gu_ta/checking/complete/01.md

3.1 KiB

સંપૂર્ણ અનુવાદ

આ વિભાગનો હેતુ એ છે કે અનુવાદ સંપૂર્ણ છે તેની ખાતરી કરવી. આ વિભાગમાં, નવા અનુવાદને મૂળ અનુવાદ સાથે સરખામણી કરવામાં આવે છે. જેમ તમે બંને અનુવાદની સરખામણી કરો તેમ, પોતાને આ પ્રશ્નો પૂછો:

૧. શું અનુવાદમાં કોઈ ભાગ છૂટી ગયો છે? બીજા શબ્દોમાં, શું અનુવાદમાં જે પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું છે તેના બધી જ ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? ૧. જે પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું છે શું તેના બધા જ પદોનું અનુવાદ કરવામાં આવ્યું છે? (જ્યારે તમે મૂળ ભાષાના અનુવાદના પદોના ક્રમને જુઓ ત્યારે, શું તે બધા જ પદોનું નિર્ધારિત ભાષામાં સમાવેશ થયેલ છે?) કેટલીક વખત અનુવાદમાં પદોના ક્રમમાં તફાવત હોય છે. ઉદાહરણ તરીકે, થોડા અનુવાદમાં કેટલાક પદોને સમૂહમાં મુકેલ હોય છે, અથવા કેટલીક વખત પદોને નીચેનોંધમાં મૂકવામાં આવે છે. જો કે મૂળ અનનુવાદ અને નિર્ધારિત અનુવાદમાં આવા તફાવત હોય તો પણ તે નિર્ધારિત અનુવાદને સંપૂર્ણ ગણવામાં આવે છે. ૧. શું અનુવાદમાં એવું લાગે છે કે કોઈ જગ્યા છે જ્યાં કંઈક છોડી દેવામાં આવ્યું છે, અથવા મૂળ અનુવાદમાં જે સંદેશ છે તેના કરતાં જુદો સંદેશ લાગે છે? (શબ્દરચના અને તેની ગોઠવણી અલગ હોઈ શકે છે, પરંતુ અનુવાદકર્તાએ જે ભાષાનો ઉપયોગ કર્યો હોય તેમાં મૂળ ભાષાના અનુવાદમાં જે સંદેશ છે તે જ સંદેશ આપવાનો છે.)

જો ત્યાં કોઈ એવી જગ્યા છે જ્યાં અનુવાદ પૂર્ણ નથી થયું, તેની નોંધ કરો જેથી તેની ચર્ચા અનુવાદ કરનાર જૂથ સાથે કરી શકો.