gu_ta/translate/translate-bweight/01.md

10 KiB
Raw Permalink Blame History

વર્ણન

નીચે જણાવેલા સામાન્ય રીતે બાઈબલમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા વજનના એકમો છે. “શેકેલ” શબ્દનો અર્થ થાય છે “વજન”, અને બીજા ઘણા વજનને શેકેલ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેઓમાંના કેટલાકનો નાણાં તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નીચે આપેલ કોષ્ટકમાંથી ગાણિતિક કિંમત ચોક્કસ રીતે બાઈબલના માપ મુજબની નથી. બાઈબલના માપ સમયે સમયે અને સ્થાન અનુસાર મૂળ માપથી અલગ હોઈ શકે છે. નીચે જણાવવામાં આવેલ સમકક્ષ મૂલ્યો તે માત્ર આશરે માપ દર્શાવેલ છે.

મૂળ માપ શેકેલ ગ્રામ કિલોગ્રામ
શેકેલ ૧ શેકેલ ૧૧ ગ્રામ -
બેકાહ ૧/૨ શેકેલ ૫.૭ ગ્રામ -
પીમ ૨/૩ શેકેલ ૭.૬ ગ્રામ -
ગેરાહ ૧/૨૦ શેકેલ .૫૭ ગ્રામ -
મીના ૫૦ શેકેલ ૫૦૦ ગ્રામ ૧/૨ કિલોગ્રામ
તાલંત ૩, શેકેલ - ૩૪ કિલોગ્રામ

અનુવાદના સિદ્ધાંતો

૧. બાઈબલના લોકો આધુનિક માપ જેવા કે મીટર, લીટર, અને કિલોગ્રામનો ઉપયોગ કરતાં ન હતા. મૂળ માપનો ઉપયોગ કરવાથી તે વાચકોને એ જાણવામાં મદદ કરે છે કે જ્યારે આ માપનો લોકો ઉપયોગ કરતાં હતા તે લાંબા સમય અગાઉ બાઈબલ લખવામાં આવ્યું છે. ૧. આધુનિક માપનો ઉપયોગ કરવાથી તે વાચકોને લખાણને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે. ૧. જે કોઈ માપનો તમે ઉપયોગ કરો તે સારું હોવું જોઈએ, જો શક્ય હોય તો, બીજા પ્રકારના માપ વિષે લખાણમાં કે પાદનોંધમાં જણાવો. ૧. જો તમે બાઈબલના માપનો ઉપયોગ ન કરતાં હોવ તો, વાચકોને તે વિચાર ન આપવાનો પ્રયત્ન કરો કે આ માપ ચોક્કસ છે. ઉદાહરણ તરીકે, જો તમે ગેરાહને “૦.૫૭ ગ્રામ” તરીકે અનુવાદ કરો છો તો વાચકો એવું વિચારી શકે છે કે તે માપ ચોક્કસ છે. “અડધો ગ્રામ” એવું કહેવું તે યોગ્ય રહેશે. ૧. કેટલીકવાર જ્યારે માપ ચોક્કસ ન હોય ત્યારે “આશરે” એ શબ્દનો ઉપયોગ કરવો તે મદદરૂપ બને છે. ઉદાહરણ તરીકે, ૨ શમુએલ ૨૧:૧૬ જણાવે છે કે ગોલીયાથના ભાલાની વજન ૩૦૦ શેકેલ હતું. “૩૩૦૦ ગ્રામ” કે “૩.૩ કિલોગ્રામ” એવો અનુવાદ કરવા કરતાં, તેને “આશરે સાડા ત્રણ કિલોગ્રામ” એવું અનુવાદ કરી શકાય. ૧. જ્યારે ઈશ્વર લોકોને જણાવે છે કે કોઈક વસ્તુ જેનું કેટલું વજન હોવું જોઈએ, અને જ્યારે લોકો તે વજનનો ઉપયોગ કરે ત્યારે, ત્યાં અનુવાદમાં “આશરે” એવું કહેવું ન જોઈએ. નહીં તો એવી અસર ઊભી થશે કે ચોક્કસ કેટલું વજન હોવું જોઈએ તે સંબંધી ઈશ્વર કંઈ દરકાર કરતા નથી.

અનુવાદની વ્યૂહરચના

૧. ULB માંના માપનો ઉપયોગ કરો. આ મૂળ લેખકે ઉપયોગમાં લીધેલા એકસમાન માપ જ છે. તેને એવી સમાન રીતે લખો કે જેથી તે ULBમાં લખેલા છે તેના જેવા જ લાગે.(જુઓનકલ કે ઉછીના શબ્દો) ૧. ULBમાં આપવામાં આવેલા ગાણિતિક માપનો ઉપયોગ કરો. ULBના અનુવાદકે અગાઉથી જ નક્કી કરી લીધું છે કે ગાણિતિક પધ્ધતિમાં આ માપને કેવી રીતે રજૂ કરવું. ૧. તમારી ભાષામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા માપનો ઉપયોગ કરો. તે પ્રમાણે કરવા માટે તમારે તમારા માપ કેવી રીતે ગાણિતિક પધ્ધતિ સાથે સંકળાય છે તે અને દરેક માપને શોધી કાઢવું જોઈએ. ૧. ULBમાંના માપનો ઉપયોગ કરો અને તમારા લોકો જે માપ વિષે જાણે છે તેને લખાણમાં કે નોંધમાં સામેલ કરો. ૧. તમારા લોકો જે માપ વિષે જાણે છે તેનો ઉપયોગ કરો, અને ULBમાંના માપનો લખાણ કે નોંધમાં સમાવેશ કરો.

અનુવાદની વ્યૂહરચનાનું લાગુકરણ

નીચે આપેલ નિર્ગમન ૩૮:૨૯માં આ બધી વ્યૂહરચના લાગુ પાડવામાં આવી છે.

  • અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર 2,400 ચારસો શેકેલ હતું. (નિર્ગમન ૩૮:૨૯ ULB)

૧. ULB માંના માપનો ઉપયોગ કરો. આ મૂળ લેખકે ઉપયોગમાં લીધેલા એકસમાન માપ જ છે. તેને એવી રીતે લખો કે જેથી ULBમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેના જેવું જ તે લાગે.(જુઓનકલ કે ઉછીના શબ્દો)

  • “અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે 2,400 હજાર ચારસો શેકેલ.”

૧. ULBમાં આપવામાં આવેલા ગાણિતિક માપનો ઉપયોગ કરો. UDBના અનુવાદકે અગાઉથી જ તે માપને કેવી રીતે ગાણિતિક પદ્ધતિમાં રજૂ કરવા તે નક્કી કરી લીધું છે.

  • “અર્પેલું પિત્તળ બે હજાર ચારસો કિલોગ્રામ2,400 kilograms."

૧. તમારી ભાષામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા માપનો ઉપયોગ કરો. આ પ્રમાણે કરવા માટે તમારે જાણવું જરૂરી છે કે તમારા માપને ગાણિતિક પધ્ધતિ સાથે કેવી રીતે સાંકળી શકાય અને દરેક માપને શોધી શકાય.

  • “અર્પેલું પિત્તળ પાચ હજાર ત્રણસો પાઉન્ડ.”

૧. ULB માંના માપનો ઉપયોગ કરો અને તમારા લોકો જે માપ વિષે જાણે છે તેનો લખાણમાં કે પાદનોંધમાં સમાવેશ કરો. નીચે મુજબ તે બંને માપને લખાણમાં દર્શાવવામાં આવશે.

  • “અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત (૨૩૮૦ કિલોગ્રામ),તથાબે હજાર ચારસો શેકેલ (૨૬.૪ કિલોગ્રામ).”

૧. તમારા લોકો જે માપ વિષે જાણતા હોય તેનો ઉપયોગ કરો, અને ULBમાંના માપનો લખાણ કે પાદનોંધમાં સમાવેશ કરો. નીચે મુજબ ULBના માપને નોંધમાં દર્શાવવામાં આવ્યા છે.

  • “અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ.
    • પાદનોંધમાં આ પ્રમાણે દેખાશે:

[૧] આ આશરે કુલ ૨૪૦૦ કિલોગ્રામ હતું.