gu_ta/translate/figs-abstractnouns/01.md

13 KiB

વર્ણન

અમૂર્ત નામો તે એવા નામો છે જે વલણ, ગુણો, ઘટનાઓ, પરિસ્થિતિઓ, અથવા તો આ વિચારોમાંના સંબંધોનો ઉલ્લેખ કરે છે. આ એવી બાબતો છે જેણે શારીરિક રીતે જોઈ શકતા નથી અથવા તેને સ્પર્શી શકતા નથી, જેમ કે સુખ, વજન, એકતા, મિત્રતા, સ્વાસ્થ્ય અને કારણ. આ એક અનુવાદની સમસ્યા છે કારણ કે કેટલીક ભાષાઓમાં અમૂર્ત નામો સાથે ચોક્કસ વિચાર વ્યક્ત કરી શકાય છે, જ્યારે અન્યને તેને વ્યક્ત કરવાની અલગ રીતની જરૂર છે.

યાદ રાખો કે નામો તે વ્યક્તિ, સ્થળ, વસ્તુ, અથવા વિચારનો ઉલ્લેખ કરે છે. અમૂર્ત નામો તે વિચારોનો ઉલ્લેખ કરે છે. તેમાં વલણ, ગુણો, ઘટનાઓ, પરિસ્થિતિઓ અથવા આ વિચારો વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ હોઈ શકે છે. આ એવી બાબતો છે જેને શારીરિક રીતે જોઈ શકતા નથી અથવા તેને સ્પર્શી શકતા નથી, જેમ કે આનંદ, શાંતિ, રચના, ભલાઈ, સંતોષ, ન્યાય, સત્ય, સ્વતંત્રતા, વેર, ધીમાપણું, લંબાઈ, અને વજન તથા ઘણું બધું.

કેટલીક ભાષાઓ જેવી કે પવિત્ર શાસ્ત્રીય ગ્રીક ભાષામાં અને અંગ્રેજીમાં અમૂર્ત નામોનો ઉપયોગ ખૂબ જ થાય છે. તે એક માર્ગ રજૂ કરે છે જે દ્વારા કાર્યો અને લાક્ષણિકતાઓને નામ આપી શકાય. નામો દ્વારા, લોકો જે આ ભાષાઓ બોલે છે તેઓ ખ્યાલો વિષે વાત કરે શકે છે જાણે કે તે એક વસ્તુ હોય. ઉદાહરણ તરીકે, જે ભાષાઓમાં અમૂર્ત નામોનો ઉપયોગ થાય છે, લોકો કહી શકે કે, “હું પાપની માફીમાં વિશ્વાસ કરું છું.” પરંતુ કેટલીક ભાષાઓ વધારે પ્રમાણમાં અમૂર્ત નામનો ઉપયોગ કરતી નથી. આ ભાષાઓમાં, વક્તા પાસે બે અમૂર્ત નામો “માફી” અને “પાપ” ન હોય તો, તે ભાષાઓ બીજી રીતે તેનો અર્થ સમાન રીતે વ્યક્ત કરશે. ઉદાહરણ તરીકે, “હું માનું છું કે લોકોના પાપ કર્યા પછી તેઓને માફ કરવા માટે ઈશ્વરની ઈચ્છા હોવી જોઈએ,” નામોને બદલે ક્રિયાપદ સમૂહોનો ઉપયોગ કરીને.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

તમે અનુવાદ કરો છો તે બાઈબલ અમુક વિચારોને વ્યક્ત કરવા માટે અમૂર્ત નામોનો ઉપયોગ કરી શકે છે. તમારી ભાષામાં કદાચ કેટલાક વિચારોને માટે અમૂર્ત નામોનો ઉપયોગ થઈ શકશે નહિ; તેને બદલે, તે વિચારને રજૂ કરવા માટે શબ્દસમૂહનો ઉપયોગ કરશે. તે શબ્દસમૂહો અમૂર્ત નામનો અર્થ વ્યક્ત કરવા માટે વિશેષણો, ક્રિયાપદો અથવા ક્રિયાવિશેષણો જેવા અન્ય પ્રકારના શબ્દોનો ઉપયોગ કરશે. ઉદાહરણ તરીકે "તેનું વજન શું છે?"ને "તેનું વજન કેટલું થાય છે" અથવા "તે કેટલું ભારે છે?" તરીકે રજૂ કરી શકાય.

બાઈબલમાંના ઉદાહરણો

… તું બાળપણથી જ પવિત્રશાસ્ત્ર જાણે છે …_ (૨ તિમોથી ૩:૧૫ યુ.એલ.ટી.)

અમૂર્ત નામ “બાળપણ” તે જ્યારે કોઈ બાળક હોય તેનો ઉલ્લેખ કરે છે.

પરંતુ સંતોષસહીતનો ભક્તિભાવ તે મોટો લાભ છે. (૧ તિમોથી ૬:૬ યુ.એલ.ટી.)

અમૂર્ત નામ “ભક્તિભાવ” અને “સંતોષ” તે ભક્તિમય અને સંતોષી હોવાનો ઉલ્લેખ કરે છે. અમૂર્ત નામ “લાભ” તે જ્યારે કોઈના માટે કંઈ ફાયદાકારક અથવા મદદરૂપ હોય, તેનો ઉલ્લેખ કરે છે.

આજે તારા ઘરે તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઈબ્રાહીમનો દીકરો છે. (લુક ૧૯:૯ યુ.એલ.ટી.)

અમૂર્ત નામ “તારણ” અહીં બચી જવાનો ઉલ્લેખ કરે છે.

વિલંબનો જેવો અર્થ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી. (૨ પિતર ૩:૯ યુ.એલ.ટી.)

અમૂર્ત નામ “વિલંબ” તે જ્યારે કાંઇક કરવામાં આવે ત્યારે તેમાં ઝડપી ગતીની ગેરહાજરીનો ઉલ્લેખ કરે છે.

તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અને હૃદયના હેતુઓને પ્રગટ કરશે. (૧ કરીંથી ૪:૫ યુ.એલ.ટી.)

અમૂર્ત નામ “હેતુઓ” તે લોકો જે વસ્તુઓ કરવા માગે છે અને ક્યા કારણોસર તેઓ તે કરવા માગે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો અમૂર્ત નામ કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ આપે છે, તો તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહિયા અન્ય વિકલ્પ છે:

(૧.) અમૂર્ત નામના અર્થને વ્યક્ત કરતા એક શબ્દસમૂહ સાથે શબ્દોને ફરીથી ગોઠવી વાક્યની પૂર્તિ કરો. નામને બદલે, નવી શબ્દરચના ક્રિયાપદ, ક્રિયાવિશેષણ અથવા વિશેષણનો ઉપયોગ, અમૂર્ત નામના વિચારને વ્યક્ત કરવા કરશે.

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

(૧.) અમૂર્ત નામના અર્થને વ્યક્ત કરતી એક શબ્દસમૂહ સાથે શબ્દોને ફરીથી ગોઠવી વાક્યની પૂર્તિ કરો. નામને બદલે, નવી શબ્દરચના ક્રિયાપદ, ક્રિયાવિશેષણ અથવા વિશેષણનો ઉપયોગ, અમૂર્ત નામના વિચારને વ્યક્ત કરવા કરશે. વૈકલ્પિક ભાષાંતર શાસ્ત્ર ઉદાહરણોની નીચે દર્શાવાયેલ છે.

  • …તું બાળપણ થી જ પવિત્રશાસ્ત્ર જાણે છે… (૨ તિમોથી ૩:૧૫ યુ.એલ.ટી.)                                                                                                                                                 જ્યારથી તું બાળક હતો ત્યારથી તું પવિત્રશાસ્ત્રને જાણે છે.
  • પરંતુ સંતોષસહીતનો ભક્તિભાવ તે મોટો લાભ છે. (૧ તિમોથી ૬:૬ યુ.એલ.ટી.)                                                                                                                                                  પરંતુ ભક્તિભાવ રાખવો અને સંતોષી રહેવું તે વધુ લાભકારક છે. પરંતુ જ્યારે આપણે ભક્તિમય અને સંતોષી હોઈએ છીએ ત્યારે આપણે ખૂબ રીતે લાભ પામીએ છીએ. પરંતુ જ્યારે આપણે ઈશ્વરને માન આપીએ અને આજ્ઞા માનીએ અને જ્યારે આપણી પાસે જે કંઈ છે તેનાથી ખુશ રહીએ છીએ ત્યારે આપણેને મોટો લાભ થાય છે .
  • આજે તારા ઘરે તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઈબ્રાહીમનો દીકરો છે. (લુક ૧૯:૯ યુ.એલ.ટી.)                                                                                                                                                                                                                                 આજે આ ઘરના લોકોનો બચાવ થયો છે… આજે ઈશ્વરે આ ઘરના લોકોને બચાવ્યા છે…
  • વિલંબનો જેવો અર્થ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી. (૨ પિતર ૩:૯ યુ.એલ.ટી.)                                                                                                                                                                                                                      ધીમી ગતિએ વધવુંનો જેવો અર્થ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી.
  • તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અને હૃદયના હેતુઓને પ્રગટ કરશે. (૧ કરીંથી ૪:૫ યુ.એલ.ટી.)                                                                                                                                                                                                                              તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અને લોકો જે કરવા માગે છે અને કયા કારણથી કરવા માગે છે તેને પ્રગટ કરશે.