gu_ta/intro/translate-why/01.md

4.8 KiB

અનુવાદ અકાદમીનો હેતુ તમને બાઈબલ અનુવાદક બનવા માટે તાલીમ આપવાનું છે. ઈસુનાં અનુયાયી તરીકે તમે વૃદ્ધિ પામો તે માટે મદદ કરવા માટે તમારી ભાષામાં ઈશ્વરના વચનનું અનુવાદ કરવું તે મહત્વનું કાર્ય છે. તમે આ કાર્ય માટે સમર્પિત હોવ તે આવશ્યક છે, તમારી જવાબદારીને ગંભીરતાથી લો, અને ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને મદદ કરે.

ઈશ્વરે બાઈબલમાં આપણી સાથે વાત કરી છે. તેમણે બાઈબલનાં લેખકોને હિબ્રુ, અરામિક અને ગ્રીક ભાષાઓનો ઉપયોગ કરીને તેમના શબ્દો લખવાની પ્રેરણા આપી. ઈ.સ.પૂર્વે ૧૪૦૦ થી ઈ.સ. ૧૦૦ સુધીમાં લગભગ ૪૦ જુદાં-જુદાં લેખકો લિખિત છે. આ દસ્તાવેજોને મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને યુરોપમાં લખવામાં આવ્યા હતાં. આ વચનોને તે ભાષાઓમાં નોંધવાથી, ઈશ્વર ખાતરી કરે છે કે તે સમયના અને સ્થળના લોકો તે સમજી શકે.

આજે, તમારા દેશના લોકો હિબ્રુ, અરામિક અને ગ્રીક સમજતાં નથી. પરંતુ તેઓની ભાષામાં ઈશ્વરના વચનોનુ અનુવાદ કરવાથી તેઓ તે સમજી શકે છે.

કોઈની "માતૃભાષા” અથવા “હૃદયની ભાષા” એટલે કે તે ભાષા જે તેઓ બાળક હતા ત્યારે બોલતા હોય અને તે કે જે તેઓ ઘરે ઉપયોગ કરતાં હોય. આ તે ભાષા છે જેમાં તેઓ સૌથી વધુ આરામદાયક છે અને જેનો તેઓ તેમના સૌથી ઊંડા વિચારો વ્યક્ત કરવા માટે ઉપયોગ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના હૃદયની ભાષામાં ઈશ્વરના વચન વાંચી શકે.

દરેક ભાષા મહત્વની અને મૂલ્યવાન છે. નાની ભાષાઓ પણ તેટલી જ મહત્વની છે જેટલી કે તમારા દેશમાં બોલવામાં આવતી રાષ્ટ્રીય ભાષાઓ મહત્વની છે, અને તેઓ પણ તે જ અર્થ અભિવ્યક્ત કરી શકે છે. કોઈને પણ તેમની બોલી બોલવામાં શરમ ન આવવી જોઈએ. ક્યારેક, જેઓ લઘુમતી જૂથના હોય છે તેઓને પોતાની ભાષાને લીધે શરમ લાગે છે અને તેમના દેશના અન્ય મોટા જૂથના લોકોની સામે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતાં નથી. પરંતુ રાષ્ટ્રીય ભાષાઓ વિષે સ્થાનિક ભાષાઓ કરતાં સ્વાભાવિક રીતે કંઈ વધુ મહત્વની, વધુ પ્રતિષ્ઠિત, અથવા વધુ શિક્ષિત બીજું કંઈ નથી. દરેક ભાષામાં ઘોંઘાટ અને રંગોનો અર્થ રહેલો હોય છે જે અનન્ય છે. આપણે જે ભાષામાં સૌથી વધુ આરામદાયક અને અન્ય લોકો સાથે ઉત્તમ રીતે વાતચીત કરી શકીએ તે ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.

  • શાખ: “બાઈબલ અનુવાદ સિદ્ધાંત અને પ્રથા” જે ટોડ પ્રાઈસ, Ph.D. CC BY-SA 4.0* દ્વારા લિખિત, માંથી લેવામાં આવેલ છે.