gu_obs/content/42.md

8.6 KiB

ઈસુ સ્વર્ગમાં ચાલ્યા જાય છે

OBS Image

જે દિવસે ઈસુ મૂએલામાંથી ઉઠ્યા હતા, તેમના બે શિષ્યો, પાસેના એક નગરમાં જઈ રહ્યાં હતાં.જે કંઈ ઈસુ સાથે થયું હતું તે વિષે તેઓ વાતો કરી રહ્યાં હતાં. તેઓને આશા હતી કે તે મસીહ હતા, પણ તેમને મારી નાખવામાં આવ્યા હતા.સ્ત્રીઓ કહ્યું કે તે ફરી જીવિતા થયા છે. તેમને સમજણ પડતી ન હતી કે કઈ વાત પર વિશ્વાસ કરે.

OBS Image

ઈસુ તેઓ પાસે પહોંચ્યા અને તેઓ સાથે ચાલવા લાગ્યા, પણ તેઓએ તેમને ઓળખ્યા નહિ.તેમણે તેઓને પૂછ્યું કે તેઓ શું વાત કરી રહ્યા છે. ત્યારે તેઓએ તેમને પાછલા દિવસોમાં થયેલી ઈસુ સબંધી બધી વાતો કહી. તેમને આશ્ચર્ય લાગ્યું કે આમને ખબર નથી કે યરૂશાલેમમાં શું શું થઈ રહ્યું છે.

OBS Image

ઈશ્વરના વચનોમાં મસિહ વિષે શું લખ્યું છે તે ઈસુએ તેમને સમજાવ્યું. તેમણે તેમને યાદ અપાવ્યું કે પ્રબોધકોએ કહ્યું હતું કે મસિહ દુઃખ ઉઠાવશે, તેમને મારી નાખવામાં આવશે પરંતુ તે ફરીથી ત્રીજા દિવસે જીવતા થશે. ત્યારે તેઓ તે નગરમાં પહોંચ્યા જયાં તે બે વ્યક્તિઓ રહેવા ઇચ્છતા હતા. ત્યાં સુધી લગભગ સાંજ થઈ હતી.

OBS Image

તે બે વ્યક્તિઓએ ઈસુને પોતાની સાથે રહેવા માટે કહ્યું. ત્યારે તે રહી ગયા. જ્યારે તેઓ સાંજનું ભોજન ખાવા માટે તૈયાર થયા, ત્યારે ઈસુએ રોટલીનો એક ટુકડો લીધો, તેના માટે ઈશ્વરનો આભાર માન્યો અને પછી તેને તોડી. અચાનક તેઓએ તેમને ઓળખી લીધા કે તે ઇસુ છે. પણ તેજ ક્ષણે તેઓ તેમની દૃષ્ટિથી અદૃશ્ય થઈ ગયા.

OBS Image

એ બે વ્યક્તિઓએ એકબીજા ને કહ્યું, “એ ઈસુ હતા!”જ્યારે તેમણે ઈશ્વરના વચનમાંથી સમજાવ્યું ત્યારે આપણા હૃદયમાં ઉત્તેજના ઉત્પન્ન થઈ રહી હતી.તાત્કાલિક, તેઓ પાછા યરૂશાલેમ ચાલ્યા ગયા. તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ શિષ્યોને કહ્યું કે, “ઈસુ જીવિત છે. અમે તેમને જોયા.”

OBS Image

જ્યારે શિષ્યો એકબીજાની સાથે વાત કરી રહ્યા હતા અચાનક ઈસુ તેઓની વચ્ચે પ્રગટ થયા. શિષ્યોએ વિચાર્યું કે એ કોઈ ભૂત છે. પરંતુ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ભયભીત છો અને શંકા કરો છો. મારા હાથ અને પગને જુઓ. કેમકે આત્માને શરીર હોતું નથી જેવું મારે છે.”એ કોઈ ભૂત નથી એ વાતને સાબિત કરવા માટે તેમણે કંઈક ખાવા માટે માગ્યું. તેઓએ તેમને શેકેલી માછલીનો ટુકડો આપ્યો. અને તેમણે તે ખાધું.

OBS Image

ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું હતું કે મારા વિષે ઈશ્વરના વચનમા લખ્યું છે. જયારે તેમને તેઓના મન ખોલ્યા ત્યારે તેઓ ઈશ્વરના વચનને સમજી શક્યા. “બહુ પહેલેથી લખેલું હતું કે મસીહ દુઃખ ઉઠાવશે, મરી જશે અને ત્રીજે દિવસે મૂએલામાંથી જીવી ઉઠશે.

OBS Image

"પવિત્ર શાસ્ત્રમાં એ પણ લખ્યું છે કે મારા શિષ્યો પ્રચાર કરશે કે બધા લોકોને પસ્તાવો અને પાપોની માફી પ્રાપ્ત કરવી જરૂરી છે. તેની શરૂઆત યરૂશાલેમથી કરશે, અને પછી દરેક દેશજાતિ પાસે, દરેક સ્થળે જશે.તમે આ બધી વાતોનાં સાક્ષી છો.”

OBS Image

પછી ચાળીસ દિવસો સુધી, ઈસુ પોતાના શિષ્યો સામે પ્રગટ થયા. એક દિવસ એક જ સમયે તે ૫૦૦ કરતા વધારે લોકો સામે તે પ્રગટ થયાતેમને કેટલીક રીતે પોતાના શિષ્યોને સિદ્ધ કર્યું કે તેઓ જીવીત છે અને તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનું શિક્ષણ આપ્યું.

OBS Image

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “સ્વર્ગ અને પૃથ્વીના બધા અધિકાર મને અપાયા છે. એ માટે તમે જાઓ, બધી જાતિઓના લોકોને શિષ્યો બનાવો અને તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપો, અને મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે બધી વાતો તેમને શીખવો. યાદ રાખો, હું સદા તમારી સાથે રહીશ.”

OBS Image

ઈસુના પુનરૂત્થાનના ચાળીસ દિવસ પછી તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “જ્યાં સુધી મારા પિતા તમને પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય ન આપે ત્યાં સુધી યરૂશાલેમમાં જ રહેજોપછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને વાદળાએ તેમને ઢાંકી દીધો. ઈસુ ઈશ્વરના જમણા હાથે બેઠા જેથી બધી વસ્તુઓ પર રાજ કરે.

બાઇબલની એક વાર્તા :માથ્થી ૨૮:૧૬-૨૦; માર્ક ૧૬ઃ૧૨-૨૦; લૂક ૨૪ઃ૧૩-૪૩; યોહાન ૨૦ઃ૧૯-૨૩; પ્રેરિત ૧ઃ૧-૧૧