gu_ta/translate/figs-doublenegatives/01.md

11 KiB
Raw Permalink Blame History

બમણી નકારાત્મકતા ત્યારે થાય છે જ્યારે એક કલમ પાસે બે શબ્દો છે જે દરેકનો અર્થ "નથી" વ્યક્ત કરે છે. બમણી નકારાત્મકતાનો અર્થ વિવિધ ભાષાઓમાં વિવિધ બાબતો થાય છે. બમણી નકારાત્મકતા ધરાવતા વાક્યોનું અનુવાદ ચોકાસાઈ અને સ્પષ્ટતાથી કરવા, બાઈબલમાં બમણી નકારાત્મકતાનો અર્થ શું થાય છે અને તે વિચારને તમે તમારી ભાષામાં કેવી રીતે વ્યક્ત કરશો, તે તમારે જાણવું જરૂરી છે.

વર્ણન

નકારાત્મક શબ્દો એ છે કે જેમાં “નહિ” અર્થ રહેલો છે. અંગ્રેજીમાં ઉદાહરણો છે, No“ના,” Not“નહિ,” None“કંઈ નહિ,” No one“કોઈ નહિ,” Nothing“કશું નહિ,” Nowhere“ક્યાંય નહિ,” Never“ક્યારેય નહિ,” Nor“આ કે આમ પણ નહિ,” Neither“બેમાનું એકે નહિ,” અને Without“વિના.” સાથે, કેટલાક શબ્દોમાં ઉપસર્ગો અને પ્રત્યયોનો કે જેનો અર્થ “નહિ” થાય છે, જેમ કે નિમ્નલેખિત શબ્દોમાં ઘાટા અક્ષર દર્શાવે છે તેમ: “નાખુશ,” “શક્ય,” અને “બિનઉપયોગી.” અમુક બીજી પ્રકારના શબ્દોમાં પણ નકારાત્મક અર્થ થાય છે, જેમ કે "ખામી" અથવા "નકાર" અથવા તો "ઝગડો" અથવા "દૃષ્ટ."

બમણી નકારાત્મકતા ત્યારે થાય છે જ્યારે એક કલમ પાસે બે શબ્દો છે જે દરેકનો અર્થ નકારાત્મક છે.

આપણે આ કર્યું નહિ કારણ કે આપણી પાસે અધિકાર નથી…. (૨ થેસ્સાલોનિકી ૩:૯અ યુ.એલ.ટી.)

અને તે વિષેનું વચન શપથ વિના આપવામાં આવ્યું નહોતું! (હિબ્રુ ૭:૨૦ યુ.એલ.ટી.) આ વાતે ખાતરી રાખો કે - દુષ્ટ લોકો શિક્ષા પામ્યા વિના રહેશે નહિ (નીતિવચન ૧૧:૨૧ યુ.એલ.ટી.)

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

બમણી નકારાત્મકતાનો અર્થ વિવિધ ભાષાઓમાં વિવિધ બાબતો થાય છે.

  • કેટલીક ભાષાઓમાં, જેમ કે સ્પેનીશ, બમણી નકારાત્મકતા નકારાત્મકતા પર ભાર મૂકે છે. અહીં સ્પેનીશ વાક્ય "No ví a nadie," શાબ્દિક રીતે કહે છે કે, “મેં કોઈને પણ જોયો નહિ.” તેમાં બંને શબ્દો "નહિ" તે ક્રિયાપદની અને nadie,’ની સાથે છે,  જેનો અર્થ “કોઈ એક પણ નહિ” થાય છે. બે નકારાત્મકને એકબીજાની સાથે સુસંગતીમાં જોવા મળે છે, અને તે વાક્યનો અર્થ થાય છે, “મેં કોઈને જોયો નહિ.”
  • કેટલીક ભાષાઓમાં, બીજું નકારાત્મક પ્રથમ નકારાત્મકને રદ કરી હકારાત્મક વાક્ય બનાવે છે, તેથી, “તે અબુદ્ધિશાળી નથી” મતલબ કે “તે બુદ્ધિશાળી છે.”
  • કેટલીક ભાષાઓમાં બે નકારાત્મક, એક હકારાત્મક વાક્ય બનાવે છે, પરંતુ તે નબળું વાક્ય હોય છે. તેથી, “તે અબુદ્ધિશાળી નથી” મતલબ કે, “તે કેટલેક અંશે બુદ્ધિશાળી છે.”
  • કેટલીક ભાષાઓમાં, જેમ કે બાઈબલની ભાષાઓ, બે નકારાત્મક, એક હકારાત્મક વાક્ય બનાવે છે, અને ઘણીવાર નિવેદનને મજબૂત કરે છે. તેથી, “તે અબુદ્ધિશાળી નથી” મતલબ કે “તે બુદ્ધિશાળી છે” અથવા “તે ખૂબ જ બુદ્ધિશાળી છે.”

તમારી ભાષામાં બમણી નકારાત્મકતા ધરાવતા વાક્યોનું અનુવાદ ચોકાસાઈ અને સ્પષ્ટતાથી કરવા, બાઈબલમાં બમણી નકારાત્મકતાનો અર્થ શું થાય છે અને તે વિચારને તમે તમારી ભાષામાં કેવી રીતે વ્યક્ત કરશો, તે તમારે જાણવાની જરૂર છે.

બાઈબલમાંના ઉદાહરણો

… જેથી તેઓ ફળરહિત બની જાય નહિ. (તીતસ ૩:૧૪ યુ.એલ.ટી.)

આનો મતલબ કે “તેથી તેઓ ફળદાયી બની જાય.”

તેમનાથી સઘળું ઉત્પન્ન થયું અને સર્જન કરવામાં આવેલ વસ્તુઓમાંથી એકપણ તેમના વિના સર્જિત થઇ નહિ. (યોહન ૧:૩ યુ.એલ.ટી.)

બે વાર નકારાત્મક ઉપયોગ કરીને, યોહાન તેના પર ભાર મૂકવા માગે છે કે ઈશ્વર પુત્રએ સર્વસ્વ ઉત્પન્ન કર્યું છે. એક સાદા હકારાત્મક કરતાં બમણી નકારાત્મકતા એક મજબૂત વાક્ય બનાવે છે.

ભાષાંતર વ્યૂહરચના

જો બે નકારાત્મક કુદરતી છે અને તમારી ભાષામાં હકારાત્મકતા વ્યક્ત કરે છે તો, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. અન્યથા, તમે આ વ્યૂહરચનાઓ ધ્યાનમાં લઈ શકો છો:

(૧). જો બાઈબલમાં બે નકારાત્મકતાનો સામાન્ય હેતુ એક હકારાત્મક નિવેદન બનાવવાનું છે, અને જો તે તમારી ભાષામાં થઇ શકતું નથી તો, બંને નકારાત્મકને દૂર કરો જેથી તે હકારાત્મક બની જશે.

(૨). બાઈબલમાં બે નકારાત્મકતાનો સામાન્ય હેતુ એક મજબૂત હકારાત્મક નિવેદન બનાવવાનું છે, અને જો તે તમારી ભાષામાં થઇ શકતું નથી તો, બંને નકારાત્મકને દૂર કરો અને એક મજબૂત શબ્દ મૂકી દો અથવા શબ્દસમૂહ જેમ કે “ખૂબ જ” અથવા “ખચીત.”

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

(૧). જો બાઈબલમાં બે નકારાત્મકતાનો સામાન્ય હેતુ એક હકારાત્મક નિવેદન બનાવવાનું છે, અને જો તે તમારી ભાષામાં થઇ શકતું નથી તો, બંને નકારાત્મકને દૂર કરો જેથી તે હકારાત્મક બની જશે. કેમ કે આપણી પાસે એવા પ્રમુખયાજક નથી જેમને આપણી નિર્બળતામાં આપણા પર દયા આવી શકે નહિ (હિબ્રુ ૪:૧૫અ યુ.એલ.ટી.) “કેમ કે આપણી પાસે એવા પ્રમુખયાજક છે જે આપણી નિર્બળતામાં આપણા પર દયા કરી શકે.”                                                                                                                                             … તેથી જેથી તેઓ ફળ રહિત બની જાય નહિ. (તીતસ ૩:૧૪બ યુ.એલ.ટી.)

“…તેથી તેઓ ફળદાયી બને.”

(૨). જો બાઈબલમાં બે નકારાત્મકતાનો સામાન્ય હેતુ એક મજબૂત હકારાત્મક નિવેદન બનાવવાનું છે, અને જો તે તમારી ભાષામાં થઇ શકતું નથી તો, બંને નકારાત્મકને દૂર કરો અને એક મજબૂત શબ્દ અથવા શબ્દસમૂહ મૂકી દો જેમ કે “ખૂબ જ” અથવા “ખચીત” અથવા "સંપૂર્ણપણે." આ વાતે ખાતરી રાખો કે - દુષ્ટ લોકો શિક્ષા પામ્યા વિના રહેશે નહિ… (નીતિવચન ૧૧:૨૧અ યુ.એલ.ટી.) “આ વાતે ખાતરી રાખો કે - દુષ્ટ લોકો નિશ્ચે શિક્ષા પામશે.

તેમનાથી સઘળું ઉત્પન્ન થયું અને સર્જન કરવામાં આવેલ વસ્તુઓમાંથી એકપણ તેમના વિના સર્જિત થઇ નહિ. (યોહન ૧:૩ યુ.એલ.ટી.)

“સઘળું તેમનાથી ઉત્પન્ન થયું. જે કંઈ બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે તેમણે બનાવ્યું છે.”