gu_obs/content/41.md

36 lines
4.6 KiB
Markdown

# ઈશ્વર ઈસુને મૂએલાઓમાંથી સજીવન કરે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-01.jpg)
જ્યારે સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા, ત્યારે અવિશ્વાસી યહૂદી યાજકોએ પિલાતને કહ્યું, “આ જૂઠા ઈસુએ કહ્યું હતું કે તે ત્રણ દિવસ પછી મરણમાંથી ઉઠશે.કોઈએ એની કબર પાસે જઈ ચોકી કરવી જોઈએ તેથી નિશ્ચિત થઈ શકે કે તેના શિષ્યો તેના શબને ચોરી ન જાય અને કહે કે તે મરણ માંથી ઉઠ્યો છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-02.jpg)
પિલાતે કહ્યું, “કબરની રક્ષા કરવા માટે કેટલાંક સૈનિકોને લઈ જાઓ.”છેલ્લે તેઓએ કબરના મોં પર મૂકેલા પથ્થર પર મહોર લગાવી દીધી અને ત્યાં
સૈનિકો બેસાડી દીધા જેથી કોઈ પણ તેમના શબને ચોરી ન લઈ જાય.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-03.jpg)
ઇસુને દફનાવ્યા પછીના દિવસ વિશ્રામવાર હતો અને સાબ્બાથ દિવસે યહૂદીઓને કબર પાસે જવાની મનાઈ હતી. સાબ્બાથ પછીના દિવસે વહેલી સવારના સમયે કેટલીક સ્ત્રીઓ તેમની કબર પાસે તેના શબ પર વધારે મસાલો લગાવા ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-04.jpg)
અચાનક, ત્યાં એક મોટો ભૂકંપ થયો. એક પ્રકાશવાન દૂત સ્વર્ગથી પ્રગટ થયો.તેણે કબરના મોં પર મૂકેલા પથ્થરને ખસેડી દીધો અને તેના પર બેસી ગયો.જે સૈનિકો કબરની રક્ષા કરી રહ્યા હતા તેઓ ભયભીત થયા અને ભોંય પર પડી ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-05.jpg)
જ્યારે સ્ત્રીઓ કબર પાસે પહોંચી, સ્વર્ગદૂતે તેઓને કહ્યું, “બીશો નહીં. ઈસુ અહીંયા નથી. જેમ તેમણે કહ્યું હતું તેમ તે મૂએલામાંથી ઊઠ્યા છે.આવો અને કબરમાં જુઓ.”સ્ત્રીઓએ કબરમાં જ્યાં ઈસુનું દેહ મૂકેલું હતું ત્યાં જોયું. ત્યાં તેનો દેહ ન હતો!
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-06.jpg)
સ્વર્ગદૂતે સ્ત્રીઓને કહ્યું, “જાઓ અને શિષ્યોને કહો, ઈસુ મૂએલામાંથી જીવતા થયા છે અને તે તેમની પહેલાં ગાલીલમાં જશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-07.jpg)
સ્ત્રીઓ ભય અને મોટા આનંદથી ભરાઈ ગઈ. તેઓ શિષ્યોને શુભ સમાચાર આપવા દોડી ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-08.jpg)
જ્યારે સ્ત્રીઓ શુભ સમાચાર આપવા માર્ગે જઈ રહી હતી, ત્યારે ઈસુ પ્રગટ થયા અને તેઓએ તેમની આરાધના કરી. ઈસુએ કહ્યું, “બીશો નહીં. મારા શિષ્યોને કહો કે તેઓ ગાલીલમાં જાય. તેઓ મને ત્યાં જોશે.”
_બાઇબલની એક વાર્તા : માથ્થી ૨૭ઃ૬૨-૨૮ઃ૧૫; માર્ક ૧૬ઃ૧-૧૧; લૂક ૨૪ઃ૧-૧૨; યોહાન ૨૦ઃ૧-૧૮_