gu_ta/translate/figs-123person/01.md

9.2 KiB

સામાન્ય રીતે વક્તા પોતાની જાત માટે “હું” અને અન્ય વ્યક્તિ જેણે તે કહી રહ્યો છે તેનો ઉલ્લેખ “તમે” તરીકે કરે છે. બાઈબલમાં કેટલીક વાર વક્તાએ પોતાની જાત માટે અથવા અન્ય વ્યક્તિ માટે “હું” અથવા “તમે” ના સ્થાને બીજા શબ્દસમૂહનો ઉલ્લેખ કરે છે.

વર્ણન

  • પ્રથમ વ્યક્તિ આ સામાન્ય રીતે વક્તા પોતાની જાતનો ઉલ્લેખ કરે છે. અંગ્રેજી “હું” અને “અમે” નો ઉપયોગ સર્વનામ તરીકે કરે છે. (ઉપરાંત: મને, મારું, મારી, મારું; અમને, આપણે, આપણું)
  • બીજો વ્યક્તિ આ સામાન્ય રીતે વક્તા જે વ્યક્તિ અથવા લોકોની સાથે તે વાત કરતાં હોય તેનો ઉલ્લેખ કરે છે. અંગ્રેજી “તમે” નો ઉપયોગ સર્વનામ તરીકે કરે છે.
  • ત્રીજો વ્યક્તિ આ રીતે વક્તા અન્ય કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. અંગ્રેજી “તે,” “તેણીની,” “તે” અને “તેઓ” નો ઉપયોગ સર્વનામ તરીકે કરે છે. (ઉપરાંત: તેને, તેના, તેણીના, તેણીનું, તેનું; તેમણે, તેમના, તેઓનું) નામ શબ્દસમૂહ જેમ કે “તે પુરુષ” અથવા “તે સ્ત્રી” પણ ત્રીજા વ્યક્તિ છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

બાઈબલમાં કેટલીક વાર વક્તાએ ત્રીજા વ્યક્તિનો ઉપયોગ પોતાના માટે અથવા જે લોકોની સાથે વાત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વાચકોને એમ લાગે કે વક્તા અન્ય કોઈનો ઉલ્લ્ખે કરી રહ્યો છે. તેઓ સમજી નહિ શકે કે તેનો મતલબ “હું” અથવા “તે” હતો.

બાઈબલમાંના ઉદાહરણો

કેટલીક વાર લોકો “હું” અથવા “મને” ને બદલે ત્રીજા વ્યક્તિનો ઉપયોગ પોતાના માટે કરે છે.

પરંતુ દાઉદે શાઉલને કહ્યું “તારો સેવક તેના પિતાના ઘેટાં સાચવતો હતો.” (૧ શમૂએલ ૧૭:૩૪ ULB)

દાઉદે પોતાની જાતનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિ “તારો સેવક” અને “તેના” તરીકે કર્યો. તે શાઉલની આગળ પોતાની નમ્રતા બતાવવા માટે પોતાની જાતને શાઉલનો સેવક તરીકે બોલાવે છે.

ત્યારે યહોવાહે વંટોળીયામાંથી અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું, “... શું તારે ઈશ્વરના જેવો હાથ છે? > તેમના જેવા અવાજથી શું તું ગર્જના કરી શકે છે? (અયૂબ ૪૦:૬, ૯ ULB)

ઈશ્વરે અહી પોતાની જાત માટે ત્રીજા વ્યક્તિ “ઈશ્વરના” અને “તેમના” તરીકે ઉલ્લેખ કર્યો. તેમણે તે પર ભાર મુકે છે કે તેઓ ઈશ્વર છે અને તેઓ સામર્થ્યવાન છે.

કેટલીક વાર લોકો “તમે” અથવા “તમારા” ને બદલે ત્રીજા વ્યક્તિનો ઉપયોગ જે વ્યક્તિ અથવા લોકો સાથે તેઓ વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરે છે.

ઈબ્રાહીમે ઉત્તર આપ્યો અને કહ્યું, “જુઓ મેં શું કર્યું છે, જો કે હું માત્ર ધૂળ તથા રાખ છતાં મારા પ્રભુની આગળ બોલવાની હિંમત કરું છું. (ઉત્પત્તિ ૧૮:૨૭ ULB)

ઈબ્રાહીમ પ્રભુની સાથે વાત કરતો હતો, અને પ્રભુનો ઉલ્લેખ “તમે” ને બદલે “મારા પ્રભુ” તરીકે કરે છે. તેને ઈશ્વર સમક્ષ પોતાની નમ્રતા બતાવવા આ કર્યું.

જો તમે દરેક તેના ભાઈને હૃદયથી માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમારી સાથે એમ જ કરશે. (માથ્થી ૧૮:૩૫ ULB)

“તમે દરેક” કહ્યા પછી, ઈસુએ ત્રીજા વ્યક્તિ તરીકે “તમારા” ને બદલે “તેના” નો ઉપયોગ કર્યો છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો ત્રીજા વ્યક્તિનો અર્થ તમારી ભાષામાં “હું” અથવા “તમે” કુદરતી રીતે થાય તો તેનો ઉપયોગ કરવાનું વિચારો. જો નહિ, અહીં અન્ય વિકલ્પો છે.

૧. ત્રીજા વ્યક્તિના શબ્દસમૂહની સાથે “હું” અથવા “તમે” સર્વનામનો ઉપયોગ કરો. ૧. સાધારણ રીતે ત્રીજા વ્યક્તિને સ્થાને, પ્રથમ વ્યક્તિ (“હું”) અથવા બીજા વ્યક્તિ (“તમે”)નો ઉપયોગ કરો.

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. “હું” અથવા “તમે” ની સાથે ત્રીજા વ્યક્તિના સર્વનામનો ઉપયોગ કરો.

  • પરંતુ દાઉદે શાઉલને કહ્યું, તારો સેવક તેના પિતાના ઘેટાં સાચવતો હતો.” (૧ શમૂએલ ૧૭:૩૪ ULB)
    • પરંતુ દાઉદે શાઉલને કહ્યું, હું, તારો સેવક, મારા પિતાના ઘેટાં સાચવતો હતો.”

૧. સાધારણ રીતે ત્રીજા વ્યક્તિને સ્થાને, પ્રથમ વ્યક્તિ (“હું”) અથવા બીજા વ્યક્તિ (“તમે”)નો ઉપયોગ કરો.

  • ત્યારે યહોવાહે વંટોળીયામાંથી અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું, “...શું તારે ઈશ્વરના જેવો હાથ છે? શું તેમના જેવા અવાજથી શું તું ગર્જના કરી શકે છે? (અયૂબ ૪૦:૬, ૯ ULB)
    • ત્યારે યહોવાહે વંટોળીયામાંથી અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું, “...શું તારે મારા જેવો હાથ છે? શું મારા જેવા અવાજથી શું તું ગર્જના કરી શકે છે?
  • જો તમે દરેક તેના ભાઈને હૃદયથી માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમારી સાથે એમ જ કરશે. (માથ્થી ૧૮:૩૫ ULB)
    • જો તમે દરેક તમારા ભાઈને હૃદયથી માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમારી સાથે એમ જ કરશે.