gu_ta/translate/figs-extrainfo/01.md

5.9 KiB

ક્યારેક અનુમાનિત જ્ઞાન અથવા અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ ના કહેવું સારું છે

વર્ણન

ક્યારેક અનુમાનિત જ્ઞાન અથવા અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ ના કહેવું સારું છે આ પાન કેટલુંક માર્ગદર્શન આપે છે કે ક્યારે આ ના કરવું.

અનુવાદના સિદ્ધાંતો

  • જો વક્તા અથવા લેખક ઈરાદાપૂર્વક કંઈક અસ્પષ્ટ રાખે, તો તેને સ્પષ્ટ કરવાની કોશિશ કરશો નહિ.
  • જો મૂળ પ્રેક્ષકો સમજી શક્યા ના હતા કે વક્તાના કહેવાનો ભાવાર્થ શું હતો, તેને એટલું સરળના બનાવી દેશો કે તમારા વાચકોને વિચિત્ર લાગે કે મૂળ પ્રેક્ષકો સમજી ના શક્યા.
  • જો તમારે સ્પષ્ટપણે કેટલાક અનુમાનિત જ્ઞાનની જરૂર હોય, અથવા તો અસ્પષ્ટ માહિતીની, તેને એવી રીતે કરવાની કોશિશ કરો કે તમારા વાચકો એવું ના વિચારે કે મૂળ પ્રેક્ષકોને તે બાબતો સમજવાની જરૂર હતી.
  • તે સ્પષ્ટ ન કરો જો તે સંદેશને ધ્યાન બહાર કર છે અને વાચકોને મુખ્ય મુદ્દો શું છે તે ભૂલી જવા તરફ દોરી જાય છે
  • અનુમાનિત જ્ઞાન અથવા અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ ના કરો જો તમારા વાચકો અગાઉથી તે સમજી ગયા હોય.

બાઈબલમાંના ઉદાહરણો

ખાનારમાંથી ખોરાક નીકળ્યો; બળવાનમાંથી મીઠાશ નીકળી. (ન્યાયાધીશો ૧૪:૧૪ ULB)

આ એક કોયાળો હતો. સામસૂને જાણી જોઈને આ રીતે કહ્યું હતું કે જેથી તેના દુશ્મનો માટે તેનો અર્થ જાણવો મુશ્કેલ થાય. તે સ્પષ્ટ ન કરો કે ખાનાર અને મજબૂત વસ્તુ તે સિંહ હતો અને મીઠી ખાવાની વસ્તુ તે મધ હતું.

ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓના અને સદૂકીઓના ખમીરથી સાવધાન બનો અને ખબરદાર રહો.” શિષ્યોએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે તે કહે છે.”... (માથ્થી ૧૬:૬,૭ ULB)

અહીં શક્ય અસ્પષ્ટ માહિતી એ છે કે શિષ્યોએ ફરોશીઓ અને સદૂકીઓના ખોટા ઉપદેશથી સાવધ રહેવું જોઈએ. પરંતુ ઈસુના શિષ્યો આ સમજી શક્યા નહિ. તેઓએ વિચાર્યું કે ઈસુ ખરેખર ખમીર અને રોટલી વિષે વાત કરી રહ્યા છે. તેથી તે સ્પષ્ટ પણે “ખમીર” શબ્દ જે ખોટા ઉપદેશનો ઉલ્લેખ કરે છે તે કહેવું યોગ્ય ન કહેવાય. શિષ્યો ઈસુનો અર્થ સમજી ના શક્યા જ્યાં સુધી ઈસુએ માથ્થી ૧૬:૧૧ માં કહ્યું -

“કેવી રીતે તમે એ સમજી ના શક્યા કે હું રોટલી વિષે વાત નહોતો કરી રહ્યો? ફરોશીઓના અને સદૂકીઓના ખમીરથી સાવધાન બનો અને ખબરદાર રહો.” પછી તેઓ સમજી શક્યા કે તે તેઓને રોટલીમાંના ખમીરની નહિ પરંતુ ફરોશીઓ અને સદૂકીઓના ખોટા ઉપદેશથી સાવધાન રહેવા વિષે કહેતા હતા. (માથ્થી ૧૬:૧૧,૧૨ ULB)

ઈસુએ સમજાવ્યું કે તેઓ રોટલી વિષે વાત કરતા ન હતા, તેઓ તે જાણી શક્યા કે તે ફરોશીઓના ખોટા ઉપદેશ વિષે વાત કરી રહ્યા હતા. તેથી તે અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ રીતે જણાવવું ખોટું છે કે માથ્થી ૧૬:૬ માં કહેલું છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

આ પાન પર કોઈ અનુવાદની વ્યૂહરચનાઓ આપેલ નથી.

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

આ પાન પર કોઈ અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ આપેલ નથી.