gu_ta/translate/bita-part2/01.md

7.6 KiB

બાઈબલના કેટલાક સામાન્ય ઉપચારોની યાદી વર્ણાનુક્રમે નીચે મુજબ છે. મોટા અક્ષરોમાં શબ્દ એક વિચાર રજૂ કરે છે. શબ્દ જે સામાન્ય રીતે તમામ કલમોમાં દ્રશ્યમાન નથી તેમાં છબી છે, પરંતુ તે શબ્દ જે વિચારનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં છે.

પ્યાલો અથવા કટોરો તે તેમાં જે છે તેને રજૂ કરે છે

મારો પ્યાલો ઉભરાઈ જાય છે. (ગીતશાસ્ત્ર ૨૩:૫ ULB)

ત્યાં પ્યાલામાં એટલું બધું ભરેલું હતું કે તે પ્યાલાની ઉપરથી ઉભરાવા લાગ્યું.

માટે જેટલી વાર તમે આ રોટલી ખાઓ અને આ પ્યાલો પીઓ, તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો. (૧ કરીંથી ૧૧:૨૬ ULB)

લોકો પ્યાલો નથી પીતા. તેઓ પ્યાલામાં જે હોય તેને પીવે છે.

મુખ તે વાણી અથવા શબ્દોને રજૂ કરે છે.

મુર્ખનું મુખતેનો વિનાશ છે. (નીતિવચન ૧૮:૭ ULB)

<બંધઅવતરણ>ઓહ, હું તમને કેવી રીતે મારા મુખેથીઉત્સાહિત કરું! (અયૂબ ૧૬:૫ ULB)<બંધઅવતરણ>

મેં સાંભળ્યું હતું કે તેં તારા મુખેમારી વડાઈ કરી હતી; મારી વિરુદ્ધ ઘણી વાતો કહી હતી. મેં તેઓને સાંભળ્યા. (હઝકીયેલ ૩૫:૧૩ ULB)

આ ઉદાહરણોમાં મુખ તેનો ઉલ્લેખ કરે છે જે લોકો જે બોલે છે.

વ્યક્તિની યાદગીરી તેના વંશજો રજૂ કરે છે

વ્યક્તિની યાદગીરી તેના વંશજો રજૂ કરે છે, કારણ કે તેઓ એવા છે જેમણે તેમણે યાદ રાખવા અને માન આપવું જોઈએ. જ્યારે બાઈબલ કહે છે કે કોઈની સ્મરણ શક્તિ મારી ગઈ છે, તેનો મતલબ એ છે કે તેના કોઈ વંશજો હશે નહિ, અથવા તેના વંશજો મૃત્યુ પામશે.

તમે તમારા યુદ્ધના આક્રંદથી સાથે દેશોને ડરાવ્યું; તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓની યાદને સદાને માટે ભૂંસી નાખ્યું છે. દુશ્મનનો ભાંગી પડીને નાશ પામ્યા છે જે નગરો તમે પાયમાલ કર્યા છે. સર્વ તેઓનું સ્મરણ પણ રહ્યું નથી. (ગીતશાસ્ત્ર ૯:૫-૬ ULB)

<બંધઅવતરણ> તેઓનું સ્મરણ પૃથ્વી પરથી નાશ પામશે (અયૂબ ૧૮:૧૭ ULB) </બંધઅવતરણ>

યહોવાહ ભૂંડું કરનારની વિરુદ્ધ છે, તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવા માટે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૬ ULB)

એક વ્યક્તિ એક જૂથના લોકોને રજૂ કરે છે

કેમ કે દુષ્ટ વ્યક્તિ તેની સૌથી ઊંડી ઇચ્છાઓથી અભિમાન કરે છે: તે લાલચુને આશીર્વાદ દે છે અને યહોવાહનું અપમાન કરે છે. (ગીતશાસ્ત્ર ૧૦:૩ ULB)

આ ખાસ કરીને કોઈ એક દુષ્ટ વ્યક્તિનો ઉલ્લેખ કરતું નથી, પરંતુ સામાન્ય રીતે જે દુષ્ટ લોકો છે તેઓના વિષે છે.

વ્યક્તિનું નામ તેમના વંશજો રજૂ કરે છે

ગાદ - હુમલાખોરો તેના પર હુમલો કરશે, પરંતુ તે તેઓની ટેકરીઓ પર હુમલો કરશે. આશેરનો ખોરાક સમૃદ્ધ થશે, અને તે શાહી વાનગીઓ પીરસશે. નફતાલીને છૂટો મુકેલ છે; તેના હરણનાં બચ્ચા સુંદર થશે. (ઉત્પત્તિ ૪૯:૧૯-૨૧ ULB)

અહીં આપેલ નામો, ગાદ, આશેર, અને નફતાલી તે ફક્ત તે વ્યક્તિઓનો જ ઉલ્લેખ નથી કરતું પરંતુ તેઓના વંશજો વિષે પણ કરે છે.

વ્યક્તિ પોતાને અને પોતાના લોકોને રજૂ કરે છે

અને એમ થયું કે, ઈબ્રામ જ્યારે મિસર દેશમાં પ્રવેશે છે, મિસરીઓએ જોયું કે સારાય ખૂબ જ સુંદર છે. (ઉત્પત્તિ ૧૨:૧૪ ULB)

જ્યારે “ઈબ્રામ” વિષે કહેવામાં આવે, ત્યારે ઈબ્રામ અને તેની સાથે મુસાફરી કરનાર લોકોને રજૂ કરે છે. પરતું પ્રકાશ ઈબ્રામ પર હતો.

ભોંકવું તે હત્યાનું પ્રતિનિધિત્વ કરે છે

તેના હાથે ઉડતા સાંપને ભોંકી દીધો. (અયૂબ ૨૬:૧૩ ULB)

તેનો મતલબ કે તેને સાપને માર્યો.

જુઓ, તેઓ વાદળો સાથે આવે છે; સર્વ આંખો તેમને જોશે, જેઓએ તેમને ભોંક્યા દીધા તેઓનો પણ સમાવેશ થાય છે. (પ્રકટીકરણ ૧:૭ ULB)

“જેઓએ તેમને ભોંકી દીધા” તે જેમણે ઈસુને મારી નાંખ્યા તેઓને રજૂ કરે છે.

પાપ (ઉલંઘન) તે પાપ માટેની સજાને રજૂ કરે છે

યહોવાહે તેમના પર આપણા સર્વના પાપનો ભાર મુક્યો (યશાયા ૫૩:૬ ULB)

તેનો મતલબ છે કે યહોવાહે જે સજા આપણે ભોગવવાની હતી, તે તેમના પર મૂકી.