gu_ta/translate/figs-declarative/01.md

9.3 KiB

વર્ણન

સામાન્ય રીતે નિવેદનોનો ઉપયોગ માહિતી આપવા માટે થાય છે. પરંતુ કેટલીકવાર બાઈબલમાં તેનો ઉપયોગ અન્ય કાર્ય માટે થાય છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

બાઈબલમાં જે નિવેદનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા કેટલાક કાર્યો માટે કેટલીક ભાષાઓમાં નિવેદનોનો ઉપયોગ નહિ થાય.

બાઈબલમાંના ઉદાહરણો

નિવેદનો સામાન્ય રીતે માહિતી આપવા માટે હોય છે. યોહન ૧:૬-૮ માં નીચે આપેલ તમામ વાક્યો નિવેદનો છે, અને તેઓનું કાર્ય માહિતી આપવાનું છે.

ત્યાં ઈશ્વર તરફથી મોકલાયેલ એક માણસ હતો, જેનું નામ યોહન હતું. તે અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો, જેથી સઘળાં તેના દ્વારા વિશ્વાસ કરે. યોહાન તે અજવાળું નહોતો, પરંતુ તે અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો. (યોહાન ૧:૬-૮ ULB)

કોઈને શું કરવું તે જણાવવા માટે નિવેદનનો આદેશ તરીકે ઉપયોગ કરી શકાય છે. નીચેના ઉદાહરણોમાં, પ્રમુખ યાજકે નિવેદનોમાં “કરવું” ક્રિયાપદ સાથે લોકોએ શું કરવું તે કહેવામાં આવ્યું છે.

તેણે તેઓને આજ્ઞા આપી, “આ તમારે ખચીત કરવું જોઈએ. તમે જે સાબ્બાથે અંદર આવો, તેમાંના ત્રીજા ભાગના મહેલની ચોકી_કરે_, અને ત્રીજા ભાગના સૂર દરવાજે રહે, અને ત્રીજા ભાગના સિપાઈઓના દરવાજા પાછળ _રહે.” (૨ રાજાઓ ૧૧:૫ ULB)

નિવેદનનો ઉપયોગ સૂચનો આપવા માટે પણ થઈ શકે છે. નીચે વક્તા યુસફને ભવિષ્યમાં યુસફ શું કરશે તે વિષે શું કરવું તે જ નહોતા કહી રહ્યા, તે કહી રહ્યા હતા કે યુસફે શું કરવાની જરૂર છે.

તેણી દીકરાને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે તે તેમના લોકોને પાપથી તારશે. (માથ્થી ૧:૨૧ ULB)

નિવેદનનો ઉપયોગ વિનંતી કરવા માટે પણ થઈ શકે છે. કોઢી માણસ ફક્ત એટલું જ નહોતો કહી રહ્યો કે ઈસુ શું કરવા માટે સક્ષમ છે. તે ઈસુને તેને સાજો કરવા માટે કહેતો હતો.

જુઓ, એક કોઢીયો તેમની પાસે આવ્યો અને તેમને પગે લાગીને કહ્યું, “પ્રભુ, જો તમે ચાહો તો,મને શુદ્ધ કરી શકો છો.” (માથ્થી ૮:૨ ULB)

નિવેદનનો ઉપયોગ કંઈક કરવા માટે પણ થઈ શકે છે. આદમને કહેવા દ્વારા કે ભૂમિ તેને લીધે શાપિત થઈ છે, ઈશ્વરે ખરેખર તેને શ્રાપ દીધો.

... તારે લીધે ભૂમિ શાપિત થઈ છે; (ઉત્પત્તિ ૩:૧૭ ULB)

તે માણસને કહેવા દ્વારા કે તેના પાપો માફ થયા છે, ઈસુ તે માણસના પાપોને માફ કરે છે.

તેઓનો વિશ્વાસ જોઈને, ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “દીકરા, તારા પાપો માફ થયા છે.” (લુક ૨:૫ ULB)

અનુવાદની વ્યૂહરચનાઓ

૧. જો તમારી ભાષામાં નિવેદનના કાર્યને યોગ્ય રીતે સમજવામાં નથી આવતું તો, વાક્ય રીતનો ઉપયોગ કરો તે કાર્યને વ્યક્ત કરશે. ૧. જો તમારી ભાષામાં નિવેદનના કાર્યને યોગ્ય રીતે સમજવામાં નથી આવતું તો, વાક્ય રીતનો ઉમેરો કરો તે કાર્યને વ્યક્ત કરશે. ૧. જો તમારી ભાષામાં નિવેદનના કાર્યને યોગ્ય રીતે સમજવામાં નથી આવતું તો, ક્રિયાપદ સ્વરૂપનો ઉપયોગ કરો તે કાર્યને વ્યક્ત કરશે.

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો તમારી ભાષામાં નિવેદનના કાર્યને યોગ્ય રીતે સમજવામાં નથી આવતું તો, વાક્ય રીતનો ઉપયોગ કરો તે કાર્યને વ્યક્ત કરશે.

  • તેણી દીકરાને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે તે તેમના લોકોને પાપથી તારશે. (માથ્થી ૧:૨૧ ULB) “તું તેનું નામ ઈસુ પાડશે” તે ભાગ સુચના છે. તેનો અનુવાદ સામાન્ય સુચનાનો ઉપયોગ કરી વાક્ય રીતે કરી શકાય.
    • તેણી દીકરાને જન્મ આપશે. તેનું નામ ઈસુ પાડશે, કારણ કે તે તેમના લોકોને પાપોથી તારશે.

૧. જો તમારી ભાષામાં નિવેદનના કાર્યને યોગ્ય રીતે સમજવામાં નથી આવતું તો, વાક્ય રીતનો ઉમેરો કરો તે કાર્યને વ્યક્ત કરશે.

  • પ્રભુ, જો તમે ચાહો તો, તમે મને શુદ્ધ કરી શકો છો. (માથ્થી ૮:૨ ULB) “તમે મને શુદ્ધ કરી શકો છો” તે કાર્ય વિનંતી કરે છે. નિવેદન ઉપરાંત, વિનંતીને ઉમેરી શકાય છે.
    • પ્રભુ, જો તમે ચાહો તો, તમે મને શુદ્ધ કરી શકો છો. મહેરબાની કરીને શુદ્ધ કરો.
    • પ્રભુ, જો તમે છો તો, મહેરબાની કરીને મને શુદ્ધ કરો. હું જાણું છું કે તમે એમ કરી શકો છો.

૧. જો તમારી ભાષામાં નિવેદનના કાર્યને યોગ્ય રીતે સમજવામાં નથી આવતું તો, ક્રિયાપદ સ્વરૂપનો ઉપયોગ કરો તે કાર્યને વ્યક્ત કરશે.

  • તેણી દીકરાને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે તે તેમના લોકોને પાપથી તારશે. (માથ્થી ૧:૨૧ ULB)
    • તેણી દીકરાને જન્મ આપશે, અને તારે નિશ્ચે તેનું નામ ઈસુ પાડવું, કેમ કે તે તેમના લોકોને પાપથી તારશે.
  • દીકરા, તારા પાપ માફ થયા છે. લુક ૨:૫ ULB)
    • દીકરા, હું તારા પાપ માફ કરુ છું.
    • દીકરા, ઈશ્વરે તારા પાપ માફ કર્યા છે.