gu_ta/translate/resources-links/01.md

6.8 KiB

અનુવાદ ની નોધમાં બે પ્રકારના જોડાણો છે: અનુવાદ શિક્ષણના વિષય પૃષ્ઠ સાથેનું જોડાણ અને પુનરાવર્તિત શબ્દો કે શબ્દ સમૂહોનું તે જ પુસ્તક સાથેનું જોડાણ.

અનુવાદ શિક્ષણના વિષયો

અનુવાદ શિક્ષણના વિષયોનો હેતુ કોઈ પણને સક્ષમ કરવા માટે, ક્યાંય પણ તેની પોતાની ભાષામાં બાઇબલનું અનુવાદ કેવી રીતે કરવું તે વિશેની મૂળભૂત બાબતો જાણવા માટેનો છે. વેબ અને ઓફલાઇન મોબાઇલ વિડિઓ ફોર્મેટ્સમાં માત્ર-સમય-સમયના શિક્ષણ માટે તેઓ અત્યંત પરિવર્તનક્ષમ હોય તેવો હેતુ છે.

દરેક અનુવાદ નોંધ ULB ના એક શબ્દસમૂહને અનુસરે છે અને તે શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કરવો તેની ત્વરિત મદદ પૂરી પાડે છે. ક્યારેક સૂચવેલ અનુવાદના અંતમાં કૌંસમાં એક વિધાન હશે જે આના જેવું દેખાશે: (જુઓ: રૂપક). લીલા અક્ષરમાં લખવામાં આવેલ શબ્દ કે શબ્દો એ અનુવાદ શિક્ષણના વિષય સાથેનું જોડાણ છે. તે વિષય સંબંધી વધુ શીખવા માટે તમે તે જોડાણ પર ક્લિક કરી શકો છો.

અનુવાદ શિક્ષણના વિષય અંગેની માહિતી વાંચવા માટેના કેટલાક કારણો છે:

  • વિષય વિષે શીખવાથી અનુવાદકને તેની વધુ ચોક્કસપણે અનુવાદ કરવા માટે મદદ મળે છે.
  • સિદ્ધાંતો અને અનુવાદની વ્યૂહરચનાની પ્રાથમિક સમજણ પૂરી પાડવા માટે વિષયોની પસંદગી કરવામાં આવી છે.

ઉદાહરણો

  • સાંજ અને સવાર -તે આખા દિવસને દર્શાવે છે. આખા દિવસને દર્શાવવા માટે દિવસના બે ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. યહૂદી સંસ્કૃતિમાં, સૂર્ય આથમે તે સમયે દિવસની શરૂઆત થાય છે. (જુઓ:વિસ્તરણ)
  • ચાલવું-“આધીન થવું” (જુઓ:રૂપક)
  • જાણીતું કરવું-“તેના વિષે જણાવવું” (જુઓ:રૂઢીપ્રયોગ)

પુસ્તકમાંના પુનરાવર્તિત શબ્દસમૂહો

કેટલીકવાર એક શબ્દસમૂહ એક પુસ્તકમાં ઘણીવાર વપરાયો હોય છે. જ્યારે આવું થાય ત્યારે, અનુવાદ નોંધના લીલા પ્રકરણ અને શ્લોક નંબરોમાં એક જોડાણ હશે જેના તમે પર ક્લિક કરી શકો છો-તે તમને પાછા લઈ જશે જ્યાં તમે તે શબ્દસમૂહનો અગાઉ અનુવાદ કર્યો છે. તમે એવી જગ્યા પર જવા માગો છો કે જ્યાં તે શબ્દ અથવા શબ્દસમૂહનો અગાઉ અનુવાદ થયો હતો તેના કેટલાક કારણો છે:

  • આ તમને તમારા માટે યાદ કરાવીને અનુવાદ કરવાનું સરળ બનાવશે કે તમે કેવી રીતે તેનો અગાઉથી અનુવાદ કર્યો છે.
  • આ તમારા અનુવાદને વધુ ઝડપી અને વધુ સુસંગત બનાવશે કારણ કે તમને તે શબ્દસમૂહને દરેક સમયે અનુવાદ કરવા વિષે યાદ કરાવવામાં આવશે.

જો તમે પહેલાં જે શબ્દસમૂહનો ઉપયોગ કર્યો છે તે જ નવા સંદર્ભમાં બંધબેસતો ન હોય, તો તમારે તેનો અનુવાદ કરવાની નવી રીત વિશે વિચારવું પડશે. આ કિસ્સામાં, તમારે તેની નોંધ કરવી જોઈએ અને અનુવાદ કરનાર જૂથના બીજા લોકો સાથે તેની ચર્ચા કરવી જોઈએ.

આ જોડાણો જ તમને તે પુસ્તકની નોંધ તરફ લઈ જશે જેના તમે પર કામ કરી રહ્યા છો.

ઉદાહરણો

  • સફળ થાઓ અને વધો-ઉત્પત્તિ ૧:૨૮ માંની આ આજ્ઞાઓનો અનુવાદ તમે કેવી રીતે કરો છો તે જુઓ.
  • પૃથ્વી પરના બધા-આમાં બધા જ પ્રકારના નાના પ્રાણીઓનો સમાવેશ થાય છે. તમે ઉત્પત્તિ ૧:૨૫માં આનો કેવો અનુવાદ કર્યો છે તે જુઓ.
  • તેનામાં આશીર્વાદિત થશે-AT: “ઇબ્રાહિમના લીધે આશીર્વાદિત થશે” અથવા “મેં ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો છે તેને લીધે તેઓ આશીર્વાદિત થશે.” “તેનામાં”, નો અનુવાદ કરવા માટે જુઓ કે તમે ઉત્પત્તિ ૧૨:૩ માં “તારા દ્વારા” નો શું અનુવાદ કર્યો છે.