gu_ta/translate/figs-explicit/01.md

20 KiB

  • અનુમાનિત જ્ઞાન એ છે કે જે વક્તા અનુમાન કરે છે કે તેના દર્શકો તેના બોલ્યા અગાઉ જાણે છે અને તેઓને કોઈ પ્રકારની માહિતી આપે છે. વક્તા દર્શકોને આ માહિતી આપતો નથી કારણ કે તે માને છે કે તેઓ તે પહેલેથી જ જાણે છે.
  • વક્તા જ્યારે દર્શકોને માહિતી આપે છે ત્યારે તે બે રીતે માહિતી આપે છે.
  • સ્પષ્ટ માહિતી જે વક્તા સીધી રીતે આપે છે.
  • ગર્ભિત માહિતી જે વક્તા સીધી રીતે આપતા નથી કારણ કે તે અપેક્ષા રાખે છે કે તેમના દર્શકો તેઓ જે બીજી બાબતો કહે છે તે દ્વારા શીખવાને સક્ષમ બને.

વર્ણન

જ્યારે કોઈ વ્યક્તિ બોલે અથવા લખે છે, તેની પાસે કંઈક ખાસ છે જે તે ચાહે છે કે લોકો તેને જાણે અથવા તે કરે અથવા તે વિષે વિચાર કરે. તે સામાન્ય રીતે આ સીધી જ જણાવે છે. આ સ્પષ્ટ માહિતી છે.

વક્તા અનુમાન કરે છે કે તેના દર્શકો અગાઉથી કંઈક તથ્ય જાણે છે જે વિષેનો વિચાર તેઓએ આ માહિતી સમજવા માટે કરવો જરૂરી છે. સામાન્ય રીતે તે લોકોને આ માહિતી કહેતો નથી, કારણ કે તેઓ તેના વિષે અગાઉથી જાણતા હોય છે. આને અનુમાનિત જ્ઞાન કહેવાય છે.

વક્તા હંમેશા દરેક વસ્તુ વિષે સીધી માહિતી આપતો નથી જે વિષે તે અપેક્ષા રાખે છે કે તેના દર્શકો તે જે કહે છે તે પરથી શીખે. ગર્ભિત માહિતી તે માહિતી છે જે વક્તા અપેક્ષા રાખે છે કે જે તે સ્પસ્ટપણે કહેતો નથી તો પણ તેના દ્વારા લોકો શીખે.

વારંવાર, દર્શાકો જે તેઓ અગાઉથી જાણે છે (અનુમાનિત જ્ઞાન)ને સ્પષ્ટ માહિતી સાથે જોડીને આ ગર્ભિત માહિતીને સમજે છે કે જે વક્તા તેઓને સીધી રીતે કહે છે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

ત્રણેય પ્રકારની માહિતી વક્તાના સંદેશાના ભાગરૂપે હોય છે. જો આમાંથી કોઈ એક પ્રકારની માહિતી છૂટી જાય, તો પછી દર્શકો સંદેશાને સમજી શકશે નહિ. કારણ કે ભાષામાં લક્ષ્ય અનુવાદ તે બાઈબલની ભાષાઓ કરતાં ખૂબ જ અલગ છે અને તે બાઈબલમાં હતા તેના કરતાં ખૂબ જ અલગ સમય અને સ્થળના દર્શકો માટે બનાવવામાં આવ્યું છે, અને ઘણીવાર ગર્ભિત માહિતી અથવા અનુમાનિત જ્ઞાન સંદેશામાંથી છૂટી જાય છે. અન્ય શબ્દોમાં, બાઈબલમાંના મૂળ વક્તાઓ અને સાંભળનારાઓ જે જાણતા હતા તે સઘળું આધૂનિક વાચકો જાણતા નથી. જ્યારે આ બાબતો સંદેશને સમજવા માટે મહત્વની છે, તો તમે આ માહિતીને લખાણ અથવા નીચેની/આખર નોંધમાં ઉમેરી શકો છો.

બાઇબલમાંના ઉદાહરણો

ત્યારે એક ફરોશીએ તેની પાસે આવીને તેને પૂછ્યું, “ગુરૂજી, તમે જ્યાં કહી જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ઈસુએ તેને કહ્યું, “શિયાળોને દર હોય છે, અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પરંતુ માણસના દીકરાને માથું ટેકવવાને જગ્યાનથી.” (માથ્થી ૮:૨૦ યુ.એલ.ટી.)

ઈસુએ એમ ના કહ્યું કે શિયાળો અને પક્ષીઓ દર અને માળાનો ઉપયોગ શેના માટે કરે છે, કારણ કે તેમણે અનુમાન કર્યું કે શાસ્ત્રીઓ જાણતા હશે કે શિયાળો જમીનના દરનો ઉપયોગ અને પક્ષીઓ તેઓના માળાનો ઉપયોગ ઊંઘવા માટે કરે છે. આ અનુમાનિત જ્ઞાન છે.

ઈસુએ અહીં સીધું કહ્યું નહિ કે, “હું માણસનો દીકરો છું” પરંતુ જો શાસ્ત્રીઓ તે અગાઉથી જાણતા નથી, પછી તે સત્ય એ ગર્ભિત માહિતી હોઈ શકે છે કે જે તે શીખે કારણ કે ઈસુએ પોતાનો ઉલ્લેખ તે મુજબ કર્યો. ઉપરાંત, ઈસુએ સ્પષ્ટ રીતે એમ પણ ના કહ્યું કે તે ખૂબ જ મુસાફરી કરે છે અને તેમને ઘર નથી કે જેમાં તે દર રાત્રીએ ઊંઘી શકે. તે ગર્ભિત માહિતી છે જે શાસ્ત્રી શીખી શકે છે જ્યારે ઈસુએ કહ્યું કે તેમને માથું ટેકવવાનું સ્થાન નથી.

ખોરાજીન, તને હાય! બેથસાઈદા, તને હાય! જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર અને સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. પરંતુ હું તને કહું છું કે ન્યાયને દિવસે તૂર અને સિદોનને તમારા કરતાં સહેલ પડશે. (માથ્થી ૧૧:૨૧,૨૨ યુ.એલ.ટી.) ઈસુએ અનુમાન કર્યું કે જે લોકો સાથે તેઓ વાત કરી રહ્યા હતા તેઓ તૂર અને સિદોન કેટલા દુષ્ટ હતા તે જાણતા હતા, અને ન્યાયનો દિવસ તે એ સમય છે કે જ્યારે ઈશ્વર દરેક વ્યક્તિનો ન્યાય કરશે. ઈસુ તે પણ જાણતા હતા કે જે લોકો સાથે તેઓ વાત કરી રહ્યા હતા તેઓ એમ માનતા હતા કે તેઓએ વિશ્વાસ છે અને તેઓ સારા છે અને તેમને પસ્તાવાની જરૂર નથી. તેઓ માનતા હતા કે ઈસુએ તેઓને આ બાબતો કહેવાની જરૂર નહોતી. આ સઘળું અનુમાનિત જ્ઞાન છે.

ગર્ભિત માહિતીનો મહત્વનો ભાગ અહીં એ છે કારણ કે ઈસુ જે લોકોને વાત કરી રહ્યા હતા તેઓએ પસ્તાવો નહોતો કર્યો અને તેઓનો ન્યાય તૂર અને સિદોન કરતાં પણ વધુ ગંભીરતાથી થશે.

શા માટે તમારા શિષ્યો વડીલોની પરંપરાનું ઉલ્લંઘન કરે છે? કેમ તેઓ હાથ ધોયા વિના ખાય છે? (માથ્થી ૧૫:૨ યુ.એલ.ટી.)

વડીલોની એક પરંપરાએ હતી કે સમારંભમાં ખાવાની પહેલા શુદ્ધ રહેવા માટે તેઓ પોતાના હાથ ધોતા હતા. લોકો માનતા હતા કે ન્યાયી બનવા માટે, તેઓએ વડીલોની તમામ પરંપરાઓનું પાલન કરવું જોઈએ. આ અનુમાનિત જ્ઞાન હતું કે જે ફરોશીઓ જેઓ ઈસુને કહેતા હતા તેઓ અપેક્ષા કરતાં હતા કે ઈસુ તે જાણતા હશે. આ કહેવા દ્વારા, તેઓ તેમના શિષ્યોને પરંપરા ન પાળવા માટે દોષી ઠરાવી રહ્યા હતા અને તેથી તેઓ ન્યાયી નથી. આ ગર્ભિત માહિતી છે જે તેઓ ચાહતા હતાં કે તેઓના કહેવા દ્વારા તે સમજી શકે.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો વાચકો પાસે સંદેશને સમજવા માટે પુરતું અનુમાનિત જ્ઞાન હોય તો, કોઈપણ અગત્યની ગર્ભિત માહિતી કે જે સ્પષ્ટ માહિતી સાથે જાય છે, તો પછી તે જ્ઞાન જાહેર ન કરવું સારું અને તે ગર્ભિત માહિતીને ગર્ભિત રહેવા દો. જો તેમાંથી કંઈક રહી જાય છે અને તે કારણથી વાચકો સંદેશને સમજી શકતા નથી તો, આ વ્યૂહરચનાઓને અનુસરો:

૧. જો વાચકો ચોક્કસ અનુમાનિત જ્ઞાન ન ધરાવવાને કારણે સંદેશને સમજી શકતા ન હોય તો, પછી તે જ્ઞાન સ્પષ્ટ માહિતી દ્વારા પૂરું પાડો. ૨. જો વાચકો ચોક્કસ ગર્ભિત માહિતી ન જાણતા હોવાને કારણે સંદેશ સમજી શકતા ન હોય તો, પછી માહિતી સ્પષ્ટ રીતે જણાવો, પરંતુ તે એવી રીતે પ્રયાસ કરો કે તે એવું પ્રદર્શિત ના કરે કે મૂળભૂત/પ્રથમના વાચકો માટે તે માહિતી નવી હતી.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો વાચકો ચોક્કસ અનુમાનિત જ્ઞાન ન ધરાવવાને કારણે સંદેશને સમજી શકતા ન હોય તો, પછી તે જ્ઞાન સ્પષ્ટ માહિતી દ્વારા પૂરું પાડો.

* **ઈસુએ તેને કહ્યું, “શિયાળોને <u>દર હોય</u>છે, અને આકાશના પક્ષીઓને <u>માળા હોય</u>છે, પરંતુ માણસના દીકરાને માથું ટેકવવાને જગ્યા નથી.”** (માથ્થી ૮:૨૦ યુ.એલ.ટી.) - શિયાળો તેમના દરમાં અને પક્ષીઓ તેમના માળામાં ઊંઘી જાય છે તે અનુમાનિત જ્ઞાન છે.
    * ઈસુએ તેને કહ્યું, “શિયાળોને <u>રહેવા માટે દર હોય</u>છે, અને આકાશના પક્ષીઓને <u>રહેવા માટે માળા હોય</u>છે, પરંતુ માણસના દીકરાને માથું ટેકવવાને જગ્યા નથી.”
* પરંતુ ન્યાયને દિવસે <u>તૂર અને સિદોનને</u> તમારા કરતાં સહેલ પડશે. (માથ્થી ૧૧:૨૨ યુ.એલ.ટી.)  તૂર અને સિદોનના લોકો ખૂબ, ખૂબ દુષ્ટ હતા તે અનુમાનિત જ્ઞાન હતું.  આ સ્પષ્ટ રીતે કહી શકાય.
    * ... પરંતુ ન્યાયને દિવસે<u>તૂર અને સિદોનના નગરો કરતાં, કે જેના લોકો ખૂબ જ દુષ્ટ હતા</u>, તમારા કરતાં સહેલ પડશે.
* અથવા:
    * ...પરંતુ ન્યાયને દિવસે <u>દુષ્ટ નગરો તૂર અને સિદોનને</u> તમારા કરતાં સહેલ પડશે.
* **શા માટે તમારા શિષ્યો વડીલોની પરંપરાનું ઉલ્લંઘન કરે છે?   કેમ <u>તેઓ હાથ ધોયા વિના</u> ખાય છે.** (માથ્થી ૧૫:૨ યુ.એલ.ટી.)-  અનુમાનિત જ્ઞાન એ છે કે વડીલોની એક પરંપરાએ હતી કે સમારંભમાં ખાવાની પહેલા શુદ્ધ રહેવા માટે તેઓ પોતાના હાથ ધોતા હતા, કે જે તેઓએ ન્યાયી બનવા માટે કરવું પડતું.  તે બીમારીથી દૂર રહેવા માટે હાથના જંતુઓ દૂર કરવા માટે નહિ, જેમ આધુનિક વાચકને લાગે.
    * શા માટે તમારા શિષ્યો વડીલોની પરંપરાનું ઉલ્લંઘન કરે છે? કેમ જ્યારે તેઓ ખાય છે ત્યારે <u>તેઓ ન્યાયીપણાની હાથ ધોવાની ધાર્મિક પરંપરાને કેમ માનતા નથી.</u>.

૨. જો વાચકો ચોક્કસ ગર્ભિત માહિતી ન જાણતા હોવાને કારણે સંદેશ સમજી શકતા ન હોય તો, પછી માહિતી સ્પષ્ટ રીતે જણાવો, પરંતુ તે એવી રીતે પ્રયાસ કરો કે તે એવું પ્રદર્શિત ના કરે કે મૂળભૂત/પ્રથમના વાચકો માટે તે માહિતી નવી હતી.

* **પછી એક શાસ્ત્રીએ તેની પાસે આવીને કહ્યું, “ગુરૂજી, જ્યાં કહી તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ઈસુએ તેને કહ્યું, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પરંતુ માણસના દીકરાને માથું ટેકવવાને જગ્યા નથી.”** (માથ્થી ૮:૧૯, ૨૦ યુ.એલ.ટી.) - ઈસુ જાતે માણસના દીકરા છે તે ગર્ભિત માહિતી છે.  અન્ય ગર્ભિત માહિતી એ છે કે શાસ્ત્રી ઈસુની પાછળ ચાલવા માંગતો હતો, તો તેણે પણ ઈસુની જેમ ઘર વિના જીવવું પડ્યું હોત.
    * ઈસુએ તેને કહ્યું, “શિયાળોને દર હોય છે, અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પરંતુ <u>માણસના દીકરાને</u> આરામને સારું ઘર નથી.” જો તું મારી પાછળ ચાલવા માગે છે તો, તું પણ એજ રીતે રહેશે જે રીતે હું રહું છું</u>.
* **તે ન્યાયને દિવસે તૂર અને સિદોનને તમારા કરતાં સહેલ પડશે.** (માથ્થી ૧૧:૨૨ યુ.એલ.ટી.)  -તે ગર્ભિત માહિતી એ છે કે ઈશ્વર ફક્ત માણસનો ન્યાય જ નહિ કરશે; તે તેઓને શિક્ષા પણ કરશે.  આ સ્પષ્ટ કરી શકાય છે.
    * ન્યાયના દિવસે, ઈશ્વર <u>તૂર અને સિદોનને શિક્ષા કરશે</u>, જે નગરોના લોકો દુષ્ટ હતા, <u>તમને જે શિક્ષા કરે છે તેનાથી થોડી ઓછી</u>
    * ન્યાયના દિવસે, ઈશ્વર તૂર અને સિદોન કરતાં <u>તમને વધુ સખત રીતે શિક્ષા</u> કરશે, જે નગરોના લોકો ખૂબ દુષ્ટ હતા.

બાઈબલમાંના લોકો જે સમજતા હતા અને તે સમયના વાચકો જે સમજતા હતા તે કદાચ આધુનિક વાચકો જાણી ના શકે. તેથી વક્તા અથવા લેખક શું કહે છે, અને જે બાબતો લેખકે ગર્ભિત રાખી છે તે તેમના માટે સમજવું અઘરું બને.મૂળ વક્તા અથવા લેખકે જે જણાવ્યું નથી અથવા જે ગર્ભિત રાખ્યું છે તે અનુવાદકોએ અનુવાદમાં સ્પષ્ટ પણે જણાવવાનું છે.