gu_ta/translate/figs-hypo/01.md

15 KiB

આ શબ્દસમૂહો વિષે વિચાર કરો: “જો સૂર્ય પ્રકાશ આપવાનું બંધ કરે…”, “જો સૂર્ય પ્રકાશ આપવાનું બંધ કરે તો શું…”, “ધારો કે સૂર્ય પ્રકાશતો બંધ થઈ જાય…”, અને “જો માત્ર સૂર્ય પ્રકાશતો બંધ ન હોત તો.” અમે આવી અભિવ્યક્તિઓનો ઉપયોગ કાલ્પનિક પરિસ્થિતિઓને સુયોજિત કરવા માટે કરીએ છીએ, કલ્પના કરો કે શું બન્યું હશે અથવા ભવિષ્યમાં શું બની શકે છે, પરંતુ લગભગ નહિ બને. અમે તેનો ઉપયોગ અફસોસ અને ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે પણ કરીએ છીએ. બાઈબલમાં કાલ્પનિક અભિવ્યક્તિઓ ઘણીવાર જોવા મળે છે. તમારે (અનુવાદકે) તેનું અનુવાદ એવી રીતે કરવાનું છે કે જેથી લોકો જાણે કે તે ઘટના હકીકતમાં બની નથી, અને તેઓ સમજી શકે કે કેમ તે ઘટનાની કલ્પના કરવામાં આવી હશે.

વર્ણન

આનુમાનિક પરિસ્થિતિઓ એટલે એવી પરિસ્થિતિ કે જે વાસ્તવિક નથી. તેઓ ભૂતકાળ, વર્તમાન અથવા ભવિષ્યમાં હોઈ શકે છે. આનુમાનિક પરિસ્થિતિઓ ભૂતકાળ અને વર્તમાનમાં નથી બની, અને અત્યારે બની રહી નથી અને ભવિષ્યમાં બનવાની કોઈ અપેક્ષા નથી.

લોકો ઘણીવાર શરતો વિષે વાત કરે અને શું બનશે જો તે શરતો પૂરી થઈ તો, પરંતુ તેઓ જાણે છે કે આ બાબતો બની નથી અથવા લગભગ બનશે પણ નહિ. (શરતો એ ભાગ છે જેની શરૂઆત “જો” સાથે થાય છે.)

  • જો તે ૧૦૦ વર્ષ જીવ્યો હોત તો, તેણે તેના પૌત્રના પૌત્રને જોયો હોત. (પરંતુ તે જીવ્યો નહિ.)
  • જો તે ૧૦૦ વર્ષ સુધી જીવ્યો હોત તો, તે આજે પણ જીવિત હોત. (પરંતુ તે નથી.)
  • જો તે ૧૦૦ વરસનો થાય ત્યાં સુધી જીવે તો, તે તેના પૌત્રના પૌત્રને જોઈ શકશે. (પરંતુ તે કદાચ નહિ.)

લોકો ઘણીવાર બાબતો વિષે તેમની ઈચ્છાઓ પ્રગટ કરે છે, જે બની નથી અથવા કોઈ અપેક્ષા નથી કે તે બનશે.

  • હું ઈચ્છું છું કે તે આવ્યો હોત.
  • મારી ઈચ્છા છે કે તે અહીં હોત.
  • હું ઈચ્છું છું કે તે આવે.

લોકો ઘણીવાર બાબતો વિષે અફસોસ વ્યક્ત કરે છે જે બની નથી હોતી અથવા બનવાની અપેક્ષા નથી હોતી.

  • જો માત્ર તે આવ્યો હોત.
  • જો માત્ર તે અહી હોત.
  • જો માત્ર તે આવે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

  • અનુવાદકોએ બાઈબલમાની અલગ અલગ પ્રકારની આનુમાનિક પરિસ્થિતિઓને જાણી લેવાની જરૂર છે અને સમજવાનું છે કે તે અવાસ્તવિક/કાલ્પનિક છે.
  • અનુવાદકોએ તેમની પોતાની ભાષાની વિવિધ પ્રકારની આનુમાનિક પરિસ્થિતિઓ વિષે વાત કરવાની રીતો વિષે જાણવું જોઈએ.

બાઈબલમાંના ઉદાહરણો

ભૂતકાળમાં આનુમાનિક પરિસ્થિતિઓ

”તને અફસોસ, ખોરાઝીન! બેથસૈદા, તને અફસોસ! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા, જો તે તૂર અને સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત.” (માથ્થી ૧૧:૨૧ યુ.એલ.ટી.)

અહિ માથ્થી ૧૧:૨૧ માં ઈસુ એ કહ્યું કે જો જે લોકો તૂર અને સિદોન જેવા પ્રાચીન નગરોમાં વસતાં લોકો, તેમના કરેલા ચમત્કારો જોઈ શક્યા હોત, તો તેઓએ ઘણાં સમય અગાઉ પસ્તાવો કર્યો હોત. તૂર અને સિદોનના લોકોએ વાસ્તવમાં તેમના ચમત્કારો જોયા હતા નહિ અને તેથી તેમણે પસ્તાવો કર્યો હતો નહિ. તેમણે આ વચનો ખોરાઝીન અને બેથસૈદાને ઠપકો આપતા કહ્યા જેમણે તેમના ચમત્કારો જોયા હતા પરંતુ પસ્તાવો કર્યો હતો નહિ.

ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.” (યોહાન ૧૧:૨૧ યુ.એલ.ટી.)

માર્થાએ આ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે ઈસુ વહેલા આવ્યા હોત તો તેનો ભાઈ મરણ પામ્યો હોત નહીં. પરંતુ ઈસુ વહેલા આવ્યા નહિ, અને તેનો ભાઈ મરણ પામ્યો.

વર્તમાનમાં આનુમાનિક પરિસ્થિતિઓ

વળી, કોઈ માણસ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરતો નથી. જો તે એવું કરે, તો નવો દ્રાક્ષારસ જૂની મશકોની તોડી નાંખે, અને દ્રાક્ષારસ ઢળી જાય, અને મશકો તૂટી જાય. (લુક ૫:૩૭ યુ.એલ.ટી.)

ઈસુએ કહ્યું કે જો કોઈ માણસ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરે, તો શું થઈ શકે છે. પરંતુ કોઈ તેવું કરશે નહિ. તેમણે આ કાલ્પનિક પરિસ્થિતિવાળા ઉદાહરણનો ઉપયોગ કર્યો તે બતાવવા માટે કે ત્યાં એવો સમય આવે છે કે જ્યારે નવી સાથે જૂની વસ્તુઓ ભેળવવી મુર્ખામી ભરી હોય છે. તેમણે આ કર્યું જેથી લોકોએ સમજી શકે કે તેમના શિષ્યો પરંપરાગત રીતે લોકોની જેમ ઉપવાસ કેમ કરતાં નહોતા.

ઈસુએ તેઓને કહ્યું, “શું તમારામાનો માણસ, કે જોકે તેની પાસે એક જ ઘેટું હોય, અને તે ઘેટું સાબ્બાથના દિવસે ઊંડા ખાડામાં પડી જાય, તો શું તે તેને પકડીને બહાર નહિ કાઢે? *માથ્થી ૧૨:૧૧ યુ.એલ.ટી.)

ઈસુએ ધાર્મિક આગેવાનોને પૂછ્યું કે તેઓ શું કરશે જો સાબ્બાથના દિવસે તેઓનું ઘેટું ખાડામાં પડી જાય. તે તેઓને નથી કહેતા કે તેઓનું ઘેટું ઊંડા ખાડામાં પડી જશે. તેમણે ત્યાં કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ કર્યો તે બતાવવા માટે કે તેમણે લોકોને સાબ્બાથના દિવસે સજાપણું આપ્યું તે માટે ઈસુનો ન્યાય કરવા વિષે ધાર્મિક આગેવાનો ખોટા હતા.

ભવિષ્યમાં આનુમાનિક પરિસ્થિતિ

જો તે દિવસ ઓછા કરવામાં ના આવે તો, કોઈ મનુષ્ય બચવા પામેં નહીં; પરંતુ પસંદ કરાયેલાઓને લીધે, તે દિવસોને ટૂંકા કરવામાં આવશે. (માથ્થી ૨૪:૨૨ યુ.એલ.ટી.)

ઈસુ ભવિષ્યના સમયની વાત કરી રહ્યા છે જ્યારે ખૂબજ ભૂંડી વાતો બનશે. તેમણે તેઓને કહ્યું કે શું થશે જો મુશ્કેલીના દિવસો લાંબા સમય સુધી ચાલે તો. તેમણે તે બતાવવા માટે આ કર્યું કે તે દિવસો કેટલા ભૂંડા હશે, એટલા ભૂંડા કે જો તે લાંબો સમય ચાલે તો, કોઈ પણ બચવા પામશે નહિ. પરંતુ ત્યારપછી તેમણે તે સ્પષ્ટ કર્યું કે ઈશ્વર તે વિપત્તિના દિવસોને ટૂંકાવી નાખશે, જેથી કે (જેઓને તેમણે પસંદ કર્યા છે) તે પસંદ કરેલા બચી જાય.

આનુમાનીક પરિસ્થિતિ વિષે લાગણી વ્યક્ત કરવી

ઘણીવાર દિલગીરી અને શુભેછા વ્યક્ત કરવા માટે લોકો, આનુમાનિક પરિસ્થિતિઓ વિષે વાત કરે છે. દિલગીરી ભૂતકાળ વિષે અને અને શુભેચ્છાઓ વર્તમાન અને ભવિષ્ય માટે હોય છે.

ઇઝરાયલીઓએ તેઓને કહ્યું, “જ્યારે અમે મિસર દેશમાં માંસના ઘડાઓ પાસે બેસીને ધરાઈએ ત્યાં સુધી રોટલી ખાતા હતા, ત્યારે જો અમે યહોવાહના હાથે મૂઆ હોત તો કેવું સારું. કેમકે અમારા આખા સમુદાયને ભૂખે મારવા માટે તું અમને અરણ્યમાં લાવ્યો છે.” (નિર્ગમન ૧૬:૩ યુ.એલ.ટી.)

અહિયાં ઇઝરાયલીઓને તે ડર લાગ્યો કે અરણ્યમાં તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ભૂખથી તેઓ મરી જશે, અને તેથી તેઓએ ઈચ્છા કરી કે તેઓ મિસરમાં રહ્યા હોત અને તેઓના પેટ ભરાયા પછી તેઓ મૃત્યુ પામ્યા હોત તો કેવું સારું. જે બન્યું નથી તે વિષે  દિલગીરી વ્યક્ત કરતાં તેઓ ફરિયાદ કરી રહ્યા હતાં.

હું જાણું છું કે તે શું કર્યું છે, અને તું નથી ઠંડો કે નથી ગરમ. હું ઈચ્છા રાખું છું કે તું ઠંડો અથવા ગરમ હોય! (પ્રકટીકરણ ૩:૧૫ યુ.એલ.ટી.)

ઈસુ ચાહે છે કે લોકો કાંતો ઠંડા અથવા ગરમ હોય, પરંતુ તેઓ બંનેમાંથી એક પણ સ્થિતિમાં નહોતા. આ બાબતે ગુસ્સો વ્યક્ત કરતાં ઈસુ તેઓને ઠપકો આપતા હતાં.

અનુવાદની વ્યૂહરચનાઓ

લોકો તમારી ભાષા કેવી રીતે બોલે છે તે જાણો:

  • કે કંઈક કશું થયું હોત, પણ થયું નહિ.
  • કે કંઈક અત્યારે સાચું હોત, પરતું નથી.
  • કે કંઈક ભવિષ્યમાં બની શકતું હોત, પરંતુ જો કંઈક બદલાય નહિ તો તે બનશે નહિ.
  • કે તેઓ કંઈક વિષે ઈચ્છા રાખે છે, પરંતુ તે બનતું નથી.
  • કે તેઓ દિલગીર થાય છે કેમકે કંઈક થયું નહિ.

આ બધી બાબતો બતાવવાને માટે તમારી ભાષાનો ઉપયોગ કરો.

તમે આ વિડીયો http://ufw.io/figs_hypoજોવા માંગો તો.