gu_ta/translate/figs-rpronouns/01.md

13 KiB

વર્ણન

એક વ્યક્તિ એક વાક્યમાં બે વિવિધ ભૂમિકાઓને દર્શાવવા માટે દરેક ભાષાઓમાં કેટલીક રીતો હોય છે. અંગ્રેજી તે પ્રતિક્રીયાશીલ સર્વનામના ઉપયોગ દ્વારા કરે છે. આ સર્વનામો કે જે કોઈ વ્યક્તિ અથવા વસ્તુનો ઉલ્લેખ કરે છે કે જેને અગાઉથી વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. અંગ્રેજીમાં તે પ્રતિક્રીયાશીલ સર્વનામો છે: મારી જાતને, તમારી જાતને, પોતે, તેણીની પોતે, તે પોતે, આપણી જાતને, પોતાને, તેઓને. અન્ય ભાષાઓ પાસે આ દર્શાવવા માટે અન્ય રીતો હોઈ શકે છે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

  • એક વ્યક્તિ એક વાક્યમાં બે વિવિધ ભૂમિકાઓને દર્શાવવા માટે ભાષાઓમાં વિવિધ રીતો હોય છે. તે ભાષાઓ માટે, અનુવાદકોએ જાણવાની જરૂર છે કે અંગ્રેજી પ્રતિક્રીયાશીલ સર્વનામનો અનુવાદ કેવી રીતે કરવો.
  • અંગ્રેજીમાં પ્રતિક્રીયાશીલ સર્વનામના અન્ય કાર્યો પણ છે.

પ્રતિક્રીયાશીલ સર્વનામોના ઉપયોગો

  • એક વ્યક્તિ અથવા વસ્તુ એક વાક્યમાં બે વિવિધ ભૂમિકા કરે છે તે દર્શાવવા માટે
  • વાક્યમાંના વ્યક્તિ અથવા વસ્તુ પર ભાર મૂકવા માટે
  • કોઈ વ્યક્તિએ કંઈક એકલાએ કંઈક કર્યું છે તે દર્શાવવા માટે
  • કોઈ વ્યક્તિ અથવા વસ્તુ એકલું હતું તે દર્શાવવા માટે

બાઈબલમાંના ઉદાહરણો

એક વ્યક્તિ અથવા એક વસ્તુ એક વાક્યમાં બે વિવિધ ભૂમિકાઓને દર્શાવવા માટે પ્રતિક્રીયાશીલ સર્વનામ ઉપયોગ થાય છે. </બંધઅવતરણ> જો હું એકલો મારાવિષે સાક્ષી આપું તો, મારી સાક્ષી ખરી નથી. (યોહાન ૫:૩૧ ULB) </બંધઅવતરણ>

હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ ઘણા પોતાને શુદ્ધ કરવાને બહાર દેશથી યરુશાલેમ ગયા હતા. (યોહાન ૧૧:૫૫ ULB)

વાક્યમાંના વ્યક્તિ અથવા વસ્તુ પર ભાર મૂકવા માટે પ્રતિક્રીયાશીલ સર્વનામનો ઉપયોગ થાય છે. </બંધઅવતરણ> ઈસુ પોતે બાપ્તિસમા આપતા નહોતા, પરંતુ તેમના શિષ્યો આપતા હતાં (યોહાન ૪:૨ ULB) </બંધઅવતરણ>

તેથી તેઓ લોકોને મૂકીને, ઈસુને તેઓની સાથે લઈને, જે અગાઉથી તેમની સાથે હોડીમાં લઈને જાય છે. અન્ય હોડીઓ પણ તેમની સાથે હતી. અને પવનનું મોટું તોફાન ઉઠ્યું અને હોડીમાં મોજાંઓ ઊછળીને આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. પરંતુ ઈસુ પોતે ડબૂસાએ ઓશીકાં પર માથું મૂકીને ઊંઘતા હતાં. (માર્ક ૪:૩૬-૩૮ ULB)

કોઈ વ્યક્તિએ કંઈક એકલાએ કંઈક કર્યું છે તે દર્શાવવા માટે પ્રતિક્રીયાશીલ સર્વનામનો ઉપયોગ થાય છે.

જ્યારે ઈસુએ જાણ્યું કે લોકો આવીને તેમને જબરદસ્તીથી પકડીને તેમને રાજા બનાવશે, તે જાણીને તેઓ એકલા પહાડ પર જતાં રહ્યાં. (યોહાન ૬:૧૫ ULB)

કોઈ વ્યક્તિ અથવા વસ્તુ એકલું હતું તે દર્શાવવા માટે પ્રતિક્રીયાશીલ સર્વનામનો ઉપયોગ થાય છે.

તેણે શણનાં વસ્ત્ર પડેલા જોયા અને જે રૂમાલ તેમના માથા પર બાંધેલો હતો. તે શણનાં વસ્ત્રો સાથે પડેલો નહોતો પરતું તેને વાળીને બાજુમાં મૂકેલો હતો. (યોહાન ૨૦:૬-૭ ULB)

અનુવાદની વ્યૂહરચનાઓ

જો પ્રતિક્રીયાશીલ સર્વનામનું કાર્ય તમારી ભાષામાં પણ સમાન જ હોય તો, તેનો ઉપયોગ કરવું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં અન્ય વ્યૂહરચનાઓ છે.

૧. કેટલીક ભાષાઓમાં લોકો ક્રિયાપદની ઉપર કઈ મૂકી દે છે તે બતાવવા માટે કે પદાર્થનું ક્રિયાપદ અને વિષય સમાન છે. ૧. કેટલીક ભાષાઓમાં લોકો કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ પર ભાર મૂકીને વાક્યમાં ખાસ સ્થાનમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ૧. કેટલીક ભાષાઓમાં લોકો શબ્દમાં કંઈક ઉમેરીને અથવા અન્ય શબ્દ મૂકીને કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ પર ભાર મૂકે છે. ૧. કેટલીક ભાષાઓમાં લોકો “એકલા” શબ્દનો ઉપયોગ કરીને કંઈ એકલાએ કર્યું છે એમ દર્શાવે છે. ૧. કેટલીક ભાષાઓમાં લોકો શબ્દસમૂહનો ઉપયોગ કરીને કે તે ક્યાં હતું તે કહેવા દ્વારા તે એકલું હતું તે દર્શાવે છે.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. કેટલીક ભાષાઓમાં લોકો ક્રિયાપદની ઉપર કઈ મૂકી દે છે તે બતાવવા માટે કે પદાર્થનું ક્રિયાપદ અને વિષય સમાન છે.

  • જો હું એકલો મારાવિષે સાક્ષી આપું તો, મારી સાક્ષી ખરી નથી. (યોહાન ૫:૩૧ ULB)
    • “જો હું એકલો મારી સાક્ષી આપું તો, મારી સાક્ષી ખરી નથી.”
  • હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ ઘણા પોતાને શુદ્ધ કરવાને બહાર દેશથી યરુશાલેમ ગયા હતા. (યોહાન ૧૧:૫૫ ULB)
    • “હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ ઘણા જાતે શુદ્ધ થવાને બહાર દેશથી યરુશાલેમ ગયા હતા.”

૧. કેટલીક ભાષાઓમાં લોકો કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ પર ભાર મૂકીને વાક્યમાં ખાસ સ્થાનમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.

  • તેમણે પોતે આપણી માંદગી લીધી અને આપણા રોગ ભોગવ્યા. (માથ્થી ૮:૧૭ ULB)
    • એ તે છે કે જેમણે આપણી માંદગી લીધી અને આપણા રોગ ભોગવ્યા.”
  • ઈસુ પોતે બાપ્તિસમા નહોતા આપતા, પરંતુ તેમના શિષ્યો આપતા હતાં. (યોહાન ૪:૨)
    • તે ઈસુ નહિ જે બાપ્તિસમા આપતા હતા, પરંતુ તેમના શિષ્યો આપતા હતાં.

૧. કેટલીક ભાષાઓમાં લોકો શબ્દમાં કંઈક ઉમેરીને અથવા અન્ય શબ્દ મૂકીને કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ પર ભાર મૂકે છે. અંગ્રેજી પ્રતિક્રીયાશીલ સર્વનામને ઉમેરે છે.

  • હવે ઈસુએ ફિલીપને પારખવા માટે પૂછ્યું, કેમ કે તેપોતે શું કરવાના છે તે તેઓ જાણતા હતાં. (યોહાન ૬:૬)

૧. કેટલીક ભાષાઓમાં લોકો “એકલા” શબ્દનો ઉપયોગ કરીને કંઈ એકલાએ કર્યું છે એમ દર્શાવે છે.

  • જ્યારે ઈસુએ જાણ્યું કે લોકો આવીને તેમને જબરદસ્તીથી પકડીને તેમને રાજા બનાવશે, તે જાણીને તેઓ પોતે પહાડ પર જતાં રહ્યાં. (યોહાન ૬:૧૫)
    • “જ્યારે ઈસુએ જાણ્યું કે લોકો આવીને તેમને જબરદસ્તીથી પકડીને તેમને રાજા બનાવશે, તે જાણીને તેઓ એકલા પહાડ પર જતાં રહ્યાં.”

૧. કેટલીક ભાષાઓમાં લોકો શબ્દસમૂહનો ઉપયોગ કરીને કે તે ક્યાં હતું તે કહેવા દ્વારા તે એકલું હતું તે દર્શાવે છે.

  • તેણે શણનાં વસ્ત્ર પડેલા જોયા અને જે રૂમાલ તેમના માથા પર બાંધેલો હતો. તે શણનાં વસ્ત્રો સાથે પડેલો નહોતો પરતું તેને વાળીને બાજુમાં મૂકેલો હતો. (યોહાન ૨૦:૬-૭ ULB)
    • “તેણે શણનાં વસ્ત્ર પડેલા જોયા અને જે રૂમાલ તેમના માથા પર બાંધેલો હતો. તે શણનાં વસ્ત્રો સાથે પડેલો નહોતો પરતું તે પોતાને સ્થળે વાળીને બાજુમાં મૂકેલો હતો.”