gu_ta/translate/grammar-connect-logic-goal/01.md

14 KiB

તાર્કિક સબંધો

કેટલાક સંયોજકો બે શબ્દસમૂહો, કલમો, વાક્યો અથવા લખાણના ભાગો વચ્ચે તાર્કિક સબંધોની સ્થાપના કરે છે.

ધ્યેય (અથવા હેતુ) સંબંધ

વર્ણન

એક ધ્યેય (અથવા હેતુ) સંબંધ એ એક તાર્કિક સબંધ છે જેમાં બીજી ઘટના એ પ્રથમ ઘટનાનો હેતુ અથવા ધ્યેય હોય છે. કશુક, ધ્યેય અથવા હેતુ સંબંધ હોય તે માટે બીજી ઘટના થશે તેવા હેતુસર કોઈક પ્રથમ ઘટના કરે, તે જરૂરી છે.

આ પ્રશ્ન/મુદ્દો ભાષાંતરનો છે, તેનું કારણ

શાસ્ત્ર (બાઈબલ)માં હેતુ અથવા ધ્યેયને પ્રથમ કે દ્રિતીય દર્શાવવામાં આવ્યો હોય. પરંતુ કેટલીક ભાષાઓમાં, તાર્કિક સબંધની સમજ માટે, હેતુ અથવા ધ્યેય એક જ સ્થિતિમાં દ્રષ્ટિમાન થવા જોઈએ (કાં તો પ્રથમ અથવા દ્રિતીય). તમારે (ભાષાંતરકારે) તે બે ભાગો વચ્ચેના સંબંધને સમજવા જોઈએ અને પછી તમારી ભાષામાં ચોક્કસ રીતે/સાચી રીતે જણાવવા જોઈએ. આ માટે બંને ઘટનાઓના ક્રમ બદલવાની જરૂર પડે. ચોક્કસ શબ્દો દ્વારા એ પણ દર્શાવવાની જરૂર પડે કે એક તે બીજાનો ધ્યેય અથવા હેતુ છે.  અંગ્રેજીમાં સામાન્ય રીતે ધ્યેય સંબંધ દર્શાવવા માટે "ના/તે અનુસાર," "તે ક્રમ અનુસાર/મુજબ" અથવા "જેથી" નો ઉપયોગ થાય છે. તે અગત્યનું છે કે જે શબ્દો, ધ્યેય સંબંધને ચિહ્નિત કરે છે તે શબ્દોને ભાષાંતરકાર ઓળખે અને તે સબંધને કુદરતી રીતે ભાષાંતર કરે.

ઓ.બી.એસ. અને બાઈબલમાંથી ઉદાહરણો

તેણી ગુસ્સે થઇ અને તેણીએ યુસુફ પર જુઠો આરોપ મૂક્યો કે જેથી તેની ધરપકડ થાય અને તેને કેદખાનામાં મોકલવામાં આવે. (વાર્તા ૮ બાંધો ૫ ઓ.બી.એસ.)

સ્ત્રીના જૂઠા આરોપનો હેતુ અથવા ધ્યેય યુસુફની ધરપકડ કરાવી તેને જેલમાં મોકલવાનો હતો.

તે દરમ્યાન તેનો પુત્ર, ગિદિયોન, મિદ્યાનીઓની નજરથી છુપાવવા માટે, કોલુમાં ઘઉં ઝૂડતો હતો. (ન્યાયાધીશો ૬:૧૧બ યુ.એલ.ટી.)

અહીં પૂર્વનિર્ધારિત શબ્દસમૂહની શરૂઆત "છુપાવવા માટે"થી શરુ થાય છે.

હવે જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો, મને તમારા માર્ગો જણાવો જેથી હું તમને વધુ ઓળખી શકું અને સતત તમારી નજરમાં કૃપા પામી રહું. યાદ રાખજો કે આ પ્રજા તમારા લોક છે. (નિર્ગમન ૩૩:૧૩ યુ.એલ.ટી.)

મૂસા ઈશ્વરની ઓળખ પામતો રહે અને સતત ઈશ્વરની પસંદગી પામતો રહે તે ધ્યેય અથવા હેતુ માટે મૂસા ઈચ્છે છે કે ઈશ્વર તેને તેમના માર્ગો જણાવે.

અને એ ખાતરી રાખો કે તમે તમારા પૂળાઓમાંથી થોડા કણસલાં ખેંચી કાઢીને બહાર રહેવા દો કે તે તેને વીણી લે , અને તેને તે માટે ઠપકો આપશો નહીં! (રૂથ ૨:૧૬ યુ.એલ.ટી.)

તેના માણસો તેમના પૂળાઓમાંથી થોડા કણસલા ખેંચી કાઢીને બહાર રહેવા દે, તેવી સૂચના તેઓને આપવા પાછળ બોઆઝનો ધ્યેય અથવા હેતુ એ હતો કે, તેથી રૂથ તેનો સંગ્રહ કરી શકે/(વીણી શકે).

ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, "આવો આપણે જરૂરથી બેથલેહેમ જઈએ અને આ જે ઘટના બની છે તેને જોઈએ, જેને ઈશ્વરે આપણી  સમક્ષ પ્રગટ કરી છે." (લૂક ૨:૧૫ યુ.એલ.ટી.)

બેથલેહેમ જવાનો હેતુ એ હતો કે જે ઘટના બની છે તેને જોઈ શકાય. અહીં  હેતુને ચિહ્નિત કરવામાં આવ્યો નથી અને તેથી તે વિષે ગેરસમજ થઇ શકે છે.

“… જો તારે અનંતજીવન પામવું હોય તો, આજ્ઞાઓ પાળ." (માથ્થી ૧૯:૧૭બ યુ.એલ.ટી.)

આજ્ઞાઓ પાળવાનો હેતું અનંત જીવન પામવા માટેનો છે.

તેનાથી જમણે કે ડાબે ફરતો મા જેથી જે સર્વ માર્ગે તું ચાલે છે તેમાં તું બુદ્ધિમાન બને. (યહોશુઆ ૧:૭સી યુ.એલ.ટી.)

મૂસાએ ઈઝરાયેલીઓને જે આજ્ઞાઓ આપી તેનાથી ફરી ના જવાનું કહેવાની સૂચનાઓનો હેતુ એ હતો કે તેઓ બુધ્ધિમાન ઠરે.

પરંતુ દ્રાક્ષવાડીના મજૂરોએ દિકરાને જોયો ત્યારે તેઓએ માહોમાંહ કહ્યું કે, 'આ વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ અ ને તેનો વારસો પડાવી લઈએ.' તેથી તેઓએ તેને પકડી, મારી નાખીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો. (માથ્થી ૨૧:૩૮-૩૯ યુ.એલ.ટી.)

દ્રાક્ષવાડીના વારસને મારી નાખવા પાછળ દ્રાક્ષાવાડીના મજૂરોનો હેતુ એ હતો કે તેઓ વારસો મેળવી શકે. તેઓએ બંને ઘટનાઓને એક યોજના તરીકે રજૂ કરી, અને તે ઘટનાઓને "અને" દ્વારા જોડી. ત્યારપછી "તેથી" શબ્દ પ્રથમ ઘટના વિષે રજૂઆત કરે છે, પરંતુ બીજી ઘટના (ધ્યેય અથવા હેતુ)ની રજૂઆત કરતો નથી.

ભાષાંતરની વ્યૂહરચનાઓ

જો ધ્યેય અથવા હેતુના સબંધની રજૂઆત જેમ લખાણમાં છે તે જ રીતે તમારી ભાષામાં છે તો તેનો ઉપયોગ તે જ રીતે કરો.

(૧) જો ધ્યેય વાક્યનું બંધારણ અસ્પષ્ટ હોય તો જે વાક્યનું બંધારણ વધુ સ્પસ્ટ છે તેના દ્વારા તે વાક્યને બદલો.

(૨) જો વાક્યનો ક્રમ વાંચક માટે, ધ્યેય વાક્યને અસ્પષ્ટ અથવા ગુંચવણભર્યું બનાવે છે તો વાકયનો ક્રમ બદલો.

ભાષાંતર વ્યૂહરચનાઓના અમલીકરણના ઉદાહરણો

(૧) જો ધ્યેય વાક્યનું બંધારણ અસ્પષ્ટ હોય તો જે વાક્યનું બંધારણ વધુ સ્પસ્ટ છે તેના દ્વારા તે વાક્યને બદલો.

"અને એ ખાતરી રાખો કે તમે તમારા પૂળાઓમાંથી થોડા કણસલાં ખેંચી કાઢીને બહાર રહેવા દો કે તે તેને વીણી લે , અને તેને તે માટે ઠપકો આપશો નહીં!" (રૂથ ૨:૧૬ યુ.એલ.ટી.)

"અને એ ખાતરી રાખો કે તમે તમારા પૂળાઓમાંથી થોડા કણસલાં ખેંચી કાઢીને બહાર રહેવા દો, જેથી તે તેને વીણી લે , અને તેને તે માટે ઠપકો આપશો નહીં!"

ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, "આવો આપણે જરૂરથી બેથલેહેમ જઈએ અને આ જે ઘટના બની છે તેને જોઈએ, જેને ઈશ્વરે આપણી  સમક્ષ પ્રગટ કરી છે." (લૂક ૨:૧૫ યુ.એલ.ટી.)

ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, "આવો આપણે જરૂરથી બેથલેહેમ જઈએ જેથી આ જે ઘટના બની છે તેને આપણે જોઈ શકીએ, જેને ઈશ્વરે આપણી  સમક્ષ પ્રગટ કરી છે."

(૨) જો વાક્યનો ક્રમ વાંચક માટે, ધ્યેય વાક્યને અસ્પષ્ટ અથવા ગુંચવણભર્યું બનાવે છે તો વાકયનો ક્રમ બદલો.

“… જો તારે અનંતજીવન પામવું હોય તો, આજ્ઞાઓ પાળ." (માથ્થી ૧૯:૧૭બ યુ.એલ.ટી.)

“… આજ્ઞાઓ પાળ જો તારે અનંતજીવન પામવું હોય તો." અથવા: "આજ્ઞાઓ પાળ કે જેથી તું અનંતજીવનમાં પ્રવેશ પામી શકે."

પરંતુ દ્રાક્ષવાડીના મજૂરોએ દિકરાને જોયો ત્યારે તેઓએ માહોમાંહ કહ્યું કે, 'આ વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ અ ને તેનો વારસો પડાવી લઈએ.' તેથી તેઓએ તેને પકડી, મારી નાખીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો. (માથ્થી ૨૧:૩૮-૩૯ યુ.એલ.ટી.)

(૧) અને (૨)

પરંતુ દ્રાક્ષવાડીના મજૂરોએ દિકરાને જોયો ત્યારે તેઓએ માહોમાંહ કહ્યું કે, 'આ વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ જેથી આપણે તેના વારસા પર કબ્જો જમાવી શકીએ.' તેથી તેઓએ તેને પકડી, મારી નાખીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો જેથી તેઓ તેના વારસા પર કબ્જો જમાવી શશકે.