw Permalink Blame History

વર્ણન

  • અનલોકડ લીટરલ બાઈબલ (ULB) અને *અનલોકડ ડાયનેમિક બાઈબલ (UDB) અધ્યાહાર ચિહ્નો, લાંબી રેખાઓ, કૌંસ, અને ફકરો પાડવો એ દર્શાવવા માટે ઉપયોગ કરે છે કે લખાણમાં આપવામાં આવેલી માહિતી શેની આસપાસની છે.

અધ્યાહાર ચિહ્નો

વ્યાખ્યા-અધ્યાહાર ચિહ્નો(...)નો ઉપયોગ એ દર્શાવવા માટે કરવામાં આવે છે કે કોઈએ વાક્ય શરુ કર્યા પછી પૂરું કર્યું ન હોય, અથવા કોઈકે જે કહ્યું હોય તે બધું જ લેખકે ઉલ્લેખ ન કર્યો હોય.

માથ્થી ૯:૪-૬માં અધ્યાહાર ચિહ્ન દર્શાવે છે કે ઈસુએ જ્યારે તેમનું ધ્યાન લકવાવાળા માણસ તરફ વાળ્યું અને તેને કહ્યું ત્યારે તેઓ ટોળાની સાથે વાત કરતાં હતા તે વાક્યને તેમણે પૂરું કર્યું ન હતું:

ત્યારે જુઓ, શાસ્ત્રીઓમાંના કેટલાએકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે. “ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો? કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારા પાપ માફ થયા છે, અથવા એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા’? પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે,... “તેમણે પક્ષઘાતીને કહ્યું, “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા.” (ULB)

માર્ક ૧૧:૩૧-૩૩માં, અધ્યાહાર ચિહ્ન દર્શાવે છે કે ધાર્મિક આગેવાનો કે કદાચ તેમના વાક્યને પૂરું કર્યું નથી, કે તેઓએ જે કહ્યું તેને લખવાનું માર્કે પૂરું કર્યું નથી.

તેઓએ માંહોમાંહે વિચાર કરીને કહ્યું કે, “જો આપણે કહીએ કે, ‘આકાશથી, તો તે કહેશે,’ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહીં કર્યો? પણ જો આપણે કહીએ કે,’માણસથી,..”તો તેઓ લોકથી બીધા, કેમ કે બધા લોક યોહાનને પ્રબોધક માનતા હતા. અને તેઓ ઉત્તર આપીને ઈસુને કહે છે કે, “અમે જાણતા નથી.” અને ઈસુ તેઓને કહે છે કે, “હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.” (ULB)

લાંબી રેખાઓ

વ્યાખ્યા-લાંબી રેખાઓ(-) સાંપ્રત માહિતી જે તેની પહેલા આવે છે તે માહિતીની ઓળખ આપે છે. ઉદાહરણ તરીકે:

પછી બે માણસો ખેતરમાં હશે**-એકને લઈ લેવાશે, અને બીજાને પડતો મૂકાશે. બે સ્ત્રીઓ દળતી હશે-**એકને લઈ લેવાશે, અને એકને પડતી મૂકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ક્યે દિવસે તમારો પ્રભુ આવશે. (માથ્થી ૨૪:૪૦-૪૧ ULB)

કૌંસ

વ્યાખ્યા-કૌંસ “()” દર્શાવે છે કે કેટલીક માહિતી એ સમજૂતી કે પછીનો વિચાર છે.

તે એવી પૃષ્ઠભૂમિની માહિતી છે કે જેના વિશે લેખક તેના વિશેની સામગ્રીને સમજવા માટે તે જગ્યાએ મૂકે છે.

યોહાન ૬:૬માં, યોહાને તે વાર્તામાં વિક્ષેપ કર્યો જેમાં તેમણે સમજાવ્યું હતું કે ઇસુ પહેલેથી જ જાણતા હતા કે તે શું કરવાના છે. આને કૌંસમાં મૂકવામાં આવે છે.

જ્યારે ઈસુએ ઉપર જોયું અને મોટા ટોળાને તેમની પાસે આવતું જોયું ત્યારે, તેમણે ફિલિપને કહ્યું, “તેમણે ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?” (પણ ઈસુએ ફિલિપને પારખવા સારુ એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે તે પોતે જાણતો હતો.)ફીલીપે તેને ઉત્તર આપ્યો કે, “બસો દીનારની રોટલી તેઓને સારુ બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે.” (યોહાન ૬:૫-૭ ULB)

નીચે આપેલા કૌંસમાંના શબ્દો એ ઈસુ જે કહેતા હતા તે નથી, પરંતુ માથ્થી વાચકને જે ખી રહ્યો હતો તે છે, વાચકને જાગૃત કરવા માટે કે ઈસુ એ શબ્દોનો ઉપયોગ કરે છે કે જેના વિષે તેઓએ વિચાર કરવો જોઈએ અને અર્થઘટન કરવું જોઈએ.

“તેથી, ઉજ્જડની અમંગળપણાની નિશાની, જે સંબંધી દાનીયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ”(વાચકને સમજવા દો), “ત્યારે જેઓ યહુદીયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય, ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સમાન લેવાને ન ઊતરે, ૧૮ અને ખેતરમાં જે હોય તે પોતાનું લૂગડું લેવાને પાછો ન ફરે.” (માથ્થી ૨૪:૧૫-18 ULB)

ફકરો પાડવો

વ્યાખ્યા-જ્યારે લખાણમાં ફકરો પાડવામાં આવે ત્યારે, તેનો અર્થ એ થાય કે લખાણની લીટી તેની ઉપરના અને નીચેના લખાણની તુલનામાં જમણી તરફ આગળ વધે છે જેમાં ફકરો પડેલો નથી.

આવું કાવ્ય અને કેટલીક યાદીઓને માટે કરવામાં આવે છે, એવું દર્શાવવા માટે કે તે ફકરો પડેલી લીટીથી તેની ઉપરના ફકરા વગરના લખાણની શરૂઆત થાય છે. ઉદાહરણ તરીકે:

આ એ આગેવાનોના નામ છે જેઓ તારી સાથે યુદ્ધ કરશે: રૂબેનમાંનો, શદેઉરનો દીકરો અલીસૂર; શિમયોનમાંનો, સૂરી શાદ્દાયનો દીકરો શલુમીએલ; યહુદામાંનો, આમ્મીનાદાબનો દીકરો નાહશોન; (ગણના ૧:૫-૭ ULB)