gu_ta/translate/figs-litotes/01.md

5.7 KiB

વર્ણન

લીટોટસ તે શબ્દાલંકાર છે જેમાં વક્તા મજબૂત હકારાત્મક અર્થ બે નકારાત્મક શબ્દો દ્વારા વ્યક્ત કરે છે અથવા નકારાત્મક શબ્દ સાથે શબ્દ કે જેનો અર્થ તે કરવા ચાહે છે તેથી વિપરીત અર્થ હોય છે. નકારાત્મક શબ્દોના થોડા ઉદાહરણો જેમ કે “ના,” “નહિ,” “કંઈ નહિ,” અને “કદી નહિ.” “સારા” નું વિરોધી “ખરાબ” છે. કોઈ એમ કહે કે કંઈક “ખરાબ નથી” તેનો અર્થ એ છે કે તે અત્યંત સારું છે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

કેટલીક ભાષાઓ લીટોટસનો ઉપયોગ કરતી નથી. જે લોકો તે ભાષાઓ બોલે છે તેઓ કદાચ તેઓ સમજી ન શકે કે તે નિવેદન લીટોટસનો ઉપયોગ કરે છે તો હકારાત્મક અર્થને મજબૂત કરે છે. તેને બદલે, તેઓ વિચારે છે કે તે હકારાત્મક અર્થને નબળો અથવા રદ કરે છે.

બાઈબલમાંના ઉદાહરણો

કેમ કે ભાઈઓ, તમે જાણો છો કે તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી, (૧ થેસ્સાલોનિકી ૨:૧ ULB)

લીટોટસના ઉપયોગ દ્વારા, પાઉલ તેઓની મધ્યેની તેની મુલાકાત ખૂબ ઉપયોગી હતી તેના પર ભાર મુકે છે.

હવે જ્યારે દિવસ ઉગ્યો ત્યારે, પિતરને શું થયું હશે તે વિષે સિપાહીઓમાં કોઈ નાની ઉત્તેજના ન હતી. (પ્રેરિતોના કૃત્યો ૧૨:૧૮ ULB)

લીટોટસના ઉપયોગ દ્વારા, લુક ભાર મુકે છે કે ત્યાંઘણી ઉત્તેજના હતી અથવા પિતરને શું થયું હશે તે વિષે સિપાહીઓમાં ચિંતા હતી. (પિતર બંદીખાનામાં હતો, અને ત્યાં સિપાહીઓ ચોકી કરી રહ્યા હોવા છતાં, જ્યારે દૂતે તેને છોડાવ્યો ત્યારે તે મુક્ત થઈ ગયો. તેથી તેઓ ખૂબ જ વ્યાકુળ હતાં.

અને તું, યહૂદિયાની ભૂમિના બેથલેહેમ, તું યહૂદિયાના આગેવાનોમાં કોઈ પ્રકારે નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલના લોકોના પાળક થશે. (માથ્થી ૨:૬ ULB)

લીટોટસના ઉપયોગ દ્વારા, પ્રબોધક તેના પર ભાર મુકે છે કે બેથલેહેમ ખૂબ જ મહત્વપૂર્ણ નગરથશે.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો લીટોટસને યોગ્ય રીતે સમજવામાં આવે તો, તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો.

૧. જો નકારાત્મક સાથેનો અર્થ સ્પષ્ટ નથી તો, મજબૂત રીતે હકારાત્મક અર્થ આપો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો નકારાત્મક સાથેનો અર્થ સ્પષ્ટ નથી તો, મજબૂત રીતે હકારાત્મક અર્થ આપો.

  • કેમ કે ભાઈઓ, તમે જાણો છો કે તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી. (૧ થેસ્સાલોનિકી ૨:૧ ULB)
    • “કેમ કે ભાઈઓ, તમે જાણો છો કે તમારામાં અમારા પ્રવેશે ખૂબ સારું કર્યુંછે.”
  • હવે જ્યારે દિવસ ઉગ્યો ત્યારે, પિતરને શું થયું હશે તે વિષે સિપાહીઓમાં થોડો પણ ઉત્સાહ ન હતો. (પ્રેરિતોના કૃત્યો ૧૨:૧૮ ULB)
    • “હવે જ્યારે દિવસ ઉગ્યો ત્યારે, પિતરને શું થયું હશે તે વિષે સિપાહીઓમાં મોટો ઉત્સાહ હતો.”
    • “હવે જ્યારે દિવસ ઉગ્યો ત્યારે, પિતરને શું થયું હશે તે વિષે સિપાહીઓમાં મોટી ચિંતા હતી.”