gu_ta/translate/grammar-connect-logic-result/01.md

12 KiB

તાર્કિક સંબંધ

બે શબ્દસમૂહો, કલમો, વાક્યો અને લખાણના ભાગો વચ્ચે, કેટલાક સંયોજકો તાર્કિક સંબંધ સ્થાપિત કરે છે.

કારણ-અને-પરિણામ સંબંધો

વર્ણન

કારણ-અને-પરિણામ સબંધ એક તાર્કિક સંબંધ છે જેમાં એક ઘટના કારણ છે અથવા બીજી ઘટના માટે જવાબદાર છે. પછી, બીજી ઘટના, પ્રથમ ઘટનાનું પરિણામ છે.

આ એક ભાષાંતર મુદ્દો/પ્રશ્ન છે તેનું કારણ

એક કારણ-અને-પરિણામ સંબંધ આગળ જોઈ શકે છે -- "મેં વાય કૃત્ય કર્યું કારણ કે હું ઈચ્છતો હતો કે એક્સ ઘટના અસ્તિત્વમાં આવે." પરંતુ સામાન્ય રીતે તે પાછળ જોવાની ક્રિયા છે -- "એક્સ ઘટના અસ્તિત્વમાં આવી અને તેથી મેં વાય કૃત્ય કર્યું." વધુમાં, એ કારણનું વિધાન દર્શાવવું શક્ય છે કાંતો પરિણામના પહેલાં અથવા પછી. ઘણી ભાષાઓમાં કારણ અને પરિણામ માટે પસંદગી મુજબનો ક્રમ હોય છે, અને જો વાક્યને તેનાથી વિરોધાભાસ ક્રમમાં રજૂ કરવામાં આવ્યા હોય તો વાચક માટે ગૂંચવણરૂપ બનશે. અંગ્રેજીમાં કારણ-અને-પરિણામ સૂચવવા માટેના સામાન્ય શબ્દો "કારણ કે," "તેથી," "તેથી કરીને," અને "તેના માટે," છે. આમાંના કેટલાક શબ્દોનો ઉપયોગ ધ્યેય સંબંધને સૂચિત કરવા માટે પણ કરી શકાય છે, તેથી ભાષાંતરકારે ધ્યેય સંબંધ અને કારણ-અને-પરિણામ સંબંધ વચ્ચેના તફાવત વિષે માહિતગાર હોવું જરુરી છે. ભાષાંતરકાર ,માટે એ સમજવું જરૂરી છે કે કેવી રીતે આ બે ઘટનાઓ એકબીજા સાથે સંબંધિત છે અને ત્યાર પછી તેને તેની ભાષામાં તેની સ્પસ્ટ રજૂઆત કરવી જોઈએ.

જો કારણ અને પરિણામ અલગ અલગ કલમો વચ્ચે દર્શાવવામાં આવ્યા હોય, તો હજી પણ તેમને એક અલગ ક્રમમાં મૂકવા શક્ય છે. જો તમે કલમોના ક્રમને બદલો છો તો પુનઃગોઠવેલ કલમોના નમ્બર્સને એકસાથે સમૂહ કલમોની શરૂઆતમાં લખો, આ પ્રમાણે: ૧-૨. આને કલમોનો પુલ કહેવાય છે.

ઓ.બી.એસ. અને બાઇબલમાંથી ઉદાહરણો

યહૂદીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા, કારણ કે શાઉલે વિશ્વાસીઓને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો, અને હવે તેણે ઈસુમાં વિશ્વાસ કર્યો હતો! (વાર્તા ૪૬ બાંધો ૬ ઓ.બી.એસ.)

કારણ, પાઉલમાંના બદલાવને દર્શાવે છે -- કે જે લોકો ઈસુમાં વિશ્વાસ કરતા હતા તેઓને મારી નાખવાનો પ્રયત્ન તેણે કર્યો હતો, અને હવે તેણે સ્વયં ઈસુમાં વિશ્વાસ કર્યો હતો. પરિણામ એ છે કે યહૂદીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. "કારણ કે" બે વિચારોને જોડે છે અને જે પાછળથી આવે છે તે કારણ છે તેમ દર્શાવે છે.

જુઓ, સમુન્દ્રમાં મોટું તોફાન ઉદભવ્યું, જેથી કરીને હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ. (માથ્થી ૮:૨૪અ યુ.એલ.ટી.)

મોટું તોફાન તે કારણ છે, અને હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ તે પરિણામ છે. આ બંને ઘટનાઓ "જેથી કરીને" દ્વારા જોડાયેલ છે. નોંધ કરો કે "જેથી કરીને" શબ્દો મહંદઅંશે ધ્યેય સંબંધને દર્શાવે છે, પરંતુ અહીં સંબંધ તે કારણ-અને-પરિણામ છે. આ એટલા માટે કે સમુદ્ર વિચારી શકતો નથી અને તેથી તેનો કોઈ ધ્યેય હોઈ શકતો નથી.

ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદિત કર્યો અને પવિત્ર કર્યો, કારણ કે સર્જનના બધા કાર્યો જે તેમણે કર્યા હતાં તેમાંથી તેમણે આરામ લીધો. (ઉત્પત્તિ ૨:૩ યુ.એલ.ટી.)

સાતમા દિવસને ઈશ્વરે આશીર્વાદિત કર્યો અને પવિત્ર કર્યો, તે પરિણામ છે. કારણ એ છે કે તેમણે તેમના કાર્યમાંથી સાતમા દિવસે આરામ લીધો.

“રાંકને ધન્ય છે, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે." (લૂક ૬:૨૦બ યુ.એલ.ટી.)

પરિણામ એ છે કે રાંક આશીર્વાદિત છે. અને તેનું કારણ એ છે કે ઈશ્વરનું રાજ્ય તેઓનું છે.

તેમના સ્થાને તેમણે તેઓને ઉભા કર્યા જેઓની સુન્નત યહોશુઆએ કરી હતી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ના હોવાથી તેઓ બેસુન્ન્તી હતા. (યહોશુઆ ૫:૭ યુ.એલ.ટી.)

પરિણામ એ છે કે છોકરાઓ અને પુરુષો જેઓ અરણ્યમાં જન્મ્યા હતા તેઓની સુન્નત યહોશુઆએ કરી. કારણ એ છે કે પ્રવાસ દરમ્યાન તેઓની સુન્નત થઇ શકી હતી નહીં.

ભાષાંતર વ્યૂહરચનાઓ

જો તમારી ભાષા કારણ-અને-પરિણામ સંબંધનો ઉપયોગ જેમ લખાણની ભાષા કરે છે તે જ રીતે કરે છે તો તે જે રીતે છે તે જ રીતે તેનો ઉપયોગ કરો.

(૧) જો કલમોનો ક્રમ વાંચક માટે ગુંચવણભર્યો છે તો તે ક્રમને બદલી નાખો.

(૨) જો કલમો વચ્ચેનો સંબંધ અસ્પષ્ટ છે તો વધુ સ્પસ્ટ જોડાણવાળા શબ્દનો ઉપયોગ કરો.

(૩) કલમ કે જેમાં જોડાણવાળો શબ્દ હોય નહિ અને તે કલમમાં  જોડાણવાળો શબ્દ મૂકવું વધુ સ્પસ્ટતા દર્શાવતું હોય તો એ પ્રમાણે કરો.

ભાષાંતર વ્યૂહરચના અમલીકરણના ઉદાહરણો

ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદિત કર્યો અને પવિત્ર કર્યો, કારણ કે સર્જનના બધા કાર્યો જે તેમણે કર્યા હતાં તેમાંથી તેમણે આરામ લીધો. (ઉત્પત્તિ ૨:૩ યુ.એલ.ટી.)

(૧) સાતમા દિવસે ઈશ્વરે સર્જનના તેમના સર્વ કાર્યોથી આરામ લીધો. તેથી કરીને તેમણે સાતમાં દિવસને આશીર્વાદિત કર્યો અને પવિત્ર કર્યો.

“જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે." (લૂક ૬:૨૦ યુ.એલ.ટી.)

(૧) તમે જેઓ રાંક છો, સ્વર્ગનું રાજ્ય તમારું છે. તેથી રાંક આશીર્વાદિત છે.

(૨) રાંકને ધન્ય છે કારણ કે આકાશનું રાજ્ય તમારું છે.

(૩) એ કારણથી રાંકને ધન્ય છે કારણ કે ઈશ્વરનું રાજ્ય તેઓનું છે.

જુઓ, સમુન્દ્રમાં મોટું તોફાન ઉદભવ્યું, જેથી કરીને હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ. (માથ્થી ૮:૨૪અ યુ.એલ.ટી.)

(૧) જુઓ, હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ કારણ કે સમુન્દ્રમાં એક મોટું તોફાન ઉદભવ્યું હતું.

(૨) જુઓ, સમુન્દ્રમાં એક મોટું તોફાન ઉદભવ્યું, અને પરિણામસ્વરૂપે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ.

(૩) જુઓ, કારણ કે એક મોટું તોફાન સમૂદ્રમાં ઉદભવ્યું તેથી, હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ.

કેમ કે ઘોંઘાટને લીધે તે કશું ચોક્કસ શોધી શકવાને સમર્થ ના હોવાથી તેણે તેને કિલ્લામાં લઇ આવવાનો હુકમ કર્યો. (પ્રે.કૃ. ૨૧:૩૪બ યુ.એલ.ટી.)

(૧) કપ્તાને હુકમ કર્યો કે પાઉલને કિલ્લામાં લઇ આવવામાં આવે, કારણ કે ઘોંઘાટને લીધે તે કશું કળી શકતો નહોતો.

(૨) કારણ કે, ઘોંઘાટને લીધે કપ્તાન કશું કળી શકતો હતો નહિ તેથી તેણે પાઉલને કિલ્લામાં લઇ આવવાનો હુકમ કર્યો.

(3) ઘોંઘાટને લીધે કપ્તાન કશું કળી શકતો હતો નહિ, તેથી તેણે પાઉલને કિલ્લામાં લઇ આવવાનો હુકમ કર્યો.