gu_ta/translate/translate-chapverse/01.md

8.6 KiB

વર્ણન

જ્યારે પ્રથમ બાઈબલના પુસ્તકોને લખવામાં આવ્યા ત્યારે, તેમાં અધ્યાય અને કલમોના કોઈ વિભાગો ન હતા. લોકોએ પાછળથી તેનો ઉમેરો કર્યો છે, અને પછી બીજા લોકે અધ્યાયને અને કલમોને ક્રમ આપ્યા છે જેથી બાઈબલમાં ચોક્કસ વિભાગ શોધવાનું સરળ રહે. જોકે એક કરતાં વધારે લોકોએ આ કર્યું છે તેમ છતાં અલગ અલગ અનુવાદોમાં ક્રમ આપવાની અલગ અલગ પદ્ધતિઓ જોવા મળે છે. ULBમાં ક્રમ આપવાની જે પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જો તમે જે બાઈબલનો ઉપયોગ કરો છો તેમાં ન આપેલો હોય તો, તમે કદાચ તે જ બાઈબલની પધ્ધતિનો ઉપયોગ કરવાની ઈચ્છા રાખશો.

કારણ કે આ અનુવાદનો મુદ્દો છે.

જે લોકો તમારી ભાષા બોલે છે તેઓ કદાચ બીજી ભાષામાં લખવામાં આવેલા બાઈબલનો પણ ઉપયોગ કરતાં હોય. જો તમારો અનુવાદ અને તે બાઈબલ અલગ અલગ અધ્યાય અને કલમોનો ઉપયોગ કરતાં હોય તો, જ્યારે તેઓ કોઈ અધ્યાય કે કલમના ક્રમ વિષે કહે ત્યારે લોકો માટે તે સમજવું અઘરું હશે કે કોઈક કઈ કલમ સંબંધી કહી રહ્યું છે.

બાઈબલમાંથી ઉદાહરણો

૧૪પરંતુ હું તમને જલ્દી જોવાની અપેક્ષા રાખું છું, અને આપણે મોઢામોઢ વાત કરીશું.૧૫તમને શાંતિ થાઓ. મિત્રો તમને સલામ પાઠવે છે. મિત્રોને નામ સાથે સલામ પાઠવજો. (૩ યોહાન ૧:૧૪-૧૫ ULB)

૩જા યોહાનમાં એક જ અધ્યાય છે તેથી, કેટલીક આવૃત્તિમાં અધ્યાયને ક્રમ આપવામાં આવ્યો નથી. ULB અને UDBમાં તેને અધ્યાય ૧ એવું કહેવામાં આવ્યું છે. કેટલીક આવૃત્તિમાં કલમ ૧૪ અને ૧૫ને પણ અલગ કલમ તરીકે દર્શાવવામાં આવી નથી. તેને બદલે તેઓએ ૧૪મી કલમ જ લખેલું છે.

જ્યારે તે તેના દીકરા આબ્શાલોમ પાસેથી નાસી ગયો ત્યારનું, દાઉદનું ગીત.

યહોવા, મારા શત્રુઓ કેટલા બધા છે! (ગીતશાસ્ત્ર ૩:૧ ULB)

કેટલાક ગીતોમાં તેમની અગાઉ સમજુતી આપેલી હોય છે. ULB અને UDBની જેમ કેટલીક આવૃત્તિમાં તે સમજૂતીઓને ક્રમ આપેલા હોતા નથી. બીજી આવૃત્તિઓમાં સમજુતી એ કલમ ૧ હોય છે, અને મૂળ ગીત કલમ ૨ થી શરુ થાય છે.

...અને માદી દાર્યાવેશ જ્યારે બાસઠ વર્ષની વયનો હતો ત્યારે રાજ્ય તેના હાથમાં આવ્યું. (દાનીયેલ ૫:૩૧ ULB)

કેટલીક આવૃત્તિમાં આ દાનીયેલ ૫ ની છેલ્લી કલમ છે. બીજી કેટલીક આવૃત્તિમાં આ દાનીયેલ ૬ ની પહેલી કલમ છે.

અનુવાદની વ્યૂહરચના

૧. જે લોકો તમારી ભાષા બોલે છે તેઓની પાસે બીજું કોઈ બાઈબલ હોય તો, અધ્યાય અને કલમને તેના પ્રમાણે ક્રમ આપો. કેવી રીતે કલમને ક્રમ આપવા તેના વિષેની સૂચનાઓ વાંચો translationStudio APP.

અનુવાદની વ્યૂહરચનાના ઉદાહરણો લાગુ કરવામાં આવ્યા છે

જે લોકો તમારી ભાષા બોલે છે અને તેઓ અન્ય બાઈબલનો ઉપયોગ કરે છે તો, તે મુજબ અધ્યાય અને કલમને ક્રમ આપો.

નીચે ૩જો યોહાન ૧ માંથી ઉદાહરણ આપવામાં આવ્યું છે. કેટલાક બાઈબલમાં ૧૪મી કલમના આ લખાણને ૧૪મી અને ૧૫મી કલમ એ રીતે દર્શાવી છે. તમારા જે બીજા બાઈબલમાં જે ક્રમ આપવામાં આવ્યો છે તેનો તમે ઉપયોગ કરી શકો છો.

૧૪ પરંતુ હું તમને જલ્દી જોવાની અપેક્ષા રાખું છું, અને આપણે મોઢામોઢ વાત કરીશું. ૧૫ શાંતિ થાઓ. મિત્રો તમને સલામ પાઠવે છે. મિત્રોને નામથી સલામ પાઠવજો. (૩જો યોહાન ૧:૧૪-૧૫ ULB)

૧૪ પરંતુ હું તમને જલ્દી જોવાની અપેક્ષા રાખું છું, અને આપણે મોઢામોઢ વાત કરીશું. તમને શાંતિ થાઓ. મિત્રો તમને સલામ પાઠવે છે. મિત્રોને નામથી સલામ પાઠવજો. (૩જો યોહાન ૧૪)

બીજું ઉદાહરણ ગીતશાસ્ત્ર ૩માંથી છે. કેત્લાક બાઈબલમાં શરૂઆતની સમજુતીને ગીતની કલમ તરીકે અંકિત કરવામાં આવતી નથી, અને જીબા લોકો તેને કલમ ૧ તરીકે અંકિત કરે છે. તમારા અન્ય બાઈબલ અનુસાર તમે કલમના ક્રમને અંકિત કરી શકો છો.

  • જ્યારે તે તેના દીકરા આબ્શાલોમ પાસેથી નાસી ગયો ત્યારનું, દાઉદનું ગીત.

યહોવા, મારા શત્રુઓ કેટલા બધા છે!

ઘણાએ પાછા ફરીને મારા પર હુમલો કર્યો છે.

ઘણા મારા વિષે કહે છે,

*“તેને સારુ ઈશ્વર તરફથી કોઈ મદદ નથી.” સેલાહ *

* જ્યારે તે તેના દીકરા આબ્શાલોમ પાસેથી નાસી ગયો ત્યારનું, દાઉદનું ગીત.* યહોવા, મારા શત્રુઓ કેટલા બધા છે! ઘણાએ પાછા ફરીને મારા પર હુમલો કર્યો છે. ઘણા મારા વિષે કહે છે, “તેને સારુ ઈશ્વર તરફથી કોઈ મદદ નથી.” સેલાહ